SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જે ભોગો પ્રાપ્ત થાય છે, તે પુણ્ય ભગવદ્ભક્તિ, સંયમનું પાલન, તત્ત્વની વિચારણા ઇત્યાદિ વિવેકવાળી પ્રવૃત્તિઓથી બંધાયેલું છે. તેથી તે સર્વ પ્રવૃત્તિકાળમાં બહુલતાએ વિવેકી જીવોને આત્માની નિષ્કષાય અવસ્થા પ્રત્યે પ્રવર્ધમાન રાગ પ્રવર્તે છે. અને તે નિષ્કષાય અવસ્થા પ્રત્યેનો રાગ તત્ત્વના રાગ સ્વરૂપ છે. અને તત્ત્વના રાગથી બંધાયેલા પુણ્યના ઉદયથી જ્યારે દેવાદિભવમાં ભોગો પ્રાપ્ત થાય છે. ત્યારે તે ભોગોની ઇચ્છા થાય છે તો પણ તે ભોગ પ્રત્યેના રાગ કરતાં અધિકરાગ તત્ત્વોનો છે. અને તેના કારણે તે મહાત્માઓને આત્માની નિરાકુળ અવસ્થા અત્યંત વારંવાર સ્મરણમાં આવે છે અને ભોગની ઇચ્છારૂપ આકુળતા તેઓને અત્યંત પ્રિય નથી. છતાં ભોગની ઇચ્છા થાય છે ત્યારે પણ તત્ત્વ પ્રત્યેનો બદ્ધરાગ હોવાથી તે ભોગની ઇચ્છા અધિક અધિક ભોગની ઇચ્છાનું જનક બને તેવા સંસ્કારોનું આધાન કરતી નથી. પરંતુ યત્કિંચિત્ જે ભોગમાં લિપ્સા છે તે ભોગની ક્રિયાથી શાંત-શાંતતર થાય છે. તેથી ઇચ્છાની અનાકુળ અવસ્થા પ્રત્યેનો તેઓનો રાગ પૂર્વ-પૂર્વ કરતા અધિક થાય છે. તેથી જ કહ્યું છે કે તે ભોગોથી તેઓનો ફીતતર આશય થાય છે. અને તે ભોગોની પ્રવૃત્તિથી પણ પૂર્વમાં બંધાયેલા ઘાતિકર્મરૂપ પાપપ્રકૃતિઓ નાશ થાય છે. જેનાથી વિશેષ પ્રકારની નિર્મળબુદ્ધિ પ્રગટે છે. વળી, વિશેષ પ્રકારના શુભ અધ્યવસાયપૂર્વક જે નવું પુણ્ય બાંધે છે તે પણ પુણ્ય ઉત્તરોત્તરના ભવમાં અધિક-અધિક બાહ્ય સુખરૂપ અને અંતરંગ કષાયની અલ્પતારૂપ સ્વસ્થાને પ્રાપ્ત કરાવીને મોક્ષ પ્રાપ્તિનું કારણ બનશે. पापानुबन्धिपुण्यफलम् ये तु पापानुबन्धिपुण्योदयजनिताः शब्दादिविषयानुभवास्ते सद्योघातिविषोपदिग्धमोदकवद्दारुणपरिणामतया तत्त्वतो भोगा एव नोच्यन्ते, यतस्ते मरुमरीचिकाजलकल्लोला इव तदुपभोगार्थं धावतः पुरुषस्य विफलश्रमसम्पादनेन गाढतरं तृष्णामभिवर्द्धयन्ति, न तु संपद्यन्ते, कथञ्चित्सम्प्राप्ता अपि ते भुज्यमानाः क्लिष्टमाशयं जनयन्ति, ततश्च तुच्छाभिप्रायोऽसौ पुरुषोऽन्धीभूतबुद्धिस्तेषु नितरां प्रतिबन्धं विधत्ते, ततस्तान् कतिपयदिवसभाविनो भुञ्जानस्तत्सम्पादकं प्रागुपनिबद्धं पुण्यलवं व्ययकलयति, पुनश्चोदग्रगुरुतरपापभारमात्मन्याधत्ते, ततश्च तेनोदयप्राप्तेनानन्तदुःखजलचराकुलं संसारसागरमनन्तकालं स जीवः परावर्त्तते, तेन ते पापानुबन्धिपुण्यसम्पाद्याः शब्दादयो दारुणपरिणामा इत्यभिधीयन्ते। પાપાનુબંધી પુણ્યનું ફળ જે વળી, પાપાનુબંધી પુણ્યના ઉદયથી જનિત શબ્દાદિ વિષયતા અનુભવો છે તે સઘઘાતિ એવા વિષથી ઉપદિગ્ધ મોદકની જેમ દારુણ પરિણામપણું હોવાને કારણે તત્વથી ભોગો જ કહેવાતા નથી. જે કારણથી તેઓ પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગો, મરુમરીચિકા જલકલ્લોલની જેમ=મભૂમિમાં સૂર્યનાં કિરણોને કારણે ભ્રાંતિથી દેખાતા જલના કલ્લોલની જેમ, તેના ઉપભોગ માટે દોડતા પુરુષને વિફલશ્રમ સંપાદન દ્વારા ગાઢતર તૃષ્ણાને વધારે છે પરંતુ પ્રાપ્ત થતા નથી=સ્વસ્થતાની પ્રાપ્તિના
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy