SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ આવીને હેરાન કરે તેનાથી તે હેરાન થનારા પુરુષ ક્લેશને પામે તો કર્મપરિણામરાજા ક્લેશને પામનાર પ્રત્યે કુપિત થઈને તેને દંડ આપે છે. જ્યારે નીતિશાસ્ત્ર તો હેરાન કરનાર પુરુષને દંડ આપે છે પરંતુ હેરાન થનાર પુરુષને દંડ આપતો નથી. જ્યારે કર્મપરિણામ રાજા તો હેરાન કરનાર પુરુષને તેના અધ્યવસાય અનુસાર દંડ આપે છે અને હેરાન થનારા પુરુષને તેના અધ્યવસાય અનુસાર દંડ આપે છે. તેથી નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર કર્મપરિણામરાજા છે અને પોતાના પ્રતાપને અનુરૂપ સર્વજીવોને તે તે પ્રકારરૂપ કદર્શના ક૨ના૨ છે. તેથી જગતવર્તી સર્વજીવોને તૃણતુલ્ય અવગણનાથી જુવે છે. અને પોતાની ઇચ્છા અનુસાર સર્વજીવોની કદર્થના કરે છે. III શ્લોક ઃ निर्दयो निरनुक्रोशः, सर्वावस्थासु देहिनाम् । सचण्डशासनो दण्डं, पातयत्यनपेक्षया ।।२।। શ્લોકાર્થ ઃ વળી, તે કર્મપરિણામરાજા જીવોની સર્વ અવસ્થામાં નિર્દય, નિરનુક્રોશ છે. ચંડશાસનવાળો તે=કર્મપરિણામરાજા, અપેક્ષા રાખ્યા વગર=જીવોની દીનતા આદિભાવોની અપેક્ષા રાખ્યા વગર, દંડ આપે છે. સંસારી જીવોએ જે પ્રકારનાં કર્મો બાંધ્યાં હોય તે પ્રકારનાં ફળ આપવામાં પ્રચંડ શાસનવાળું કર્મ “આ જીવ મહાત્મા છે. આ જીવ તુચ્છ છે” ઇત્યાદિ કોઈ અપેક્ષા રાખ્યા વગર નિર્દયતાપૂર્વક દંડ આપે છે. આથી જ વી૨ભગવાને ત્રિપૃષ્ટના ભવમાં શય્યાપાલકના કાનમાં ઊકળતું સીસું નાખ્યું જેનાથી બંધાયેલાં કર્મો “આ જગતપૂજ્ય છે” તેવી કોઈ અપેક્ષા રાખ્યા વગર ભગવાનને દંડનો પાત કર્યો. IIII શ્લોક ઃ स च केलिप्रियो दुष्टो, लोभादिभटवेष्टितः । नाटकेषु परां काष्ठां प्राप्तोऽत्यन्तविचक्षणः ।।३।। શ્લોકાર્થ : અને તે કર્મપરિણામરાજા કેલિપ્રિય છે-લોકોને રંજાડવામાં પ્રીતિવાળો છે. દુષ્ટ છે=જીવોને દુઃખી કરવાના જ સ્વભાવવાળો છે. લોભ આદિ સુભટોથી વીંટળાયેલો છે=કર્મપરિણામરાજાના રક્ષકો લોભ આદિ સુભટો છે. તેથી જે જીવોમાં જેટલા જેટલા અંશોમાં લોભાદિના ભાવો અધિક છે, તેટલા તેટલા અંશથી તેમને કર્મપરિણામરાજા ઉપદ્રવો કરે છે, નાટકોમાં પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો અત્યંત વિચક્ષણ એવો કર્મપરિણામરાજા છે; કેમ કે સંસારનું નાટક સતત સર્વજીવો પાસેથી તે કરાવે છે. અને કયા જીવને કયા પાત્રરૂપે નચાવું તેમાં તે અત્યંત કુશળ છે. II3II
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy