SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૭ તિર્યંચગતિનાં દુઃખ-વેદનાઓ કોઈક રીતે નરકમાંથી નીકળેલો પણ જીવ તિર્યંચોના ભાવોમાં વર્તતો બાધાઓ પામે છે? અર્થાત્ નરક આયુષ્ય ક્ષય થવાથી ત્યાંથી નીકળેલ તિર્યંચ આદિ ભવોને પામીને આ જીવ અનેક બાધા પામે છે. જે ભગવાનના શાસનની અપ્રાપ્તિનું ફળ છે. કઈ રીતે તિર્યંચો બાધા પામે છે તે સ્પષ્ટ કરે છે – તિર્યંચગતિમાં જીવ ભારતે વહન કરાય છે, લાકડીઓથી કુટાય છે, આના=તિર્યંચરૂપ જીવના, કાન, પુચ્છાદિ છેડાય છે. શરીરમાં લાગેલા કૃમિનાં જાળાંઓથી ખવાય છે, બુમુક્ષાને સહન કરે છેઃ સુધાને સહન કરે છે. પિપાસાથી મરે છે=અસહ્ય ગરમીને કારણે પાણીની અપ્રાપ્તિને કારણે મરે છે. અનેક પ્રકારની યાતનાઓથી તિર્યંચના ભવોમાં પીડાય છે. મનુનાતિવેદના: ततः कथञ्चिदवाप्तमनुष्यभवोऽप्येष जीवः पीड्यत एव दुःखैः, कथम् ? तदुच्यते क्लेशयन्त्यनन्तरोगवाताः, जर्जरयन्ति जराविकाराः, दोदूयन्ते दुर्जनाः, विह्वलयन्तीष्टवियोगाः, परिदेवयन्त्यनिष्टसंयोगाः, विसंस्थुलयन्ति धनहरणानि, आकुलयन्ति स्वजनमरणानि, विह्वलयन्ति नानाऽध्यसनानीति। મનુષ્યગતિની વેદનાઓ ત્યારપછી કોઈક રીતે પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળો પણ આ જીવ અનેક દુઃખોથી પીડાય છે. કેવી રીતે પીડાય છે ? તેને કહે છે અનેક પ્રકારના રોગતા સમૂહો તેને ક્લેશ કરે છે. જરાના વિકારો શરીરને જર્જરિત કરે છે. દુર્જન પુરુષો તેને દુભાવે છે. અર્થાત્ નબળો જાણીને સતત તેને હેરાન કરે છે. ઈષ્ટના વિયોગો તેને વિહ્વળ કરે છે=મનુષ્યપણાને પામેલા જીવને પુણ્યથી ઈષ્ટપદાર્થો મળેલા હોય છતાં પુણ્યની સમાપ્તિ થવાથી તેનો વિયોગ થાય ત્યારે તે જીવ દુઃખી દુઃખી થાય છે, અનિષ્ટતા સંયોગો તેને અત્યંત પીડિત કરે છે. ધનનાં હરણો તેને અત્યંત વ્યાકુળ કરે છે. સ્વજનનાં મરણો તેને આકુળ કરે છે જુદાં-જુદાં ક્લેશકારી અધ્યવસાયસ્થાનો તેને વિહ્વળ કરે છે. વિવુઘનનિ નાનાવેનાઃ तथा कथञ्चिल्लब्धविबुधजन्माप्येष जीवो ग्रस्यत एव नानावेदनाभिः, तथाहि-आज्ञाप्यते विवशः शक्रादिभिः, खिद्यते परोत्कर्षदर्शनेन, जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेन, दन्दह्यतेऽस्वाधीनामरसुन्दरीप्रार्थनेन, शल्यते तन्निदानचिन्तनेन, निन्द्यते महर्द्धिकदेववृन्देन, विलपत्यात्मनश्च्यवनदर्शनेन, आक्रन्दति गाढप्राप्तासनमृत्युः, पतति समस्ताशुचिनिदाने गर्भकलमल इति। દેવગતિમાં અનેક પ્રકારની વેદનાઓ અને કોઈક રીતે પ્રાપ્ત થયો છે દેવતો ભવ એવો આ જીવ અનેક વેદનાઓથી દુઃખી થાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy