SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ : આચાર્યને રાજાની, ઉપાધ્યાયને અમાત્યની અને ગીતાર્થોને મહાયોદ્ધાની ઉપમા હવે જે કહેવાયું પૂર્વના કથાનકમાં કહેવાયું, કે રાજા, અમાત્ય, મહાયોધા, નિયુક્ત, તલવર્ગ કોટવાલ આદિથી, અધિષ્ઠિત તે રાજમંદિર હતું તે આજે પણ ભગવાનના શાસનને પણ, વિશેષ બતાવે છેકઈ રીતે રાજા આદિથી અધિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે, તત્ર વાક્યના પ્રસ્તાવમાં છે, અહીં ભગવાનના શાસનરૂપી મંદિરમાં રાજાઓ સૂરિઓ જાણવા, તેઓ જ જે કારણથી અંતરંગ જાજ્વલ્યમાન એવા મહાતપરૂપી તેજથી પ્રલથીભૂત રાગાદિ શત્રુઓના વર્ગવાળા છે અને બહારથી પ્રશાંત વ્યાપારપણું હોવાથી જગતના આનંદના હેતુ છે. અને તેઓ જ ગુણરત્વથી પરિપૂર્ણ લોકમાં પ્રભુપણાના યોગિપણાથી તિરુપચરિત રાજા શબ્દથી વાચ્ય છે. જેમ રાજાઓ પોતાના તેજથી શત્રુવર્ગને હણે છે તેમ ભગવાનના શાસનની ધુરાને વહન કરનારા ભાવાચાર્યો અંતરંગ મોહનાશને અનુકૂળ જાજ્વલ્યમાન તેજવાળા હોવાથી તેઓના રાગાદિ શત્રુ નષ્ટપ્રાયઃ હોય છે. વળી, રાજા સુંદર હોય તો લોકોના આનંદનો હેતુ થાય છે. તેમ આચાર્યો છત્રીસ ગુણોથી કલિત હોવાને કારણે બાહ્યથી સર્વ પાપવ્યાપારથી નિવૃત્ત થયેલા હોવાને કારણે, ચિત્ત ભગવાનના વચનથી વાસિત થયેલ હોવાને કારણે પ્રશાંત વ્યાપારવાળા હોય છે. વળી, જેમ રાજા નગરના પ્રભુત્વને ધારણ કરે છે. તેમ, ગુણરત્નથી પરિપૂર્ણ એવા આચાર્યો ભગવાનના શાસનમાં વર્તતા સર્વ યોગ્ય જીવોને ઉચિત પ્રવૃત્તિ કરાવવામાં પ્રબળ કારણ હોવાથી તે સર્વના સ્વામી જેવા છે તેથી તેઓને રાજા શબ્દથી કહેવું તે ઉચિત જ છે. અને મંત્રી અહીં=ભગવાનના શાસનમાં, ઉપાધ્યાય જાણવા, જે કારણથી વિદિત થયેલા વીતરાગતા આગમના સારપણાને કારણે=વીતરાગતા આગમતા પરમાર્થને જાણનારા હોવાના કારણે, સાક્ષાત્ ભૂત સમસ્ત ભવનના વ્યાપારવાળા=સંસારની કયા પ્રકારની વ્યવસ્થા છે અને તેમાં કયો જીવ કયું કૃત્ય કરીને હિત સાધી શકશે, કયું કૃત્ય કરીને હિત નહીં સાધી શકશે ઈત્યાદિ સર્વ પદાર્થોના ભાવોને જાણનારા, પ્રજ્ઞાથી અવજ્ઞાત કર્યા છે રાગાદિ વૈરિક સમૂહ જેમણે એવા, રહસ્યભૂત એવા ગ્રંથોમાં કૌશલશાલિપણું હોવાને કારણે સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા છે=આત્માના હિત માટે કઈ નીતિ અપનાવવી જોઈએ અને અન્ય જીવોના હિત અર્થે કઈ નીતિ અપનાવવી જોઈએ તે બતાવનાર સર્વ નીતિશાસ્ત્રને જાણનારા છે એ પ્રમાણે કહેવાય છે. અને સુબુદ્ધિના વૈભવથી પરિતુલિતભુવનપણાને કારણે અવિકલ અમાત્ય શબ્દને વહન કરતા તેઓ જ શોભે છે=ઉપાધ્યાયો જ શોભે છે. જેમ, મંત્રીઓ નગરની સર્વ વ્યવસ્થા કઈ રીતે સુબદ્ધ થાય તેના પરમાર્થને જાણનારા હોય છે તેમ ઉપાધ્યાય પણ ભગવાનના આગમના રહસ્યને જાણનારા હોવાથી ભગવાનના શાસનની વ્યવસ્થા કઈ રીતે સુબદ્ધ થઈ શકે તેના જાણનારા હોય છે. વળી, મંત્રીઓ અન્ય રાજાઓના બલાદિ પરિસ્થિતિને જાણનારા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy