SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે આ પ્રમાણે – શક્રાદિ વડે પરવશ એવો તે આજ્ઞા કરાય છે. પરના ઉત્કર્ષના દર્શનથી ખેદ પામે છે=પોતાની પાસે ઘણી દેવની સમૃદ્ધિ હોવા છતાં પોતાનાથી અધિક સમૃદ્ધિવાળા દેવોને જોઈને હંમેશાં પોતાની તુચ્છ પ્રકૃતિને કારણે ખેદ પામે છે. પૂર્વભવમાં કરાયેલા પ્રમાદના સ્મરણથી સતત ઝૂરે છે અર્થાત્ મેં પૂર્વભવમાં તેવા ઉત્કર્ષવાળો દેવભવ મળે તેવો યત્ન કર્યો નહિ જેથી આજે મને હીન સામગ્રી મળી છે તે પ્રકારે વિર્ભાગજ્ઞાનથી જાણીને ઝૂરે છે. અસ્વાધીન એવી દેવીઓની પ્રાર્થનાથી બળે છે=જે અપરિગૃહીત દેવીઓ છે તેઓ પ્રત્યે પોતાને કોઈક રીતે રાગ થાય છતાં તે દેવીઓ તેને સ્વીકારે નહીં ત્યારે વારંવાર પ્રાર્થના કરીને બળ્યા કરે છે. તેના નિદાનના ચિંતવનથી તે અસ્વાધીન દેવીની પ્રાપ્તિના ઉપાયના ચિંતવનથી, હંમેશાં ચિત્ત શલ્યવાનું રહે છે અર્થાત્ શું ઉપાય કરું કે જેથી તે દેવી સ્વાધીન થાય તે પ્રકારની વિચારણાઓથી દુઃખી થાય છે. મોટા ઋદ્ધિવાળા દેવો વડે નિંદાય છે અર્થાત તેને તુચ્છ અને વાતો ગણે છે તેથી ઋદ્ધિવાળા દેવો વડે તે જીવ દુઃખી થાય છે. પોતાના ચ્યવનના દર્શનથી વિલાપ કરે છે. ગાઢ પ્રાપ્ત આસન્ન મૃત્યુવાળો આ જીવ આક્રંદ કરે છે, સમસ્ત અશુચિના સ્થાનભૂત ગર્ભરૂપી કાદવમાં પડે છે અર્થાત્ દેવભવમાંથી ચ્યવીને મનુષ્ય કે તિર્યંચ યોનિમાં માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. द्रमककुविकल्पोपनयः एवं स्थिते-यद् द्रमकं वर्णयताऽभ्यधायि यदुत- सर्वाङ्गीणमहाघाततापानुगतचेतनः। हा मातस्त्रायतामित्थं दैन्यविक्रोशविक्लव।।१२५ ।। इति, तदस्यापि जीवस्य तुल्यमेव द्रष्टव्यम्, त(य)स्मादस्याः सर्वस्या महानर्थपरम्परायाश्चा(:स्वा)-त्मगताः कुविकल्पास्तत्सम्पादकाः कुदर्शनग्रन्थास्तत्प्रणेतारश्च कुतीर्थिकाः कारणमिति। यत्तून्मादादयस्तस्य द्रमकस्य रोगा निर्दिष्टास्तेऽस्य जीवस्य महामोहादयो विज्ञेयाः। तत्र मोहो मिथ्यात्वं, तदुन्माद इव वर्त्तते समस्ताकार्यप्रवृत्तिहेतुतया, ज्वर इव रागः सर्वाङ्गीणमहातापनिमित्ततया, शूलमिव द्वेषो गाढहृदयवेदनाकारणतया, पामेव कामस्तीव्रविषयाभिलाषकण्डूकारितया, गलत्कुष्ठमिव भयशोकारतिसम्पाद्यं दैन्यं जनजुगुप्साहेतुतया चित्तोद्वेगविधायितया च, नेत्ररोग इवाज्ञानं विवेकदृष्टिविघातनिमित्ततया, जलोदरमिव प्रमादः सदनुष्ठानोत्साहघातकतयेति। દ્રમકના કુવિકલ્પોનો ઉપનય આ પ્રમાણે હોતે છતે જે દ્રમુકને વર્ણન કરતા ગ્રંથકારશ્રી વડે કથાનકમાં કહેવાયું. શું કહેવાયું? તે વડુતથી બતાવે છે – સર્વ અંગોના મહાઘાતના તાપથી અનુગત ચેતનવાળો તે ભિખારી છે માતા ! મારું રક્ષણ કરો એ પ્રમાણે દીપણાથી આકુળ-વ્યાકુળ વર્તે છે તે આ જીવતું તુલ્ય જ જાણવું. જે કારણથી આ સર્વ મહા અતર્થપરંપરાનું પૂર્વમાં ચારગતિ વિષયક જે સર્વ અનર્થતી પરંપરા દર્શાવી તેનું, આત્મગત કુવિકલ્પો તેના સંપાદક કુદર્શન ગ્રંથો અને તેના પ્રણેતા એવા કુતીર્થિકો કારણ છે, જે વળી ઉન્માદ આદિ તે દ્રમકતા રોગો બતાવાયા, તે રોગો આ જીવતા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy