SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે=અર્થની કથા, ક્લિષ્ટ ચિત્તનું કારણપણું હોવાથી પાપ સંબંધને કરનારી છે, તેથી દુર્ગતિના માર્ગને પ્રાપ્ત કરાવવામાં કુશળ મનાઈ છે. ll૧૭ના શ્લોક : कामोपादानगर्भार्था, वयोदाक्षिण्यसूचिका । अनुरागेगिताद्युत्था, कथा कामस्य वर्णिता ।।२८।। શ્લોકાર્થ : કામનું ગ્રહણ જેનો ગર્ભિત અર્થ છે એવી, વયને અને દાક્ષિણ્યને સૂચવનારી, અનુરાગના હાવ-ભાવાદિથી ઊઠેલી કામની કથા કહેવાઈ છે. ll૨૮II શ્લોક : सा मलीमसकामेषु, रागोत्कर्षविधायिका । विपर्यासकरी तेन, हेतुभूतैव दुर्गतेः ।।२९।। શ્લોકાર્ચ - તે કામકથા, મલિન એવાં કામોમાં રાગના ઉત્કર્ષને કરનારી છે, વિપર્યાસને કરનારી છે. તેથી દુર્ગતિના હેતુભૂત જ છે. ll૨૯ll શ્લોક : दयादानक्षमाद्येषु, धर्माङ्गेषु प्रतिष्ठिता । धर्मोपादेयतागर्भा, बुधैर्धर्मकथोच्यते ।।३०।। શ્લોકાર્ચ - દયા, દાન, ક્ષમા આદિ ધર્મનાં અંગોમાં પ્રતિષ્ઠા પામેલી, ધર્મની ઉપાદેયતા આદરવાલાયકપણું છે ગર્ભમાં એવી ધર્મકથા બુધજનો વડે કહેવાઈ છે. Il3oll શ્લોક : साऽक्लिष्टचित्तहेतुत्वात्पुण्यकर्मविनिर्जरे । विधत्ते तेन विज्ञेया, कारणं नाकमोक्षयोः ।।३१।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy