SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૯ આદિ રૂપ છે. તો કુશાસ્ત્રના શ્રવણથી ઉત્પન્ન થયેલા સંસ્કારો પ્રથમ સુગુરુના સંપર્કથી નિવર્તન પામે છે અને ક્યારેક તે સંસ્કારો અતિદૃઢ હોય તો જેમ આમરાજાને બપ્પભટ્ટ સૂરિના સંપર્કથી પણ તે સંસ્કારો ઘણા કાળના પ્રયાસથી નિવર્તન પામ્યા તેમ કોઈક જીવને ઘણા પ્રયત્નથી નિવર્તન પામે છે. વળી, આ સહજ સંસ્કારો જ્યાં સુધી આ જીવ મિથ્યાત્વથી ઉપપ્પુત બુદ્ધિવાળો છે ત્યાં સુધી કોઈક રીતે નિવર્તન પામતા નથી. જો અધિગમ સમ્યગ્દર્શન જ પ્રાદુર્ભૂત થયેલું કેવલ આને=સહજ સંસ્કારોને, નિવર્તન કરે છે. અનાદિકાળથી જીવમાં કુવિકલ્પો વર્તે છે અને તે કુવિકલ્પો સહજ સંસ્કારથી થનારા છે. વળી, કેટલાક કુવિકલ્પો અન્યદર્શનના વિપરીત બોધવાળા મહાત્માઓના વચનથી અથવા જૈનશાસનમાં રહેલા પણ વિપરીત બોધવાળા મહાત્માઓના વચનથી થનારા હોય છે અને કુવિકલ્પોનો અર્થ જ એ છે કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને છોડીને અવાસ્તવિક્તાને જોનારી વિપરીત દૃષ્ટિથી જે વિચારો થાય છે તે કુવિકલ્પો છે. તેથી અન્યદર્શનની વાસનાથી સંસારની વ્યવસ્થાવિષયક કુવિકલ્પો થાય છે. અને પાસસ્થાદિ સાધુઓથી વાસિત જીવોને સ્યાદ્વાદના ઉચિત યોજન વગર વિપરીત પ્રવૃત્તિમાં ધર્મબુદ્ધિ થાય એવા કુવિકલ્પો વર્તે છે. અને જેઓ કોઈ દર્શન સાથે સંપર્કવાળા નથી તેવા પણ જીવોને ઇન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિ અને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં દુઃખબુદ્ધિ અત્યંત સ્થિર હોય છે. પરંતુ કષાયોથી આકુળ આત્મા વર્તમાનમાં દુઃખી છે. ભાવિ દુઃખની પરંપરાનું કારણ છે એવો લેશ પણ બોધ થતો નથી. એવા જીવોને સહજ પ્રકારના કુવિકલ્પો સદા વર્તે છે. અને જ્યારે મહાત્માના ઉપદેશથી અધિગમ સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે કષાયોથી અનાકુળ આત્મા જ સુખી છે અને કષાયોથી આકુળ થયેલો જીવ જ સર્વપાપો કરીને અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તેવી બુદ્ધિ થવાથી કષાયોની આકુળતાના પરિહાર અર્થે જ વીતરાગ ઉપાસ્ય રૂપે દેવ ભાસે છે. વીતરાગ થવામાં મહાપરાક્રમ કરનારા સુસાધુ જ ગુરુ તરીકે ભાસે છે. અને ભગવાને બતાવેલો સર્વ પ્રકારનો ધર્મ સ્વભૂમિકા અનુસાર કષાયોનું ઉન્મૂલન કરીને વીતરાગતામાં વિશ્રાંત થનાર છે તેવો સ્થિરબોધ થાય છે તેથી અધિગમ સમ્યગ્દર્શન પામેલા જીવોને અભિસંસ્કારવાળા અને સહજ કુવિકલ્પો શાંત થાય છે અને સંસારના ઉચ્છેદના ઉપાયમાં જ હિતબુદ્ધિ થવાથી તેને ઉચિત તત્ત્વ વિષયક જ સુવિકલ્પો પ્રવર્તે છે. અર્થાત્ સર્વજ્ઞકથિત ધર્મ જ મારું હિત છે. માટે સર્વ શક્તિથી તેના પરમાર્થને જાણી શક્તિ અનુસાર સેવું જેથી મારું હિત થાય એ પ્રકારના સુવિકલ્પો વર્તે છે. कषाय-नोकषायप्रभावः यत्पुनरभिहितं यदुत तस्य द्रमकस्य तस्मिन्नञ्जनसलिलदायके पुरुषे सञ्जातविश्रम्भस्यापि महोपकारितां चिन्तयतस्तथापि तत्रात्मीये कदन्नके याऽत्यन्तमूर्छा सा गाढं भावितत्वान्न कथञ्चिन्निवर्तत इति तदेतज्जीवेऽपि योजनीयं तथाहि - यद्यपि क्षयोपशममुपगतं ज्ञानावरणं दर्शनमोहनीयं च, समुत्पन्नं सम्यग्ज्ञानं सम्यग्दर्शनं च, अत एव निवृत्ता भवप्रपञ्चगोचरा तत्त्वबुद्धिः, संजातो जीवादितत्त्वाभिनिवेशः,
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy