SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આ પણ જીવ=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો સંસારી જીવ, મહામોહથી ગ્રસ્ત ચિત્તવૃત્તિપણું હોવાને કારણે ઉપવર્ણિત સ્થિતિથી=પૂર્વમાં વર્ણન કરાયેલા કથન અનુસારથી, જે આ અશેષ દોષરાશિથી દૂષિત, વિષય, ધન આદિક છે તેને જ અતિસુંદર અને આત્મહિત ચિત્તમાં કલ્પે છે. જે વળી, પારમાર્થિક, સ્વાધીન, નિરતિશય આનંદના સમૂહને દેનાર, મહાકલ્યાણ સ્વરૂપ સચ્ચારિત્રરૂપ પરમાન્ન છે, તેને–તે પરમાન્નને, મહામોહની નિદ્રાથી તિરોહિત થયેલા સદ્વિવેકરૂપી લોચનયુગલવાળો આ રાંકડો=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો સંસારી જીવ, ક્યારેય પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે જો આ જીવ અનાદિ ભવભ્રમણમાં પૂર્વે જ તેને=પરમાન્નને, ક્યારેક પ્રાપ્ત કર્યું હોત તો અશેષ ક્લેશરાશિના છેદરૂપ મોક્ષની અવાપ્તિ થવાથી=પ્રાપ્તિ થવાથી આટલો કાળ સુધી ગહન અટવીમાં ભટકત નહીં અને જે કારણથી આ જીવ હજી પણ ભમે છે તેથી આ મારા જીવ વડે સચરણરૂપ સદ્ભોજન પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત કરાયું નથી. એ પ્રમાણે નિશ્ચય થાય છે. ભાવાર્થ: સંસારી જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અનુકૂળ એવા બાહ્યપદાર્થોથી સુખ થાય છે અને પ્રતિકૂળ બાહ્યપદાર્થોથી દુઃખ થાય છે. તેવી સ્થિર બુદ્ધિ હોય છે. પરંતુ આત્માની અનાકુળ અવસ્થા પારમાર્થિક સુખ રૂપ છે તેની ગંધ માત્ર પ્રાપ્ત થયેલ નથી. તેથી જે જે બાહ્યપદાર્થો પોતાને તે તે ભવને કારણે સુખરૂપ બને છે તેમાં જ તેને ગાઢ આકિત થાય છે. તેથી, કોઈક રીતે મનુષ્યભવને પામીને જ્યારે સ્ત્રીમાં અત્યંત રાગ થાય છે, ત્યારે તે સ્ત્રીઓ સાથે વિલાસ ક૨વાના કુવિકલ્પો કઈ રીતે કરે છે ? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. ક્વચિત્ ભગવાનના શાસનને પામેલા જીવોને પણ વેદના ઉદયથી ભોગની ઇચ્છા થાય તોપણ તેઓનું માનસ આત્માની નિરાકુલ અવસ્થા પ્રત્યે અતિરાગવાળું હોય છે તેથી હંમેશાં ભગવદ્ભક્તિ આદિ કરીને વિકારોને શાંત કરવા યત્ન કરે છે. વળી સ્ત્રીઆદિ પ્રત્યે ભોગની ઇચ્છા થાય તોપણ તે મહાત્માઓ નિરર્થક કુવિકલ્પો કરીને બહુ કદર્થના પામતા નથી. જેમ, સ્થૂલિભદ્રને કોશા પ્રત્યે રાગ થયો, બા૨વર્ષ સુધી ત્યાં રહીને માત્ર ભોગવિલાસ કર્યો તોપણ તત્ત્વને જોનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞા હોવાથી સહેજ નિમિત્તને પામીને સંસાર પ્રત્યે વિરક્તભાવ થયો, સંયમ ગ્રહણ કર્યું અને તે પ્રકારે ચિત્તને તત્ત્વથી ભાવિત કર્યું જેથી કોશા પ્રત્યેનો જે અલ્પરાગ હતો તે પણ નષ્ટપ્રાયઃ થયો. જ્યારે સર્વજ્ઞ શાસનની પ્રાપ્તિના પૂર્વે જીવોને ભોગથી ક્યારેય તૃપ્તિ થતી નથી. પરંતુ ભોગની ઇચ્છાની જ વૃદ્ધિ થાય છે. શરીર ભોગ કરવા અસમર્થ થાય તોપણ ચિત્તમાં તે વિકારો હંમેશાં પીડા કરે છે તેથી તે ભોગો તેના માટે કદશ સ્વરૂપ બને છે. તેનાથી વિકારોની જ વૃદ્ધિ થાય છે. અને જેમ કદક્ષ ખાવાથી શરીરના રોગો વધે છે તેમ કર્મરૂપી રોગ વધવાને કારણે નરકાદિની પ્રાપ્તિરૂપ અનેક પીડાઓ તે જીવને પ્રાપ્ત થાય છે. વળી, તે જીવો કંઈક પુણ્યલવ કરીને મનુષ્ય કે દેવભવમાં આવે ત્યાં પણ વિકારી માનસ અત્યંત હોવાથી તેઓને તે ભોગો અતિકદર્થના કરનારા બને છે. વળી, તે કુભોજનને જ તે ભિખારી સુંદર માને છે. તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવો પણ ક્લેશ કરાવનારા ભોગોને જ સુંદર માને છે. વળી આત્માની
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy