SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ क्लेदमूत्रान्त्रकलुषां वैतरणी, छिद्यतेऽसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति। तथा समस्तपुद्गलराशिभक्षणेऽपि नोपशाम्यति बुभुक्षा, निःशेषजलधिपानेऽपि नापगच्छति तर्षः, अभिभूयते शीतवेदनया, कदर्थ्यते तापातिरेकेण, तथोदीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि, ततश्चायं जीवो गाढतापानुगतो हा मातर्हा नाथास्त्रायध्वं त्रायध्वमिति विक्लवमाक्रोशति, न चास्य तत्र गात्रत्रायकः कश्चिद्विद्यते। જીવની નરકગતિની વેદનાઓ તેથી અત્યંત નિબિડ કર્મજાળાને બાંધે છે, તેનાથી આ જીવ નરકમાં પડે છે, અને ત્યાં પડેલો=નરકમાં પડેલો, કુંભીપાક દ્વારા પકાવાય છે, કરવત દ્વારા તેના વિભાગો કરાય છે, વજના કાંટા જેવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાય છે. સાણસા દ્વારા મુખને પહોળું કરીને ઊકળતું તપાવેલું સીસું પિવડાવાય છે. પોતાના શરીરનાં જ માંસો ખવડાવાય છે. અત્યંત તપાવેલા ભાજતોમાં તેને શેકવામાં આવે છે. વળી પરુ, વસા, રુધિર, ક્લેદ, મૂત્ર, આંતરડાથી કલુષિત એવી વૈતરણી નદીમાં તરાવવામાં આવે છે. વળી તલવારના પત્ર જેવાં વનોમાં પોતાના પાપના સમૂહથી પ્રેરિત એવા પરમાધામી દેવો વડે આ તારકી જીવ છેદન કરાય છે. આ પ્રકારે સંસારી જીવ વિપર્યાસ બુદ્ધિને કારણે જે અનર્થો પામે છે તે સમ્યક ભાવન કરવાથી પણ જીવોની વિપર્યાય બુદ્ધિ નિવર્તન પામે છે. પરંતુ સર્વજ્ઞના શાસનને નહિ પામેલો એવો ગ્રંથકારશ્રીનો જીવ પૂર્વમાં આ રીતે જ પાપો કરીને નરકાદિ ભવોમાં અનેક વિડંબનાઓ પામેલ તે પ્રસ્તુત કુવિકલ્પોનું ફળ છે તેમ બતાવેલ છે. વળી તારકીમાં બધા પુદ્ગલરાશિના ભક્ષણમાં પણ ભૂખ ન શમે તેવી સુધા છે. સંપૂર્ણ સમુદ્રોના પાનમાં પણ તૃષ્ણા દૂર ન થાય તેવી તીવ્ર તૃષા છે. વળી તરકોમાં શીતવેદનાથી અભિભૂત થાય છે વળી તાપના અતિશયથી નરકોમાં કદર્થના પામે છે. વળી અન્ય નારકીઓ પરસ્પર અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન કરે છે. અર્થાત્ તારકીઓ ભવ પ્રત્યે ખરાબ લેશ્યા હોવાને કારણે એકબીજાને ઉપદ્રવ કરવાની વૃત્તિવાળા જ હોય છે. તેથી આ જીવ ગાઢ તાપથી અનુગત નરકમાં રહેલો હે માતા, હે નાથ ! મારું રક્ષણ કરો ! રક્ષણ કરો ! એ રીતે મોટેથી ચીસો પાડે છે અને આના શરીરને રક્ષણ કરનારા ત્યાં નરકમાં કોઈ વિદ્યમાન નથી. तिर्यग्गतिदुःखवेदनाः कथञ्चिदुत्तीर्णोऽपि नरकाद्विबाध्यते तिर्यक्षु वर्तमानः, कथम्? वाह्यते भारं, कुट्यते लकुटादिभिः, छिद्यन्तेऽस्य कर्णपुच्छादयः खाद्यते कृमिजालैः, सहते बुभुक्षां, म्रियते पिपासया, तुद्यते नानाकारयातनाभिरिति।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy