SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૧૮૭ ગણચિંતકોને નિયુક્તની ઉપમા વળી, કથાનકમાં કહેવાયેલા નિયુક્ત અહીં=ભગવાનના શાસનમાં, ગણચિંતકોને જાણવા જે કારણથી, તેઓ જ=ગણચિંતકો જ, બાલ, વૃદ્ધ, ગ્લાન આદિ અનેક આકારવાળા શરીરથી અસહિષ્ણુનું પરિપાલન કરવા, યોગ્ય પુરુષોનું પરિપાલન કરવામાં સમાકુળ હોય છે. વળી ઉત્સર્ગ-અપવાદમાં ગીતાર્થપણું હોવાને કારણે સ્થાનવિનિયોગમાં નિપુણ, પ્રાસુક ઐષણીય એવું ભક્ત, પાન, ઔષધ, ઉપકરણ અને ઉપાશ્રયના સંપાદન દ્વારા સકલકાલ કુલ, ગણ, સંઘરૂપ કોટાકોટી નગરો અને ગચ્છરૂપ અસંખ્ય ગ્રામ, આકારોનું નિરાકુળ પાલન કરવામાં સમર્થ છે. અને તેઓ જ=ગણચિંતકો જ, અવિપરીત સ્થિતિથી=ઉચિત પ્રવૃત્તિથી, આચાર્યના નિયોગનું કારીપણું હોવાથી=આચાર્યના આદેશનું સમ્યક્ પાલન કરનારા હોવાથી, નિયુક્ત શબ્દથી અભિધેય થવા માટે યોગ્ય છે. જેમ નિયુક્ત પુરુષો નગરનું ચોર આદિથી રક્ષણ કરે છે, રાજાની આજ્ઞાનું સમ્યગ્ પાલન કરે છે, તેમ ગણચિંતકો સુસાધુ આદિનું બાહ્ય ઉપદ્રવોથી ઉચિત ૨ક્ષણ કરીને તેઓને સંયમયોગની વૃદ્ધિમાં સહાયક થાય છે. અને આચાર્યએ જે કાર્ય કરવા માટે તેમને સોપ્યું છે તેને યથાર્થ કરીને પાર ઉતારે છે. માટે ગણચિંતકો તે રાજમંદિરમાં નિયુક્તો છે તેમ કહેલ છે. साधूनां नियुक्तकोपमाः तलवर्गिकाः पुनरत्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो ज्ञातव्याः, यतस्ते दत्तावधानाः संपादयन्त्याचार्यादेशं, कुर्वन्त्युपाध्यायाज्ञां विदधति गीतार्थवृषभविनयं, न लङ्घयन्ति गणचिन्तकप्रयुक्तमर्यादां, नियोजयन्त्यात्मानं गच्छकुलगणसङ्घप्रयोजनेषु स्वजीवितव्यव्ययेनापि, निर्वहन्ति तेषामेव गच्छादीनामशिवाद्यपायव्यतिकरेषु, अत एव ते शूरताभक्तताविनीततास्वभावादलं तलवर्गिकशब्दवाच्याः । यतश्चेदं मौनीन्द्रशासनभवनमनुज्ञातं सूरीणां चिन्त्यते सदुपाध्यायै, रक्ष्यते गीतार्थवृषभैः, परिपुष्टिं नीयते गणचिन्तकैः, विहितनिश्चिन्तसमस्तव्यापारं सामान्यसाधुभिरतस्तैरधिष्ठितमित्युच्यते । સાધુઓને તળવર્ગીની ઉપમા વળી, તલવર્ગિકો=પૂર્વમાં કહેલી કથામાં જે તલવર્ગિકો કહ્યા તે અહીં, ભગવાનના શાસનરૂપી ભવનમાં સામાન્ય સાધુઓ જાણવા, જે કારણથી દત્તઅવધાનવાળા તેઓ આચાર્યના આદેશને સંપાદન કરે છે=આચાર્ય સંયમનાં અનુષ્ઠાનો કઈ રીતે નિર્જરાનું કારણ બને તે સૂક્ષ્મ બતાવે છે અને તે રીતે અવધારણ કરીને તેને સંપાદન કરે છે, જેથી સંયમના કંડકોની સદા વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વળી, ઉપાધ્યાયની આજ્ઞાને કરે છે=ઉપાધ્યાય શાસ્ત્રઅધ્યયન આદિ કરાવીને જે પ્રકારે શાસ્ત્રથી ભાવિત થવાનું સૂચન કરે છે, તે પ્રકારે જ ભાવિત થઈને સંચિત વીર્યવાળા થાય છે. ગીતાર્થ વૃષભના વિનયને કરે છે=સાધુઓ કઈ રીતે સંયમની વૃદ્ધિ કરી શકે તેમાં તેઓને સહાયક દ્વારા અને તેમના પાસેથી યોગમાર્ગના પરમાર્થને જાણવા માટે ઉચિત યત્નપૂર્વક વિનય કરે છે. ગણચિંતકોની પ્રયુક્ત
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy