SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોય છે. તેથી, શત્રુઓના સાથે પ્રસંગ આવે તો શું ઉચિત છે તેનો નિર્ણય કરી શકે છે. તેમ મંત્રી જેવા ઉપાધ્યાય પણ સંસારની સર્વ વ્યવસ્થાના પરમાર્થને જાણનારા હોય છે તેથી આચાર્યોને ઉચિત સલાહ આપીને ભગવાનના શાસનની ધુરાને સુસ્થિર કરવામાં કારણ બને છે. વળી, જેમ મંત્રીઓ પ્રજ્ઞાથી જ શત્રુવર્ગની અવજ્ઞા કરનારા હોય છે એથી મંત્રીની પ્રજ્ઞાથી જ રાજાના શત્રુઓ હંમેશાં ભય પામતા હોય છે. વળી, મંત્રીઓ સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા હોય છે. તેમ ઉપાધ્યાય ભગવાનના બતાવેલા રહસ્યભૂત ગ્રંથોમાં કુશળ હોવાથી મંત્રી તુલ્ય છે. અને મહાયોદ્ધા અહીં=ભગવાનના શાસનમાં, ગીતાર્થ સાધુઓ જાણવા જે કારણથી તેઓ ગીતાર્થ સાધુઓ, સત્વભાવનાથી ભાવિત ચિતપણું હોવાને કારણે=મોક્ષમાર્ગને અનુકૂળ દૃઢ યત્ન કરવાનું કારણ બને તેવા આત્માના સાત્વિક સ્વરૂપનું પુનઃ પુનઃ ભાવન કરીને ભાવિત ચિત્તવાળા હોવાથી, દૈવિક ઉપસર્ગ આદિમાં પણ શોક પામતા નથી, ઘોર પરિસહમાં ભય પામતા નથી. વધારે શું કહેવું? સાક્ષાત્ મૃત્યુ જેવા પરમ ઉપદ્રવકારી સામે જોઈને પણ ત્રાસ પામતા નથી. આથી જ=ગીતાર્થો સત્વ ભાવનાથી ભાવિત હોવાથી જ, તેઓ ગીતાર્થ સાધુઓ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલતી આપત્તિમાં મગ્ન એવા ગચ્છ, કુલ, ગણ, સંઘતા જીવોને પરં પરાકરણ દ્વારા=પ્રકૃષ્ટ આપત્તિઓના નિરાકરણ દ્વારા, વિસ્તારને કરનારા છે. એ હેતુથી મહાયોદ્ધા કહેવાય છે. ગીતાર્થ સાધુઓ ભગવાનના વચનના સૂક્ષ્મભાવોથી અત્યંત ભાવિત હોય છે તેથી પોતાના સંઘયણબળને અનુરૂપ મોહનાશને અનુકૂળ મહાસત્ત્વ તેઓનું સદા સ્કુરાયમાન થાય છે. તેથી ઉપસર્ગ અને પરિસો પણ તેઓને વ્યાકુળ કરી શકતા નથી. સંઘયણબળના અભાવને કારણે ક્વચિત્ ઉચિત ઉપાય દ્વારા તેનો પરિહાર કરે તોપણ ઉપસર્ગ પરિષદકાળમાં સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્નમાં તેઓ સ્કૂલના પામતા નથી. વળી, ક્યારેક મૃત્યુ સામે આવે તોપણ મહાસાત્ત્વિક એવા તેઓ સમભાવનું દઢ અવલંબન લઈને સંયમનું રક્ષણ કરે તેવા છે આથી જ જેમ યોદ્ધાઓ શત્રુ સામે લડીને રાજાના પ્રજાજનોનું રક્ષણ કરે છે, તેમ ગીતાર્થ મહાત્માઓ સાધુના સમુદાયરૂપ ગચ્છ, કુળ, ગણ કે ચતુર્વિધ સંઘ કોઈ આપત્તિમાં આવેલ હોય ત્યારે પ્રકૃષ્ટ યત્ન કરીને યોદ્ધાની જેમ તેઓની આપત્તિઓનું નિરાકરણ કરે છે માટે ગીતાર્થ સાધુઓ મહાયોદ્ધા જેવા કહેવાય છે. ___ गणचिन्तकानां नियुक्तकोपमाः नियुक्तकाः पुनरत्र गणचिन्तका ग्राह्याः, त एव यतो बालवृद्धग्लानप्राघूर्णकाद्यनेकाकारासहिष्णुपरिपाल्यपुरुषसमाकुलाः कुलगणसङ्घरूपाः पुरकोटीकोटीर्गच्छरूपांश्चासङ्ख्यग्रामाकरान् गीतार्थतयोत्सर्गापवादयोः स्थानविनियोगनिपुणाः प्रासुकैषणीयभक्तपानभैषज्योपकरणोपाश्रयसंपादनद्वारेण सकलकालं निराकुलाः पालयितुं क्षमाः, त एव चाविपरीतस्थित्या आचार्यनियोगकारितया नियुक्तकध्वनिनाऽभिधेया भवितुमर्हन्ति।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy