SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૭ જો આ ભગવાન એવા ગુરુ મારા પ્રત્યે પરમ ઉપકાર કરવામાં પરાયણ ન થયા હોત તો કયા કારણથી સુગતિનગરના ગમતના સંબંધમાં સુંદર અવ્યભિચારી એવા માર્ગને બતાવતા સમ્યજ્ઞાનના દાનના બહાનાથી મહાનરકના માર્ગમાં પ્રવૃત ચિત્તવૃત્તિવાળા મને નિવારણ કરતા ? અથવા વિપર્યાસયુક્ત ચિત્તવાળા એવા મને, સમ્યગ્દર્શનના સંપાદન દ્વારા પોતાની બુદ્ધિથી બધા દોષના નિવારણવિશેષને કયા કારણે વિશેષથી કર્યું ? અર્થાત્ કેવલ મારા ઉપકાર અર્થે જ કર્યું છે. અને આ મહાત્મા નિઃસ્પૃહતાના અતિશયને કારણે ઢેફાં અને સુવર્ણ બંને પ્રત્યે સમાનચિત્તવાળા, પરહિત આચરણામાં વ્યસનીપણું હોવાને કારણે પ્રવર્તતા–ઉપદેશમાં પ્રવર્તતા, ક્યારેય પણ ઉપકાર્ય એવા જીવો પાસેથી કોઈ પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી. અને પરોપકારકારી એવા આ ભગવાનનો મારા જેવા વડે સ્વજીવિતના વ્યયથી પણ પ્રત્યુપકાર કરવો શક્ય નથી. ધનદાનાદિ દ્વારા દૂર રહો, આ પ્રમાણે આ જીવ જ્યારે સંજાત થયેલા સમ્યગુભાવવાળો જ્યારે સદ્ગુરુએ ધર્મ પુરુષાર્થનું વર્ણન કર્યું અને ત્યારપછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યું ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કારણે ગુરુની ઉપકારકતા વિષયક થયેલા સમ્યફભાવવાળો, પૂર્વમાં કરાયેલા સ્વકીય દુશ્ચરિતના અનુસ્મરણથી પૂર્વમાં ગુરુવિષયક કરાયેલી મિથ્યા આશંકારૂપ દુશ્ચરિતતા અનુસ્મરણથી, પશ્ચાત્તાપને અનુભવે છે. અને સન્માર્ગદાયી એવા ગુરુ ઉપર વિપરીત શંકાનો પરિહાર કરે છે આ મહાત્મા ઉપદેશ આપવા દ્વારા મારા પાસેથી ધનનો વ્યય કરાવશે તે પ્રકારની પૂર્વમાં થયેલી વિપરીત શંકાતો ત્યારે પરિહાર કરે છે. ઉપનયઃ द्विविधाः कुविकल्पाः अनेनैतदुक्तं भवति-द्वये खल्वमी कुविकल्पाः प्राणिनो भवन्ति, तद्यथा-एके कुशास्त्रश्रवणवासनाजनिताः यदुत अण्डसमुद्भूतमेतत्रिभुवनं, महेश्वरनिर्मितं, ब्रह्मादिकृतं, प्रकृतिविकारात्मकं, क्षणविनश्वरं, विज्ञानमात्रं, शून्यरूपं वा, इत्यादयः, ते ह्याभिसंस्कारिका इत्युच्यन्ते। तथाऽन्ये सुखमभिलषन्तो, दुःखं द्विषन्तो, द्रविणादिषु परमार्थबुद्ध्यध्यवसायिनोऽत एव तत्संरक्षणप्रवणचेतसोऽदृष्टतत्त्वमार्गस्यास्य जीवस्य प्रवर्तन्ते, यैरेष जीवोऽशङ्कनीयानि शङ्कते, अचिन्तनीयानि चिन्तयति, अभाषितव्यानि भाषते, अनाचरणीयानि समाचरति, ते तु कुविकल्पाः सहजा इत्यभिधीयन्ते, तत्राभिसंस्कारिकाः प्रथमसुगुरुसंपर्कप्रभावादेव कदाचित्रिवर्तेरन्, एते पुनः सहजा यावदेष जीवो मिथ्यात्वोपप्लुतबुद्धिस्तावन्न कथञ्चित्रिवर्तन्ते, यदि परमधिगमजसम्यग्दर्शनमेव प्रादुर्भूतमेतानिवर्त्तयतीति। ઉપનયાર્થ : બે પ્રકારના કુવિકલ્પો આના દ્વારા=જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એના દ્વારા, આ કહેવાયેલું થાય છે, અને તે
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy