SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૭૧ સ્વસ્થતાને કરાવનાર મહાકલ્યાણના કારણભૂત સહ્યારિત્રરૂપ સંયમ ગ્રહણ કરે તોપણ જ્યાં સુધી મહામોહની નિદ્રાથી તિરોહિત અવિવેકરૂપી ચહ્યું છે ત્યાં સુધી તેઓ ચારિત્રાચારનું સેવન કઈ રીતે સુખાકારી છે તેને જાણી શકતા નથી. તેથી માત્ર બાહ્ય કષ્ટરૂપ ચારિત્રની ક્રિયાને કરીને દેવાદિ ભવમાં જાય છે. તોપણ વિષયોની જ વૃત્તિવાળા હોવાથી સર્વત્ર ક્લેશને જ પામે છે. પરંતુ મહાકલ્યાણભૂત સહ્યારિત્ર વર્તમાનમાં કઈ રીતે સુખાકાર છે ? કઈ રીતે સુખની પરંપરાનું કારણ છે ? તે જોઈ શકે તેવી દૃષ્ટિ પોતાને હજી પ્રાપ્ત થઈ નથી. કેમ પોતાને તેવી દૃષ્ટિ અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે. જો અનાદિ ભવભ્રમણમાં પૂર્વે ક્યારેય પણ સદ્યારિત્રમાં જ ગાઢ રાગ થયો હોત તો તે મહાત્મા અત્યાર સુધીમાં ક્યારના મોક્ષમાં પહોંચી ગયા હોત; કેમ કે જેને પરમાન્નનું આસ્વાદન થાય છે તેને સતત પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. ક્વચિત્ સર્વવિરતિની શક્તિ ન હોય તો પણ પોતાની ભૂમિકાનુસાર સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે યત્ન કરીને સતત ચિત્તને પરમાત્રના ગુણથી વાસિત કરે છે, જેમ ભોજનના રસિયા જીવને ભોજનની વાર્તામાં પણ રસ ઉત્પન્ન થાય છે, કામના રસિયા જીવને કામની વાર્તામાં પણ રસ ઉત્પન્ન થાય છે તેમ, પરમાન્નના રસિયા જીવને સદા પરમાન્નના ભોજનમાં જ ઉત્કટ ઇચ્છા વર્તે છે અને તેની પ્રાપ્તિ ન થાય તો પણ તેની વાર્તામાં જ તેને રસ આવે છે. આથી જ તેવા મહાત્માઓ સચારિત્રને સેવનારા ઉત્તમપુરુષોના ચિત્તને વારંવાર યાદ કરે છે. તેના સ્વરૂપના ચિંતવનથી પણ તે મહાત્માનું ચિત્ત ક્લેશની અલ્પ-અલ્પતરતાને પ્રાપ્ત કરે છે તેથી, જો અનાદિભવમાં પરમાન્નનું આસ્વાદન પોતાને થયું હોત તો અવશ્ય પોતે અત્યાર સુધીમાં ક્યારના મોક્ષને પ્રાપ્ત કરત. પરંતુ હજી સુધી સંસારમાં પોતે ભટકે છે તેથી નક્કી થાય છે કે પૂર્વમાં ક્યારેય તે ઉત્તમભોજનને પોતે પ્રાપ્ત કરી શક્યો નથી. ઉપનય : ____ अचरमावर्ते जीवस्य समग्रयोनिस्थाने परिभ्रमणम् यत्पुनरभ्यधायि यथा-तददृष्टमूलपर्यन्तं नगरमुच्चावचेषु गेहेषु त्रिकचतुष्कचत्वरादिषु नानारूपासु च रथ्यासु पर्यटतोऽनवरतमश्रान्तचेतसाऽनेन रोरेणानन्तशः परावर्तितम् इति, तदपि सर्वमत्र समानं विज्ञेयं, यतोऽमुनापि जीवेनाऽनादितया कालस्य भ्रमताऽनन्तपुद्गलपरावर्ताः पर्यन्तं नीताः। यथा च तस्य ‘भ्रमतो द्रमकस्य तत्र नगरे न ज्ञायते कियान् कालो लयितः इत्युक्तं तथा जीवभवभ्रमणकालकलनमपि न प्रतीतिगोचरचारितामनुभवति, निरादितया तत्परिच्छेदस्य कर्तुमशक्तेरिति। तदेवमत्र संसारनगरोदरे मदीयजीवरोरोऽयं कुविकल्पकुतर्ककुतीर्थिकलक्षणैर्दुर्दान्तडिम्भसंघातैस्तत्त्वाभिमुख्यरूपे शरीरे विपर्याससंपादनलक्षणया ताडनया प्रतिक्षणं ताड्यमानो महामोहादिरोगव्रातग्रस्तशरीरस्तद्वशेन नरकादियातनास्थानेषु महावेदनोदयदलितस्वरूपोऽत एव विवेकविमलीभूतचेतसां कृपास्थानं पौर्वापर्यपर्यालोचनविकलान्तःकरणतया तत्त्वावबोधविप्रकृष्टोऽत एव प्रायः सर्वजीवेभ्यो जघन्यतमोऽत
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy