SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ અસ્તિત્વ ધરાવે છે. વળી, મહાસત્ત્વશાળી પુરુષો સમુદ્રની સફર કરે છે અને તેમાંથી પાર ઊતરે છે તેવી મહાપુરુષોથી સેવાયેલી આ મનુષ્યનગરી છે; કેમ કે અનેક ઉત્તમપુરુષો અનેક પ્રકારના સત્ત્વથી યુક્ત જન્મીને સંસારસાગરથી તરે છે. માટે મહાસત્ત્વશાળી પુરુષોથી સેવાયેલી આ મનુષ્યગતિ નગરી છે. વળી, જે જીવોમાં કલ્યાણની પરંપરા થાય તેવું પુણ્ય વર્તે છે, તે જીવોના દરેક ભવોમાં સર્વ મનોરથો પુરાય છે. તેમ સત્ત્વશાળી જીવો મનુષ્યગતિમાં જન્મીને સર્વકલ્યાણની પરંપરાનું કારણ બને એવા ધર્મને સેવીને મનોરથ પૂરા કરે છે. માટે મનોરથો પૂરનારી આ મનુષ્યનગરી છે. વળી, ઉત્તમપુરુષોને ભગવાનના શાસનમાં બતાવેલ સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ પ્રવ્રજ્યા અત્યંત પ્રમોદનો હેતુ થાય છે તેમ મનુષ્યગતિમાં જન્મીને જીવો સમગ્ર પ્રકારે ધર્મ સેવીને સર્વકલ્યાણોની પ્રાપ્તિ કરે છે. માટે મનુષ્યગતિ પુરુષોના પ્રમોદનો હેતુ છે. વળી, સમરાદિત્યની કથા અનેક વૃત્તાંતોથી યુક્ત છે તેમ આ મનુષ્યગતિમાં પણ ઘણા પ્રકારના મહાત્માઓ જન્મે છે, મધ્યમકક્ષાના જીવો જન્મે છે અને અધમ જીવો પણ જન્મે છે, તેથી મનુષ્યગતિમાં તેઓની આચરણાનાં અનેક ચરિત્રો પ્રાપ્ત થાય છે. માટે અનેક વૃત્તાંતના અંતવાળી આ મનુષ્યગતિ નગરી છે. વળી, ત્રણેય ભુવનમાં લબ્ધશ્લાઘાવાળી મનુષ્યગતિ છે; કેમ કે સંસારના વિચ્છેદને કરનારા અને સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરનારા સર્વ ઉત્તમ જીવો આ મનુષ્યગતિને પામીને હિત સાધે છે. તેથી લબ્ધશ્લાઘાથી ત્રણેય ભુવનને જીતી લીધું છે તેવી આ મનુષ્યગતિ છે. વળી, સુસાધુઓની ક્રિયા મહાસાત્ત્વિક જીવો જ સેવી શકે છે. અલ્પસત્ત્વવાળા ક્વચિત્ ક્ષણભર વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરે તોપણ મોહનો નાશ કરી શકે તે પ્રકારે સુસાધુઓની ક્રિયા સેવી શક્તા નથી. તેથી જેઓનું મોહનાશને અનુકૂળ કર્મ ક્ષયોપશમભાવને પામે તેવું શિથિલ છે તેવા પુણ્યશાળી જીવો જ સુસાધુઓની ક્રિયા સેવી શકે છે. અન્ય માટે તે ક્રિયા અતિદુર્લભ છે, તેમ ભવપ્રપંચના ઉચ્છેદનું પ્રબળકારણ બને તેવા પુણ્ય પ્રાભારથી લભ્ય એવી મનુષ્યગતિ અતિ દુર્લભ છે. અને તે=મનુષ્યગતિ કેવી છે તે બતાવે છે. ધર્મની ઉત્પત્તિભૂમિ છે=પ્રારંભિક ભૂમિકાથી માંડીને સર્વ પ્રકારના ધર્મની ઉત્પત્તિભૂમિ છે; કેમ કે મનુષ્યભવમાં જ બીજાધાનથી માંડીને વાવત્ યોગનિરોધ સુધીનો ધર્મ મહાત્માઓ પ્રાપ્ત કરે છે. અર્થનું મંદિર છે અનેક પ્રકારના ધનાદિક મનુષ્યનગરીમાં છે. તેથી ધનરૂપી અર્થનું મંદિર છે. કામનો પ્રભાવ છે=વિવેકી જીવોને પણ અનાદિકાળથી કામના સંસ્કારો પડ્યા છે. તેઓને સર્વપ્રકારના કામને પ્રાપ્ત કરાવનાર મનુષ્યનગરી છે. મોક્ષનું કારણ છેકમનુષ્યભવને પામીને ઘણા જીવો મોક્ષમાં જાય છે અને જશે. તે સર્વનું કારણ મનુષ્યગતિમાં જન્મની પ્રાપ્તિ છે, મહોત્સવોનું સ્થાન છે=સર્વ પ્રકારના ધર્મોનું સેવન કરીને જીવનને સમૃદ્ધ કરે તેવા મહોત્સવોનું સ્થાન મનુષ્યગતિ છે. જેમાં=મનુષ્યગતિમાં, ઊંચા, વિશાલ, વિચિત્ર પ્રકારના સુવર્ણરત્નની ભીંતવાળા વિચિત્ર એવા અતિ મનોહારીપણું હોવાને કારણે પરમદેવથી અધ્યાસિત મેરુ જેવા દેવકુલો છે. જેમાં મનુષ્યગતિમાં અનેક અદ્દભુત વસ્તુના સ્થાનભૂતપણું હોવાને કારણે હસી નાખ્યા છે અમરના નિવાસો જેણે એવા–દેવોના નિવાસો કરતાં પણ ચડિયાતા, ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ અનેક નગરીઓથી યુક્ત ભરતાદિવર્ષરૂપ પાડાઓ છે, અતિ ઉચ્ચપણાને કારણે કુલશલ આકારવાળા પાડાઓના પરિક્ષેપો છે=કિલ્લાઓ છે. અને જેના મધ્યભાગવર્તી=જે પાડાઓના મધ્યભાગવર્તી, દીર્ઘતર આકારવાળો
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy