SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ મેળવીને તેના દ્વારા પોતાના રોગોની વૃદ્ધિ કરતો હતો અને તેને અજીર્ણ થવાથી તે કદન્નના ભોગથી જ દુઃખી થતો હતો, તેમ વીતરાગના પારમાર્થિક સ્વરૂપનો લેશ પણ જેને બોધ નથી, તેથી ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી, તેવા જીવો વિષયોને ભોગવીને, માન-સન્માનાદિ મેળવીને, ક્રીડા-વિકથાદિ કરીને અંતરંગ ભાવરોગની વૃદ્ધિ કરે છે અને કર્મસંચયરૂપ અજીર્ણને પ્રાપ્ત કરે છે. જેથી દુર્ગતિઓની પરંપરાને જ પ્રાપ્ત કરે છે અને ભગવાનના શાસનને પ્રાપ્ત કર્યા પછી વિવેકી જીવો સતત ભગવાનના વચનથી આત્માને વાસિત કરે છે અને અનાદિ સંસ્કારને કારણે જ્યારે ભોગાદિની ઇચ્છા થાય છે ત્યારે પણ આ ભોગાદિની સામગ્રી વૃદ્ધિની વૃદ્ધિ દ્વારા ભાવરોગોની વૃદ્ધિનું કારણ છે. તેવું જાણતા હોવાથી “સત્સં કામ' ઇત્યાદિ શાસ્ત્રવચન દ્વારા આત્માને ભાવિત કરીને વિકારના શમન માટે યત્ન કરે છે અને વિકાર અત્યંત શાંત ન થાય તોપણ તે ભોગની પ્રવૃત્તિ વૃદ્ધિનું કારણ ન બને તે રીતે વિવેકપૂર્વક ભોગવે છે. જેથી તે ભોગથી પણ ભાવરોગની વૃદ્ધિ થતી નથી, કેમ કે ભોગ વગર ભોગની ઇચ્છા શમન ન થાય તો ભોગની પ્રવૃત્તિ દ્વારા તેવા વિકારો શાંત થવાથી આત્માની સ્વસ્થતાને જ તે જીવો પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના શાસનને પામીને ચક્રવર્તીઓ પણ ભોગોને ભોગવીને સંસારના અંતનું કારણ બને તેવા સંયમને અનુકૂળ ઉત્તમ ચિત્તને પ્રાપ્ત કરે છે અને તેવું ચિત્ત થવાથી સંયમગ્રહણ કરીને તે ભવમાં કે પરિમિતભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે તેવા જીવો માટે તે વિષયો કદન્ન બનતા નથી. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે દ્રમકને પ્રાપ્ત થયેલા સર્વ ભોગો કદસ સ્વરૂપે હતા. ઉપનય : संसारिजीवस्य मनोरथमाला ततश्चायमपि महामोहग्रस्तो जीवश्चिन्तयति यदुत'परिणेष्याम्यहमनल्पयोषितः ताश्च रूपेण पराजेष्यन्ति त्रिभुवनं, सौभाग्येनाभिमुखयिष्यन्ति मकरध्वजं, विलासैः क्षोभयिष्यन्ति मुनिहृदयानि, कलाभिरुपहसिष्यन्ति बृहस्पति, विज्ञानेन रञ्जयिष्यन्ति अतिदुर्विदग्धजनचित्तानीति तासां चाहं भविष्यामि सुतरां हृदयवल्लभः, न सहिष्यन्ते ताः परपुरुषगन्धमपि, न लङ्घयिष्यन्ति मम कदाचिदाज्ञां, करिष्यन्ति मे सततं चित्तानन्दातिरेकं, प्रसादयिष्यन्ति मां दर्शितकृत्रिमकोपविकारं, विधास्यन्ति कामोत्कोचकरणपटूनि चाटुशतानि, प्रकटयिष्यन्तीगिताकारैर्मे हृदयसद्भावं, हरिष्यन्ति नानाविकारबिब्बोकै, मानसं, हनिष्यन्ति मामनवरतं ताः परस्परेjया साभिलाषं कटाक्षविक्षेपैरिति। तथा भविष्यति मे विनीतो दक्षः शुचिः सुवेषोऽवसरज्ञो हृदयग्राही मय्यनुरक्तः समस्तोपचारकुशलः शौर्योदार्यसम्पन्नः सकलकलाकौशलोपेतः प्रतिपत्तिनिपुणोऽपहसितशक्रपरिकरः परिकर इति। तथा भविष्यन्ति मे निजयशःशुभ्रसुधाधवलतया स्वचित्तसत्रिभा अत्युच्चतया च हिमगिरिसङ्काशा
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy