SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૫ જીવને વિવેકના અભાવમાં થતી કુચેષ્ટાઓ અને ત્યારપછી તેઓ વડે કુવિકલ્પો આદિ વડે, જર્જરિત થયેલા શરીરવાળો આ જીવ કાર્ય અકાર્યનો વિચાર જાણતો નથી અર્થાત્ મારે શું ઉચિત કરવું જોઈએ અને શું અનુચિત ન કરવું જોઈએ જેથી મારો મનુષ્યભવ સફળ થાય તે જાણતો નથી. ભક્ષ્યાભસ્યને જાણતો નથી. અર્થાત્ પોતાની ઇન્દ્રિયોને જે અનુકૂલ લાગે તે સર્વને ભસ્યરૂપે સ્વીકારે છે. પેય-અપેયના સ્વરૂપને જાણતો નથી અને હેય-ઉપાદેયના વિભાગને જાણતો નથી. અર્થાત્ કેવા ભાવો પોતે ન કરવા જોઈએ અને કેવા ઉચિત ભાવો પોતે કરવા જોઈએ તેને જાણતો નથી. સ્વપરના ગુણદોષના નિમિત્તને જાણતો નથી. અર્થાત્ પોતાની પ્રવૃત્તિથી પોતાને શું હિત થશે ? અથવા પોતાની પ્રવૃત્તિથી પર શું અર્થ થશે ? તે જાણતો નથી. તેથી આ જીવ કુતર્કથી ઢાંત થયેલા ચિત્તવાળો અર્થાત્ કુતર્કયુક્ત ચિત્તવાળો, વિચારે છે – પરલોક નથી, કુશલ-અકુશલ કર્મોનું ફળ નથી, આ આત્મા સંભવતો. નથી, સર્વજ્ઞ કોઈ થતું નથી. તેમનો બતાવેલો મોક્ષમાર્ગ ઘટતો નથી. આ પ્રકારે નાસ્તિકતાના કુવિકલ્પો કરીને ત્યારપછી આ=જીવ અતત્વના અભિનિવિષ્ટ ચિત્તવાળો=જેનાથી વર્તમાનમાં બાહ્યસુખ દેખાય તેવા જ અતત્વ પ્રત્યે બદ્ધરુચિવાળો, પ્રાણીઓની હિંસા કરે છે. મૃષાવાદ કરે છે. પરધનને ગ્રહણ કરે છે. મૈથુન કે પરસ્ત્રીઓમાં રમે છે. પરિગ્રહને ગ્રહણ કરે છે અને ઇચ્છાઓમાં પરિમાણને કરતો નથી પોતાને જે જે ઈચ્છાઓ વર્તે છે તેમાં સંવર કરવા કોઈ યત્ન કરતો નથી. માંસનું ભક્ષણ કરે છે. મધનું આસ્વાદન કરે છે. સદ્ઉપદેશને ગ્રહણ કરતો નથી કુમાર્ગનું પ્રકાશન કરે છે–અર્થાત્ પોતાના સ્વજનઆદિમાં આત્મા-પરલોક કાંઈ નથી એ પ્રકારે પ્રકાશન કરે છે, વંદનીય એવા સાધુઓની નિંદા કરે છે અર્થાત્ નિરર્થક ચેષ્ટારૂપ આ પ્રકારનો તેઓના ધર્મનો આચાર છે એમ લોકોને કહે છે. અવંદનીયને વંદન કરે છે=ધતઆદિની પ્રાપ્તિને કારણે તેવા મોટા માણસોને નમસ્કાર કરે છે. અથવા તત્વને નહિ બતાવનારા યથા-તથા ઉપદેશ આપનારા અન્ય દર્શનવાળા કે સ્વદર્શનવાળા અવંદનીયને વંદન કરે છે. સ્વપરના ગુણદોષના નિમિત્તને સ્વીકારે છે=પોતાને જેનાથી તુચ્છ લાભ મળે તેવા નિમિત્તને સ્વીકારે છે અને પોતાના તુચ્છ લાભ અર્થે બીજાને અનર્થ થાય તેવા નિમિત્તને સ્વીકારે છે અને પરના અવર્ણવાદને બોલે છે. અર્થાત્ કોઈની પણ કોઈ પ્રવૃત્તિ પોતાને ઉચિત ન જણાય કે પોતાને અનિષ્ટ કરનાર જણાય તો વિચાર્યા વગર તેની નિંદા કરે છે અને સમસ્ત પાપો સેવે છે, जीवस्य नरकवेदनाः ततो बध्नाति निबिडं भूरिकर्मजालं, पतत्येष जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन, विपाट्यते क्रकचपाटनेन, आरोह्यते वज्रकण्टकाकुलासु शाल्मलीषु, पाय्यते सन्दंशकैर्मुखं विवृत्य कलकलायमानं तप्तं त्रपु, भक्ष्यन्ते निजमांसानि, भृज्ज्यतेऽत्यन्तसन्तप्तभ्राष्ट्रेषु, तार्यते पूयवसारुधिर
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy