SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કોઈ સમર્થ નથી. તો મારા જેવો કઈ રીતે વર્ણન કરી શકે ? અર્થાત્ તે નગરીના ગુણોનું વર્ણન શબ્દથી અશક્ય છે. આવા બ્લોક : यस्यां तीर्थकृतोऽनन्ताश्चक्रिकेशवशीरिणः । संजाताः संजनिष्यन्ते, जायन्तेऽद्यापि केचन ।।२।। શ્લોકાર્ચ - જેમાં જે નગરીમાં, અનંતા તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો થયા, થશે અને હમણાં પણ કેટલાક થાય છે. ચા. શ્લોક : या चेह सर्वशास्त्रेषु, लोके लोकोत्तरेऽपि च । अनन्तगुणसंपूर्णा, दुर्लभत्वेन गीयते ।।३।। શ્લોકાર્થ : અને અહીં સર્વશાસ્ત્રોમાં, લોકમાં અને લોકોતરમાં પણ અનંત ગુણ સંપૂર્ણ જે નગરી દુર્લભપણા વડે ગવાય છે. Il3II શ્લોક : उच्चावचेषु स्थानेषु, हिण्डित्वा श्रान्तजन्तवः । प्राप्ताः खेदविनोदेन, लभन्ते यत्र निर्वृतिम् ।।४।। શ્લોકાર્ચ - ઊંચાં, નીચાં સ્થાનોમાં ભટકીને થાકી ગયેલા મનુષ્યગતિને પામેલા જીવો ખેદ-વિનોદ વડે જેમાં જે મનુષ્યગતિમાં, મોક્ષને મેળવે છે=જે મનુષ્યનગરીમાં ઘણા જીવો નરકાદિ હલકાં સ્થાનોમાં અને ઊંચાં એવાં દેવાદિ સ્થાનોમાં ભટકીને, સંસારના પરિભ્રમણથી થાકેલા અને મનુષ્યનગરીને પામેલા છે તેઓને ખેદ થાય છે=આવી ઉત્તમ નગરી વિધમાન છે અને પૂર્વમાં અનંતી વખત તેને પામવા છતાં આપણે સંસારનો અંત કરી શક્યા નહીં તેથી પોતાની મૂર્ખતાનો ખેદ થાય છે અને હવે આ નગરીનું માહાભ્ય પોતે જાણે છે. તેથી હવે આ નગરીમાં જન્મીને અવશ્ય પોતે સંસારનો અંત કરશે તેવો નિર્ણય થવાથી આનંદને પામે છે અને સમ્યમ્ રીતે પુરુષાર્થને સેવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. III
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy