SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ भोजनजातमासादयति, प्रत्युत हृदयखेदमात्मनोऽनन्तगुणं विधत्ते। अथ कथञ्चिदैववशात्कदन्नलेशमात्रमाप्नोति तदा महाराज्याभिषेकमिवासाद्य हर्षातिरेकाज्जगदप्यात्मनोऽधस्तान्मन्यते तदेतत्सर्वमत्रापि जीवे योजनीयम्। तत्रास्य संसारेऽहर्निशं पर्यटतो य एते शब्दादयो विषया यच्चैतबन्धुवर्गधनकनकादिकं यच्चान्यदपि क्रीडाविकथादिकं संसारकारणं तद्गृद्धिहेतुतया रागादिभावरोगकारणत्वात् कर्मसञ्चयरूपमहाऽजीर्णनिमित्तत्वाच्च कदन्नं विज्ञेयं, ઉપનયાર્થ : વળી જે કહેવાયું જેમ આ ભિખારી તે અદષ્ટમૂલપર્યન્ત નગરમાં દરેક ઘરે ભિક્ષા માટે ભટકતો આ પ્રમાણે ચિંતવન કરે છે. શું ચિંતવન કરે છે ? તે યદુતથી બતાવે છે. અમુક દેવદત્તબંધુ મિત્ર અને જિનદત્તના ઘરમાં હું સ્નિગ્ધ મૃષ્ટ શ્રેષ્ઠ કોટિની, ઘણી, સુસંસ્કૃત ભિક્ષાને પામીશ, તેને હું શીધ્ર ગ્રહણ કરીને જે પ્રમાણે બીજા દ્રમકો ન જુએ તે પ્રમાણે એકાંતમાં જઈશ, ત્યાં કેટલીક પણ ભિક્ષાને હું ભોગવીશ, શેષ બીજા દિવસ માટે સ્થાપન કરીશ, વળી તે ભિખારીઓ=બીજા ભિખારીઓ, ક્યારેક કોઈક લિમિત્તથી મને પ્રાપ્ત થયેલી તેને જાણશે તેથી આવીને યાચના કરતાં મને ઉપદ્રવ કરશે અને મરતા પણ એવા મારા વડે તે ભિક્ષા તેઓને આપવા યોગ્ય નથી, તેથી તેઓ જબરદસ્તીથી ગ્રહણ કરશે ત્યારે હું તેઓની સાથે યુદ્ધ પ્રારંભ કરીશ, તેથી તેઓ મને લાકડી, મૂઠી, ઢેફાં આદિથી તાડન કરશે ત્યારે હું મહામુગરને ગ્રહણ કરીને તે એક-એકનું ચૂર્ણ કરીશ. મારા વડે જોવાયેલા તે પાપી ક્યાં જશે ? આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, ખોટા વિકલ્પના જાળાના સમૂહથી આકુલિત માનસવાળો તે ભિખારી કેવલ પ્રતિક્ષણ રૌદ્રધ્યાન કરે છે. પરંતુ આ ભિખારી પ્રતિગૃહ ભટકતો પણ કંઈ ભોજનના સમૂહને પ્રાપ્ત કરતો નથી. ઊલટું પોતાના હદયના ખેદને અનંતગુણ પ્રાપ્ત કરે છે અને કોઈક રીતે ભાગ્યતા વશથી કદન્ન લેશ માત્ર પ્રાપ્ત કરે છે ત્યારે મોટા રાજ્યના અભિષેકની જેમ પામીનેeતે કદત્તને પામીને, હર્ષના અતિરેકથી જગતને પણ પોતાનાથી તુચ્છ માને છે. તે આ=પૂર્વમાં કથાનકમાં વર્ણન કર્યું તે આ, સર્વ પણ આ જીવમાં=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના ગ્રંથકારશ્રીના જીવમાં, યોજન કરવું, કઈ રીતે યોજન કરવું તે સ્પષ્ટ કરે છે. ત્યાં ભિખારીના કથાનકના યોજનમાં, આને=સતત સંસારમાં ભટકતા એવા ગ્રંથકારશ્રીના જીવને, જે શબ્દાદિ વિષયો અને જે આ બંધુવર્ગ, ધન, સુવર્ણ આદિ અને જે અન્ય પણ ક્રીડા-વિકથાદિ સંસારનું કારણ છે તે ગૃદ્ધિની કારણતા હોવાથી, રાગાદિ ભાવરોગની કારણતા હોવાથી અને કર્મસંચયરૂપ મહાઅજીર્ણનું નિમિત્તપણું હોવાથી કદણ જાણવું. જેમ કદન્ન શરીરના રોગને વધારે છે તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ, બાહ્ય પદાર્થોના ભોગોની પ્રવૃત્તિઓ વગેરે જીવમાં વૃદ્ધિની જ વૃદ્ધિ કરે છે. તેથી રાગાદિ ભાવરોગો ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, અને કર્મસંચયરૂપ મહાઅજીર્ણ પ્રાપ્ત થાય છે. માટે જેમ તે ભિખારી કદને
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy