SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ कर्मपरिणामस्य महानरेन्द्रत्वं, केलिप्रियता च तस्यां च मनुजगतौ नगर्यामतुलबलपराक्रमः, स्ववीर्याक्रान्तभुवनत्रयः, शक्रादिभिरप्रतिहतशक्तिप्रसरः कर्मपरिणामो नाम महानरेन्द्रः। કર્મપરિણામનું મહારાજપણું તથા ક્રીડાપ્રિયતા અને તે મનુષ્યનગરીમાં અતુલબલ પરાક્રમવાળો, સ્વવીર્યથી આક્રાંત કર્યા છે ત્રણેય ભુવન જેણે એવો, શક્રાદિથી અપ્રતિહત શક્તિના પ્રસરવાળો કર્મપરિણામ નામનો મહારાજા છે. આ નગરી ઉપર સંપૂર્ણ પ્રભુત્વ કર્મપરિણામરાજાનું છે. આથી જ કર્મપરિણામરાજાની કૃપાથી જ જીવો મનુષ્યગતિને પ્રાપ્ત કરે છે. તીર્થકરો, ઋષિઓ વગેરે સર્વના તે તે પ્રકારના કર્મના પરિણામથી જ તેઓને આ મનુષ્યગતિની પ્રાપ્તિ થઈ છે. તેથી પરમાર્થથી તો આ નગરીમાં વસતા બધા જીવો ઉપર કર્મપરિણામનું જ સામ્રાજ્ય છે. આથી જ ઋષિઓ, મહર્ષિઓ પણ જે કંઈ ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે તે સર્વ તેઓના તેવા પ્રકારના ક્ષયોપશમભાવવાળા કર્મના પરિણામને કારણે જ પ્રાપ્ત કરે છે. અને જેઓ પ્રત્યે આ કર્મપરિણામ દુષ્ટ થાય છે તેવા ચૌદપૂર્વધર પણ મનુષ્યભવને નિષ્ફળ કરીને નિગોદ આદિમાં જાય છે. તેથી આ નગરીમાં વસતા જીવોને સુંદર ગુણોની પ્રાપ્તિ પણ કર્મપરિણામરાજા જ કરાવે છે અને સર્વદોષોનો યોગ પણ કર્મપરિણામ જ કરાવે છે. અને કર્મપરિણામરાજા મનુષ્યનગરીમાં વસતો હોવા છતાં અતુલબલ પરાક્રમવાળો છે તેથી યોગીઓને પણ ક્ષયોપશમભાવના કર્મની સહાયતાની અપેક્ષા રહે છે. તેથી તેના પરાક્રમ આગળ અન્ય કોઈનું પરાક્રમ ચાલતું નથી. વળી, તે કર્મપરિણામરાજાએ પોતાના વીર્યથી ત્રણ ભુવનને આક્રાંત કર્યા છે. તેથી, ત્રણેય ભુવનમાં વર્તતા સર્વે જીવો કર્મપરિણામરાજાની આજ્ઞાનું લેશ ઉલ્લંઘન કરી શકતા નથી. માટે માત્ર મનુષ્યનગરીમાં તેનું સામ્રાજ્ય નથી, પરંતુ ત્રણેય ભુવનમાં વર્તતા સર્વ જીવો ઉપર તેનું સામ્રાજ્ય વર્તે છે. વળી શક્રાદિ દેવોથી પણ પરાભવ ન કરી શકાય એવો કર્મપરિણામ નામનો મહારાજા છે; કેમ કે કર્મનો વિપાક જ્યારે પણ પ્રાપ્ત થાય છે ત્યારે મહાસમર્થ એવા પણ મહાશકાદિ દેવો કાયર બને છે. તેથી કર્મપરિણામરાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી. શ્લોક - यो नीतिशास्त्रमुल्लध्य, प्रतापैकरसः सदा । तृणतुल्यं जगत्सर्वं, विलोकयति हेलया ।।१।। શ્લોકાર્ચ - જે કર્મપરિણામરાજા પ્રતાપના એકરસવાળો નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને હેલાથી સદા જગતના સર્વને તૃણતુલ્ય જુએ છે=અવગણનાથી જુએ છે. નીતિશાસ્ત્ર છે કે કોઈએ ભૂલ કરી હોય તેને દંડ આપે પરંતુ કર્મપરિણામરાજા તો કોઈ પુરુષ કોઈને
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy