SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૯ મહામોહાદિ જાણવા=કથાનકમાં કહ્યું કે તે ભિખારીના શરીરમાં ઘણા રોગો હતા તે સર્વ રોગો આત્મામાં વર્તતા મિથ્યાત્વ અને કષાયોનું કાળુષ્ય છે તેમ જાણવું, ત્યાં=મહામોહાદિમાં, મોહ મિથ્યાત્વ છે તે ઉન્માદની જેમ વર્તે છે; કેમ કે સમસ્ત અકાર્યની પ્રવૃત્તિનું હેતુપણું છે. જીવ પોતાને દેહથી અભિન્ન જ જોઈને માત્ર દેહને સામે રાખીને સુખદુ:ખની વિચારણા કરે છે અને તેના કારણે જે અકાર્યો કરીને અનર્થો પ્રાપ્ત કરે છે તે સર્વેનું કારણ સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ સમ્યક અવલોકન કરવામાં બાધક એવો મિથ્યાત્વનો ઉદય છે. વળી વરના જેવો રાગ છે; કેમ કે સર્વ અંગમાં મહાતાપનું નિમિતપણું છે. શરીરમાં વર રોગ આવે છે ત્યારે શરીર અતિઉષ્ણ થાય છે તેમ રાગથી સંસારી જીવ આકુળ થાય છે તેથી આકુળ થઈને તે તે પ્રકારની ભોગાદિ પ્રવૃત્તિમાં પ્રયત્ન કરીને આકુળતા શમાવવા યત્ન કરે છે વસ્તુતઃ વિવેક નથી તેથી તે જીવો રાગાદિ રૂપ જ્વર મટાડવા યત્ન કરતા નથી વળી સમ્યગ્દષ્ટિ રાગાદિ જ્વરને વરરૂપે જાણીને મટાડવા ઉચિત ઔષધ કરે છે. શૂળના જેવો માથાના દુખાવા જેવો, દ્વેષ છે; કેમ કે હૃદયમાં ગાઢ વેદતાનું કારણ પણું છે અર્થાત્ જીવને દ્વેષ થાય છે ત્યારે ક્રોધથી સતત આકુળ-વ્યાકુળ થાય છે તેથી ઢેષ માથાના દુખાવા જેવો છે. વળી ખરજવા જેવો કામ છે; કેમ કે તીવ્ર વિષયના અભિલાષરૂપ ખણખતે કરનાર છે. અર્થાત્ જેમ શરીરમાં ખણજ ઊપડે છે, ત્યારે તે ખણજ મીઠી લાગે છે તો પણ તે ખણજ શરીરની વિકૃતિ છે, તેમ વિષયોની ઈચ્છા એ ખણજ જેવી છે તેથી ઇચ્છાથી આત્મા સતત આકુળ રહે છે. વળી ગળતા કોઢ જેવા ભય, શોક, અરતિને સંપન્ન કરનાર દીનતા છે; કેમ કે વિવેકી લોકોને જુગુપ્સા હેતુપણું છે અને પોતાના પણ ચિત્તમાં ઉદ્વેગનું હેતુપણું છે. જેમ ગળતો કોઢ પોતાને પણ વિહ્વળ કરે છે અને લોકોને પણ જુગુપ્સા કરાવે છે. તેમ આત્મામાં ભય, શોક, અરતિને ઉત્પન્ન કરનાર જે દીનપણું છે તે પોતાને પણ ઉગ કરે છે અને બીજા જીવોને પણ તેના પ્રત્યે જુગુપ્સા કરાવે છે અર્થાત્ દીનપુરુષ કોઈને જોવો ગમતો નથી. અને તેત્રના રોગ જેવું અજ્ઞાન છે; કેમ કે વિવેકદૃષ્ટિના વિઘાતનું નિમિત્ત કારણ છે, જેમ કોઈના ચક્ષુમાં રોગ હોય તો વસ્તુને સ્પષ્ટ જોઈ શકે નહીં, તેથી વસ્તુના સ્વરૂપમાં ભ્રમ થવાની સંભાવના રહે છે તેમ સંસારી જીવોને પોતાના આત્માના નિરાકુલ સ્વરૂપનું જે અજ્ઞાન છે તે નેત્રરોગ જેવું છે અને તેના કારણે સુખનો અર્થી પણ જીવ વાસ્તવિક સુખ અને વાસ્તવિક દુઃખના સ્વરૂપનો વિવેક કરી શકતો નથી. આથી જ આત્માની કષાયની વ્યાકુળતારૂપ દુઃખને દૂર કરવાના ઉપાયની ઉપેક્ષા કરીને અસાર એવા બાહ્યભોગોમાં પ્રયત્ન કરીને કષાયોની વૃદ્ધિ કરે છે, તેથી વિવેકદૃષ્ટિને નાશ કરવાનું નિમિત્ત અજ્ઞાન છે. જલોદર જેવો પ્રમાદ છે; કેમ કે સદ્અનુષ્ઠાનના ઉત્સાહનું ઘાતકપણું છે. જેમ જલોદરવાળા જીવો દેહથી જડ જેવા હોય છે તેથી ધનઅર્જન આદિ ઉચિત સંસારનાં કૃત્યોને
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy