SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શક્તિસંચય અર્થે જ પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વપ્રકારની ઉચિત ક્રિયાઓ તે શ્રાવિકાઓ કરે છે, ક્વચિત્ અનાદિ પ્રમાદને વશ નિમિત્તોને પામીને શક્તિ હોવા છતાં પ્રમાદનું સેવન થાય ત્યારે તેઓને સંતાપ થાય અને વિચારે છે કે મનુષ્યભવ પ્રાપ્ત થયેલો હોવા છતાં, સંસારના ઉચ્છેદને અનુકૂળ શક્તિ હોવા છતાં મૂઢતાને કારણે આ પ્રકારનો પ્રમાદ મારાથી થાય છે. તેમ વિચારીને મૂઢતાના પરિહાર અર્થે સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષના ઉપાયભૂત મોક્ષમાર્ગનું સ્વરૂપ તેઓ સદા જાણવા યત્ન કરે છે, જાણીને તેનાથી આત્માને ભાવન ક૨વા યત્ન કરે છે, જેથી થયેલો તે યથાર્થબોધ વજ્રની ભીંત જેવો અત્યંત સ્થિર ક્ષયોપશમવાળો બને અને જેઓ તે પ્રકારે કંઈ યત્ન કરતા નથી, માત્ર જન્મથી જ આપણે જૈન છીએ તેમ માનીને ભગવપૂજા આદિ બાહ્યક્રિયાઓ કરે છે. છતાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થતી નથી અને સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્ન કરતા નથી, તેઓ સ્થૂલથી ભગવાનના શાસનમાં છે તેમ દેખાય તોપણ પરમાર્થથી ભગવાનના શાસનથી બહિર્ભૂત છે; કેમ કે જન્મથી કે સ્થૂલધર્મની આચરણાથી ભગવાનના શાસનમાં પ્રવેશ થતો નથી. પરંતુ ક્ષયોપશમભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશ થાય છે. અને તે ક્ષયોપશમભાવ તત્ત્વના યથાર્થ દર્શન સ્વરૂપ છે. ઉપનય ઃ शासनस्थानां निरुपचरितविषयभोगः तथा-यथा 'तद्राजभवनं निरुपचरितशब्दादिविषयोपभोगविमर्द्दसुन्दरं ' तथेदमपि विज्ञेयं, तथाहिसर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद् बहिर्भूता भवितुमर्हन्ति, ततश्च तथाविधविबुधाधारभूतस्यास्य निरुपचरितशब्दादिविषयोपभोगविमर्द्दसुन्दरता न दुरुपपादा। ઉપનયાર્થ : જૈનશાસનમાં રહેલાઓના નિરુપચરિત વિષયભોગોનું વર્ણન અને જે પ્રમાણે તે રાજભવન ‘નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા વિમર્દથી સુંદર છે' તે પ્રમાણે આ પણ=ભગવાનનું શાસન પણ, જાણવું, ‘તાર્દિ’થી ભગવાનનું શાસન કેવા ભોગોથી સુંદર છે તે સ્પષ્ટ કરે છે. સર્વ પણ દેવેન્દ્રો આના મધ્યપાતિ વર્તે છે=ભગવાનના શાસનમાં વર્તે છે, અને જે અન્ય પણ મહર્ધિક દેવોનો સંઘાત છે તેઓ પણ પ્રાયઃ ભગવાનના શાસનરૂપ ભવનથી બહિર્ભૂત થવા માટે યોગ્ય નથી. તેથી તેવા પ્રકારના દેવોના આધારભૂત એવા આની=ભગવાનના ભવનની, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગના વિમર્દથી સુંદરતા ઉપપાદન ન થઈ શકે તેમ નથી. ભગવાનના શાસનમાં વર્તતા જીવો જે ભોગવિલાસ કરે છે તે પણ ચિત્તની સ્વસ્થતા આપાદન કરીને ક્લેશની અલ્પતા કરે છે; કેમ કે ધર્મથી નિયંત્રિત મતિવાળા જીવોના ભોગો કષાયોના ક્લેશની વૃદ્ધિનાં
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy