SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રવર્તતા મહાત્માઓના અને સન્મુખભાવવાળા યોગ્ય જીવોના જે ગુણવિશેષો છે તેને જાણે છે; કેમ કે યથાર્થદર્શનરૂપ સમ્યગ્દર્શન થયેલું હોવાને કારણે ઉચિત લિગોથી બીજામાં વર્તતા ગુણોને પણ તે જોવા સમર્થ બને છે. પોતાના દોષસમૂહને જાણે છે=સમ્યગ્દર્શન થયેલ હોવાને કારણે નિમિત્તોને પામીને પોતાનામાં થતા તે તે પ્રકારના વિકારોને તે જાણે છે. આથી જ અવસરે અવસરે તેનું પ્રતિપક્ષ ભાવન કરીને ક્ષીણ કરવા યત્ન કરે છે. પ્રાચીન પોતાની અવસ્થાનું અનુસ્મરણ કરે છેઃ આચાર્યથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ તેના પૂર્વે પોતાને તુચ્છમતિ હતી તે પ્રકારની પૂર્વ અવસ્થાનું સ્મરણ કરે છે. તત્કાલભાવિ ગુરુવિહિત પ્રયત્નને જાણે છે-પૂર્વમાં પોતાની તુચ્છમતિ હતી છતાં નિસ્પૃહી એવા આ મહાત્માએ કેવલ મારા જ હિત અર્થે પોતાના શ્રમને ગણ્યા વગર પ્રયત્ન કરીને મને નિર્મળદષ્ટિવાળો કર્યો છે તે પ્રમાણે વારંવાર સ્મરણ કરે છે. તેમના માહાભ્યજનિત આત્માની યોગ્યતાને જાણે છે નિઃસ્પૃહી એવા તે મુનિના માહાભ્યથી જનિત પોતાને તત્વને જોવાની નિર્મળદૃષ્ટિ મળી છે એ પ્રકારે જાણે છે. તેથી પૂર્વમાં અત્યંત ક્લિષ્ટ પરિણામપણું હોવાથી ધર્મગુરુ આદિના વિષયમાં પણ મારા જેવો જે જીવ અનેક કુવિકલ્પ કરવામાં તત્પર હતો તે સમ્યગ્દર્શન, પ્રાપ્ત થાય ત્યારે, પ્રાપ્ત થયેલા વિવેકવાળો વિચારે છે, શું વિચારે છે ? તે “વત'થી બતાવે છે. અહો ! મારી પાધિષ્ઠતા, અહો ! મારી મહામોહાલ્પતા, અહો ! મારી નિર્ભાગ્યતા, અહો ! મારા કાર્પષ્યનો અતિરેક, અહો મારું અવિચારકપણું, જે કારણથી=પાધિષ્ઠતા આદિભાવો પૂર્વમાં પોતાનામાં અતિશયવાળા હતા તે કારણથી, મારા વડે અત્યંત તુચ્છ ધનલવાદિમાં પ્રતિબદ્ધ અંત:કરણવાળા છતાં જે આ ભગવાન સર્વદા પરહિત કરવામાં નિરતમતિવાળા, નિર્દોષ સંતોષથી પોષિત શરીરવાળા, મોક્ષસુખસ્વરૂપ અનિધન એવા=નાશ ન પામે એવા, ધનઅર્જનમાં પ્રવણ અંત:કરણવાળા, ફોતરાની મુષ્ટિ જેવા નિઃસાર સંસારના વિસ્તારને જોનારા, પોતાના શરીરરૂપી પાંજરામાં પણ મમત્વબુદ્ધિ હિત મારા ધર્મગુરુ વગેરે સાધુઓ હોય છે. તેઓ પણ આ ધર્મકથાના પ્રપંચથી મને ઠગીને ખરેખર આ મહાત્માઓ મારા ધન-કનકાદિને હરશે તે પ્રમાણે પૂર્વમાં અનેક વખત પરિકલ્પના કરાઈ હતી, તેથી અધમાધમ દુષ્ટવિકલ્પને કરનારા એવા મને ધિક્કાર થાઓ. જ્યારે જીવ સદ્ગુરુના વચનથી સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે જીવને હંમેશાં અરિહંતનું સ્વરૂપ, સુસાધુનું નિઃસ્પૃહઆદિ સ્વરૂપ, નિર્લેપતાપ્રધાન ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે જેથી મોક્ષમાર્ગ જ જીવ માટે વર્તમાનમાં સુખાકારી છે. ભાવિ સુખપરંપરાનું એક કારણ છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. તેથી ગુરુએ કહેલા તે પ્રકારના સૂક્ષ્મબોધને તે મહાત્મા જાણી શકે છે. તેથી વિચારે છે કે નિઃસ્પૃહી શિરોમણિ કેવલ મારા હિત અર્થે સન્માર્ગને બતાવનારા ગુરુ વિષયક પણ ઠગવાના કુવિકલ્પો જે મે કર્યા છે તે મારી અત્યંત પાપિષ્ટતા છે અને તેનું કારણ ધનાદિની અત્યંત મૂર્છા જ છે. તે ધનાદિની મૂર્છાના અતિરેકને કારણે જ નિઃસ્પૃહી મુનિઓ જેઓ પોતાના શરીરમાં પણ મમત્વ વગરના છે, તેઓ મને ઠગીને મારા ધનનું પોતાના સ્વાર્થમાં વ્યય કરાવશે એ સર્વ પોતાની મિથ્યાકલ્પના છે તેવો સ્થિર નિર્ણય તે જીવને થાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy