SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૯૭ કારણ નથી. પરંતુ ભોગવિલાસની પરિણતિની ક્ષીણતાનાં કારણ છે. તેથી જે ભોગોથી સુખ ઉત્પન્ન થાય, ક્લેશ ઉત્પન્ન ન થાય તે નિરુપચરિત ભોગો કહેવાય અને પ્રધાનરૂપે તેવા શ્રેષ્ઠ ભોગોથી દેવલોકમાં વર્તતા ભગવાનના શાસનમાં અંતરવર્તી દેવોના ભોગો છે તેને આશ્રયીને ભગવાનનું શાસન નિરુપચરિત શબ્દાદિ વિષયોના ભોગોથી સુંદર છે તેમ કહેવું અઘટમાન નથી. पुण्यानुबन्धिपुण्यफलम् तद्वर्णनेन चैतल्लक्षणीयं, यदुत-भोगास्तावत्पुण्योदयेन संपद्यन्ते, किन्तु तदेव पुण्यं द्विविधंपुण्यानुबन्धि पापानुबन्धि च। तत्र ये पुण्यानुबन्धिपुण्योदयसम्पाद्याः शब्दाधुपभोगास्त एव सुसंस्कृतमनोहरपथ्यान्नवत्सुन्दरविपाकतया निरुपचरितशब्दादिभोगवाच्यतां प्रतिपद्यन्ते, ते हि भुज्यमानाः स्फीततरमाशयं संपादयन्ति, ततश्चोदाराभिप्रायोऽसौ पुरुषो न तेषु प्रतिबन्धं विधत्ते, ततश्चासौ तान् भुञ्जानोऽपि निरभिष्वगतया प्राग्बद्धपापपरमाणुसञ्चयं शिथिलयति, पुनश्चाभिनवं शुभतरविपाकं पुण्यप्राग्भारमात्मन्याधत्ते, स चोदयप्राप्तो भवविरागसम्पादनद्वारेण सुखपरम्परया तथोत्तरक्रमेण मोक्षकारणत्वं प्रतिपद्यत इति हेतोः सुन्दरविपाकास्तेऽभिधीयन्ते। પુણ્યાનુબંધી પુણ્યનું ફળ અને તેના વર્ણનથી=દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવોના ભોગોના વર્ણનથી, આ લક્ષણીય છે= આ જાણવા જેવું છે જે “યત થી બતાવે છે. ભોગો પુણ્ય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ તે પુણ્ય બે પ્રકારનું છેઃ (૧) પુણ્યાનુબંધી (૨) પાપાનુબંધી. ત્યાં બે પ્રકારના પુણ્યમાં, જે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી સંપાઘ શબ્દાદિ ઉપભોગો છે તે જ સુસંસ્કૃત મનોહર અને પથ્ય અન્નની જેમ સુંદર વિપાકપણું હોવાને કારણે તિરુપચરિત શબ્દાદિ ભોગવાચ્યતાને પ્રાપ્ત કરે છે. હિં=જે કારણથી, ભોગવાતા એવા તે= પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગો, ફીતતર આશયને પ્રાપ્ત કરે છેઃ સમૃદ્ધ આશયને પ્રાપ્ત કરે છે અને તેથી ઉદાર અભિપ્રાયવાળો એવો આ પુરુષ તેમાં=જોગોમાં, પ્રતિબંધને ધારણ કરતો નથી. અને તેથી=જોગોમાં ગાઢ લિપ્સા નહીં હોવાથી, આ=ભોગોને ભોગવનારા મહાત્મા, તેઓને ભોગવતા પણ શબ્દાદિ વિષયોને ભોગવતા પણ, નિરભિળંગપણાને કારણે પૂર્વમાં બંધાયેલા પાપપરમાણુઓના સંચયને શિથિલ કરે છે. વળી, અભિનવ શુભતર વિપાકવાળા પુણ્યપ્રાગભાર=પુણ્યના સમૂહને, આત્મામાં આધાર કરે છે અને ઉદય પ્રાપ્ત એવા તે=ભોગકાળમાં શુભતર વિપાકવાળા બંધાયેલા પુણ્યનો સમૂહ જ્યારે જ્યારે ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે તે પુણ્ય, ભવવિરાગના સંપાદન દ્વારા સુખપરંપરાથી તે પ્રકારના ઉત્તરના ક્રમથી વર્તમાનમાં જે પ્રકારે ભોગસુખની પ્રાપ્તિ થઈ તે પ્રકારના જ શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર ભોગ સંપાદન રૂ૫ ઉત્તરના ક્રમથી, મોક્ષના કારણપણાને પ્રાપ્ત કરે છે. એ હેતુથી તે પુણ્યાનુબંધી પુણ્યથી સંપાઘ શબ્દાદિ ભોગો, સુંદરવિપાકવાળા કહેવાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy