SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ વિજયરૂપ આપણપંક્તિથી શોભતોકબજારની હારમાળાઓથી શોભતો, મહાપુરુષોના સમૂહથી સંકુલ= તીર્થકર આદિ ઉત્તમપુરુષોના સમૂહથી યુક્ત, શુભાશુભ મૂલ્યને અનુરૂપ પથ્યલાભનો હેતુ એવો મહાવિદેહરૂપ બજારમાર્ગ છે. ભરત અને ઐરાવતરૂપ બે પાડાઓના મધ્યભાગમાં મહાવિદેહરૂપ બજારમાર્ગ છે. જ્યાં અનેક મહાપુરુષો વર્તે છે. વળી, જીવો પોતે જે પ્રકારના શુભ અશુભરૂપ ધન લઈને જે બજારરૂપ મહાવિદેહમાં જન્મ્યા છે તેને અનુરૂપ ત્યાં ભોગસામગ્રીની ખરીદી કરે છે અર્થાત્ ઉત્તમપુરુષો શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત કરીને ચારિત્રની ગુણસંપત્તિરૂપ રત્નોને ખરીદે છે અને અશુભકર્મના ઉદયવાળા જીવો તેવા ઉત્તમ નગરમાં પણ અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરાવે તેવા પાપને જ પ્રાપ્ત કરે છે. અને તેવી પ્રાપ્તિના સ્થાનભૂત બજારમાર્ગ જેવો મહાવિદેહ મનુષ્યનગરીમાં છે. અને જે મનુષ્યગતિને રોકાઈ ગયેલી ચંદ્ર-સૂર્યની ગતિના પ્રસરપણાથી પરચક્રની લંઘનાને ઓળંગી ગયેલો એવો માનુષોત્તર પર્વતના આકારવાળો કિલ્લો છે. તેનાથી આગળ જેમાં વિસ્તીર્ણ ગંભીર સમુદ્રરૂપ પરિખા છે અને જેમાં સદા વિબુધોથી અધ્યાસિત-દેવતાઓથી વાસ કરાયેલાં, ભદ્રશાલવતાધિરૂપ અનેક પ્રકારનાં જંગલો છે. જેમાં બહુવિધ જીવોના સમૂહવાળી જલતા પૂરને વહન કરનારી મહાનદી રૂપ મહાશેરીઓ છે. જેમાં સમસ્ત શેરીઓના અવતારના આધારભૂત લવણ અને કાલોદ સમુદ્રરૂપ બે જ મહારાજમાર્ગ છે અને જેમાં=મનુષ્યનગરીમાં, મહારાજમાર્ગથી પ્રવિભક્ત જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવરકીપાદ્ધરૂપ ત્રણ જ પાટક મંડલો રહેલા છે અને જેમાં લોકના સુખના હેતુવાળા સમુચિત સ્થાવસ્થાથીઉચિત સ્થાને રહેલા, કલ્પદ્રમ જેવા ઘણા સ્થાનાંતરીય રાજાઓ છે. મહારાજમાર્ગથી પ્રવિભક્ત એવા જંબૂઢીપ આદિ પાટક મંડલોમાં વિવેકથી યુક્ત એવા તે તે નગરના રાજાઓ છે. જેઓ લોકોની સમસ્ત પ્રકારની ચિંતા કરનારા છે. તેથી કલ્પદ્રુમ જેવા છે. અને જેના કારણે ત્યાં વસતા લોકો દુષ્ટ જીવોથી ઉપદ્રવ વગર પોતાનું હિત સાધી શકે છે. मनुजनगर्या माहात्म्यम् બ્લોક : अपि च-यस्याः कः कोटिजिह्वोऽपि, गुणसंभारगौरवम् । शक्तो वर्णयितुं लोके, नगर्याः ? किमु मादृशः? ।।१।। મનુષ્યનગરીનું માહાભ્ય શ્લોકાર્ચ - વળી, જે નગરીના ગુણસંભારના ગૌરવને=જે નગરીના ગુણના સમૂહના માહાભ્યને લોકમાં વર્ણન કરવા માટે કોટી જિલ્લાવાળો પણ કોણ સમર્થ છે?
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy