SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કહેવાયેલું સ્પષ્ટ કરે છે. પ્રાણીઓને આ બે કુવિકલ્પો થાય છે. તે આ પ્રમાણે – એક કુશાસ્ત્રશ્રવણની વાસનાતિત અને તે કુશાસ્ત્રના શ્રવણની વાસનાજનિત કુવિકલ્પો જ ‘યહુત'થી બતાવે છે – ઈંડામાંથી ઉત્પન્ન થયેલું આ ત્રિજગત છે, મહેશ્વરથી નિર્મિત આ જગત છે, બ્રહ્માદિ કૃત છે, પ્રકૃતિના વિકારાત્મક છે, ક્ષણવિનશ્વર છે, વિજ્ઞાનમાત્ર છે અથવા શૂન્યરૂપ છે ઈત્યાદિ, અને તે અભિસંસ્કારિકા કુવિકલ્પો છે. તે તે શાસ્ત્રોના શ્રવણથી આત્મામાં પડેલા સંસ્કારોથી થનારા કુવિકલ્પો છે. આ સર્વ વિકલ્પ અન્ય અન્ય દર્શનની માન્યતા અનુસાર થાય છે. અને આદિથી સ્વદર્શનમાં પણ વિપરીત બોધ કરાવનારા પાસત્યાદિના ઉપદેશથી થયેલા કુવિકલ્પોનું ગ્રહણ છે. વળી જે જે દર્શનથી વાસિત મતિ હોય તે તે સ્વદર્શનમાં રહેલા પણ વિપરીત બોધ કરાવનારા કુગુરુના વચનથી જેઓને દેવનો, ગુરુનો કે ધર્મનો વિપરીત બોધ થયો છે. તે સર્વ વિપરીત કુશાસ્ત્રના શ્રવણની વાસનાથી જનિત છે. અને અન્ય=અન્ય કુવિકલ્પો, બતાવે છે. સુખના અભિલાષવાળા, દુખના દ્વેષ કરનારા, ધનાદિમાં પરમાર્થબુદ્ધિના અધ્યવસાય કરનારા કુવિકલ્પો છે. આથી જ તેના સંરક્ષણમાં પ્રવણ ચિત્તવાળા ધનાદિના રક્ષણમાં પ્રવણ ચિત્તવાળા, અદષ્ટ તત્વમાર્ગવાળા=આત્માનું પારમાર્થિક સુખ શું છે ? પારમાર્થિક સુખના ઉપાયો શું છે? તેવો જેને બોધ થયો નથી તેવા અદષ્ટ તત્વમાર્ગવાળા, આ જીવને પ્રવર્તે છેબીજા પ્રકારના કુવિકલ્પો પ્રવર્તે છે, જેના વડે બીજા પ્રકારના કુવિકલ્પો વડે, આ જીવ અશકતીય એવા સદ્દગુરુઓની પણ શંકા કરે છે. અર્થાત્ નિસ્પૃહી મુનિઓ સ્વપ્નમાત્રમાં પણ અન્ય પાસે ધનાદિની પ્રાપ્તિની વાંછા કરતા નથી, તેથી અશંકનીય છે. તેઓમાં પણ આ જીવ બીજા વિકલ્પોને કારણે ધનાદિ ગ્રહણની શંકા કરે છે. અચિંતનીયનું ચિંતવન કરે છે=આત્મા માટે સુખનો ઉપાય કષાયોની અલ્પતા છે તેથી સુખના અર્થીએ સુખના ઉપાયભૂત કષાયોની અલ્પતાના ઉપાયોનું ચિંતવન કરવું જોઈએ તેના બદલે સુખના ઉપાયરૂપે અચિંતનીય એવા ધનાદિને જ સુખના ઉપાયરૂપે વિચારે છે. અભાષિત એવાં વચનો જ બોલે છે. અર્થાત્ મોહધારાની વૃદ્ધિનું કારણ બને એવાં જ વચનો બોલે છે. અલાચરણીયની આચરણા કરે છે=આત્મા માટે જે અનાચરણીય કૃત્યો છે એ કૃત્યો જ તેને સુખના ઉપાયરૂપે જણાતાં હોવાથી તેની આચરણા કરે છે. વળી, તે કુવિકલ્પો=આ બીજા પ્રકારના કુવિકલ્પો, સહજ કહેવાય છે મિથ્યા શાસ્ત્રશ્રવણ આદિથી જનિત નથી, પરંતુ કર્મયુક્ત આત્મામાં અજ્ઞાનતાને કારણે અનાદિકાળથી સહજ પ્રવર્તે તેવા કુવિકલ્પો છે. આથી જ બુદ્ધિમાન પણ સંસારી જીવો બાહ્યસુખમાં સાધનોમાં રાગ કરીને અને બાહ્ય દુઃખનાં સાધનોમાં દ્વેષ કરીને તે સહજ કુવિકલ્પોને કારણે મનુષ્યભવ નિષ્ફળ કરે છે. ત્યાં=બે પ્રકારના કુવિકલ્પોમાં, અભિસંસ્કારવાળા પ્રથમ સુગુરુના સંપર્કના પ્રભાવથી જ ક્યારેક તિવર્તન પામે છે. જ્યારે યોગ્ય જીવ કંઈક ધર્મને અભિમુખ થયેલો હોય અને ઉપદેશક સ્વઅનુભવ અનુસાર બુદ્ધિને સ્પર્શે તે રીતે કહે કે અનાદિનો આપણો આત્મા છે, કર્મ અને શરીર સાથે સંબંધવાળો છે અને તે કર્મો પુણ્ય, પાપ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy