SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ રાજાની=સંસારી જીવોને વિડંબના કરનારા એવા કર્મપરિણામરાજાની, અવગણના કરીને તેઓ સંસારનાટકથી મુક્ત થયેલા, નિવૃત્તિમાં ગયેલા આનંદમાં વર્તે છે. I૫ll શ્લોક : राजभुक्तौ वसन्तोऽपि, राजानं तृणतुल्यकम् । सदागमप्रसादेन, मन्यन्ते ते निराकुलाः ।।२६।। શ્લોકાર્થ : રાજભક્તિમાં વસતા પણ=કર્મરાજાના રાજ્યમાં વસતા પણ, નિરાકુલ એવા તેઓ સદાગમના પ્રસાદથી તૃણ જેવા તે રાજાને માને છે=જેઓ સદાગમના નિર્દેશન કરનારા છે તેઓ મોક્ષમાં ગયા ન હોય ત્યારે સંસારમાં જ વર્તે છે અને સંસારમાં કર્મપરિણામરાજાનું એક છત્ર સામ્રાજ્ય છે તેથી તેની આજ્ઞાને કોઈ ઉલ્લંઘન કરતું નથી, તોપણ જે મહાત્માઓ સદાગમના વચનને અનુસરનારા છે, મોહના ઉપદ્રવ વગરના હોવાથી નિરાકુળ છે અને પોતાના ઉપર સદાગમનો પ્રસાદ વર્તે છે તેથી સંસારના સામ્રાજ્યને ભોગવનારા કર્મપરિણામરાજાને પણ તૃણ જેવો માને છે તેથી તેની કોઈ આજ્ઞાનું પાલન કરતા નથી, પરંતુ સ્વ-ઈચ્છાના બળથી સદાગમના જ વચનનું પાલન કરે છે. રજા શ્લોક : किञ्चाऽत्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन । सदागमेऽस्मिन् भक्तानां, सुन्दरं यन जायते ।।२७।। શ્લોકાર્ચ - વળી, અહીં વધારે કહેવાથી શું ?=સદાગમના ગુણગાન વિષયક વધારે કહેવાથી શું ? સંક્ષેપથી બતાવે છે તે કોઈ વસ્તુ નથી કે આ સદાગમ હોતે છતે ભક્તોને જે સુંદર ન થાય ! અર્થાત્ થાય જ. ||૨૭ll શ્લોક : तदेतदस्य माहात्म्यं, किञ्चिल्लेशेन वर्णितम् । વિશેષત: પુનઃ વોચ, TUIનાં વનક્ષમ ? ર૮ાા શ્લોકાર્ચ - આનું સદાગમનું, તે આ માહાભ્ય છે, કંઈક લેશથી વર્ણન કરાયું છે. વળી વિશેષથી આનાક સદાગમના, ગુણોના વર્ણન કરવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ કોઈ સમર્થ નથી. ll૨૮II
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy