SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૧૨૭ શકતો નથી. વળી, જેમ નગરની આજુબાજુ રક્ષણ માટે કિલ્લો હોય છે તેમ તે કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ હોય છે. જેમાં ગંદું પાણી ભરાયેલું હોય છે. અને તે ખાઈ અતિ ઊંડી હોય છે જેથી તે ખાઈને ઓળંગીને કિલ્લા ઉપર કોઈ ચડવા યત્ન કરી શકે નહીં. તેમ જીવમાં રાગ-દ્વેષ સ્વરૂપ બાહ્યપદાર્થની તૃષ્ણા છે તે મોટી ખાઈ જેવી છે અને જેમાં ઇન્દ્રિયોના વિષયરૂપી પાણી ભરાયેલું છે તેથી જીવ તે વિષયો રૂપી કાદવમાં ખૂચી જાય છે, અને તે ખાઈ અતિગંભીર છે તેથી તે તૃષ્ણા જીવને ઊંડે ઊંડે લઈ જાય છે, પરંતુ બહાર નીકળવાનો પ્રયત્ન થતો નથી. જેથી સંસારરૂપી નગર તે ખાઈથી સુરક્ષિત રહે છે. વળી, નગરમાં મોટાં સરોવરો હોય છે જેમાં પાણીના કલ્લોલો વર્તતા હોય છે અને ન્હાવાના રસિયા જીવોને સુખનું સાધન જણાય છે તેમ સંસારમાં શબ્દાદિ વિષયો મોટાં સરોવરો જેવા છે. જેના વિષયક સંસારી જીવોના ચિત્તમાં સતત કલ્લોલો વર્તે છે. અને વિપરીત બુદ્ધિવાળા સંસારી જીવોને તે સુખનો આધાર જણાય છે. વસ્તુતઃ આત્માની નિરાકુલ અવસ્થા સુખરૂપ છે. વિષયોમાં વર્તતી આકુળતા જીવની વિડંબના છે. છતાં વિપરીત બુદ્ધિવાળા જીવોને તે વિષયો મધુર જણાય છે. વળી, નગ૨માં કેટલાક ઊંડા અવાવરા કૂવા હોય છે, જેને જોવાથી ત્રાસ ઉત્પન્ન થાય છે અને અંધકાર હોવાથી તેનું મૂળ દેખાતું નથી, તેમ સંસારમાં પ્રિયના વિયોગો આદિ ભાવો સંસારી જીવોને ત્રાસના હેતુ બને છે અને તેની ઉત્પત્તિના સ્થાનરૂપ મૂળ દેખાતું નથી. પરંતુ અકસ્માત જ પ્રિયનો વિયોગ આદિ પ્રાપ્ત થાય છે. વળી, સંસારી જીવોના દેહો વિશાલ બગીચા અને જંગલ જેવા છે. જેમ બગીચામાં અને જંગલમાં વૃક્ષો, પુષ્પો અને ફળ હોય છે અને ભમરાઓ ફરતા હોય છે તેમ સંસારી જીવોના દેહમાં ઇન્દ્રિય અને મનરૂપી ભમરાઓ ફરતા હોય છે. વળી, પોતાનું કાર્યણ શ૨ી૨ રૂપ કર્મ વિવિધ પ્રકારનાં વૃક્ષો જેવું છે, જેમાં સુંદર અને અસુંદર પુષ્પો અને ફળો વર્તે છે, તેમ સંસારી જીવોનાં વિવિધ પ્રકારનાં કર્મોને કા૨ણે સુંદ૨-અસુંદર કર્મના વિપાકો જીવને પ્રાપ્ત થાય છે. અને તેનો આધાર જીવનું શરીર છે. ઉપનય : स्वस्य द्रमकोपमा यस्तु तत्र नगरे निष्पुण्यको नाम द्रमकः कथितः सोऽत्र संसारनगरे सर्वज्ञशासनप्राप्तेः पूर्वं पुण्यरहिततया यथार्थाभिधानो मदीयजीवो द्रष्टव्यः । यथाऽसौ द्रमको महोदरः तथाऽयमपि जीवो विषयकदशनदुष्पूरत्वान्महोदरः । यथासौ द्रमकः प्रलीनबन्धुवर्गस्तथाऽयमपि जीवोऽनादौ भवभ्रमणे केवलो जायते, केवलो म्रियते, केवलश्च स्वकर्मपरिणतिढौकितं सुखदुःखमनुभवति इत्यतो नास्य परमार्थतः कश्चिद्बन्धुरस्ति । यथाऽसौ रोरो दुष्टबुद्धिस्तथाऽयमपि जीवोऽतिविपर्यस्तो, यतोऽनन्तदुःखहेतून् विषयानासाद्य परितुष्यति, परमार्थशत्रून् कषायान् बन्धूनिव सेवते, परमार्थतोऽन्धत्वमपि मिथ्यात्वं पटुदृष्टिरूपतया गृह्णाति नरकपातहेतुभूतामप्यविरतिं प्रमोदकारणमाकलयति, अनेकानर्थसार्थप्रवर्त्तकमपि प्रमादकदम्बकमत्यन्तस्निग्धमित्रवृन्दमिव पश्यति, धर्म्मधनहारितया
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy