SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રકારનાં વૃક્ષો છે. અને તે વૃક્ષો ઉપર સુગંધી કે દુર્ગધી પુષ્પો, અને સ્વાદિષ્ટ કે કટુ એવાં ફલો પોતાના દેહથી તેઓને પ્રાપ્ત થાય છે. તેથી જેમ વિશાલ બગીચા અને જંગલો વિવિધ વૃક્ષો, ફલો અને પુષ્પોથી ભરપૂર છે. અને ભમરાઓ ત્યાં નિવાસ કરીને રહેલા હોય છે એવા સંસારી જીવોના દેહ છે. ભાવાર્થ સામાન્યથી કોઈ નગરને જોવામાં આવે ત્યારે તે નગરનું સ્વરૂપ બુદ્ધિમાં રાખીને તેના જેવું આ સંસારરૂપી નગર છે, તે બતાવતાં કહે છે. જેમ નગરનું કોઈક નામ હોય છે તેમ સંસારરૂપી નગરનું અદૃષ્ટમૂલપર્યત એ પ્રકારનું નામ છે; કેમ કે સંસાર અનાદિનો છે અને ક્યારેય અંત થવાનો નથી. ફક્ત જેઓ સાધના કરીને મોક્ષમાં જાય છે. તેઓ આ સંસાર નગરમાંથી નીકળીને અનુપદ્રવવાળા મોક્ષનગરમાં વસે છે. વળી, નગરને જોવાથી ત્યાં સુંદર ઘરો દેખાય છે, તેમ સંસારરૂપી નગરમાં દેવલોક આદિ સ્થાનો છે. તેથી, જેમ પુણ્યશાળી જીવો સુંદર નિવાસોને ભોગવનારા હોય છે, તેમ પુણ્યશાળી જીવો દેવલોકનાં સ્થાનોમાં વસે છે. વળી, તે નગરમાં એક સ્થાનેથી બીજે સ્થાને જવાના બજારમાર્ગો દેખાય છે, તેમ સંસારી જીવો તે તે પ્રકારના અધ્યવસાયો દ્વારા અન્ય અન્ય ભવનું આયુષ્ય બાંધીને તે આયુષ્યના બળથી સુંદર ગતિઓમાં, ખરાબ ગતિઓમાં જાય છે. તેથી એક જન્મમાંથી બીજા જન્મમાં જવાની જે આ વ્યવસ્થા કર્મત છે, તે હટ્ટમાર્ગ જેવી છે. વળી, નગરમાં ઘણા પ્રકારની સુંદર કે અસુંદર ભોગસામગ્રી હોય છે, તેવી રીતે સંસારી જીવોને સંસારમાં જુદા જુદા પ્રકારના સુખદુઃખરૂપ ભોગો પ્રાપ્ત થાય છે અને સંસારમાં મૂલ્ય આપીને સામગ્રીની ખરીદી થાય છે તેમ જીવ પુણ્યપાપરૂપ મૂલ્ય દ્વારા સુખદુઃખની ખરીદી કરે છે. વળી, નગરમાં જુદા જુદા દર્શનનાં દેવકુલો હોય છે, જેઓ મુગ્ધ જીવોને આકર્ષીને સ્વસ્વદર્શનના રાગવાળા કરે છે અને બુદ્ધિનો વિપર્યાસ કરાવે છે. તેવી રીતે અન્યદર્શનના કુમતો અને સ્થૂલથી ભગવાનના શાસનને કહેનારા પણ સ્વમતિથી ચાલનારા કુમતો ઉજ્જવલ દેવકુલો જેવા જણાય છે. અર્થાત્ આ સુંદર ધર્મનાં સ્થાનો છે તેવું જણાય છે. વસ્તુતઃ મુગ્ધ જીવોને વિપર્યાસ કરાવીને વિનાશ કરનારાં છે. વળી, નગરમાં કેટલાક તોફાની છોકરાઓ સતત તોફાન કરીને વિવેકી લોકોને ઉદ્વેગ પેદા કરાવે છે તેમ, જે લોકોને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ થયો છે, તેઓને કષાયોથી અનાકુળ એવી આત્માની સ્વસ્થતા જ અત્યંત પ્રિય છે, તેથી તેવા મહાત્માઓ સદા પોતાની નિરાકુલ અવસ્થા સ્થિર-સ્થિરતર થાય તે રીતે, તત્ત્વનું ભાવન કરે છે, છતાં અનાદિના અભ્યાસના કારણે ચિત્તમાં ક્રોધાદિ કષાયોમાંથી કોઈ કષાયો જ્યારે કલકલ કરે છે ત્યારે તેઓને ઉદ્વેગ થાય છે અને જણાય છે કે જેઓનું દમન દુષ્કર છે તેવા કલકલ કરનારા બાળકો જેવા કષાયો મને પીડે છે. વળી, જે જીવમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં વિપર્યાસ કરે અને આત્માનું મુક્ત અવસ્થાનું સ્વરૂપ જોવામાં વિપર્યાસ કરે તેવો મહામોહનો પરિણામ વર્તે છે અર્થાત્ મિથ્યાત્વનો પરિણામ વર્તે છે, જે સંસારરૂપી નગર માટે મોટા કિલ્લા જેવો છે તેનાથી સંસારરૂપી નગર સુરક્ષિત રહે છે, વળી આ મહામોહરૂપી કિલ્લાનું ઉલ્લંઘન કરીને સંસારી જીવ મોક્ષમાં જઈ શકે નહીં, તેવો અલંધ્ય મહામોહ છે, અને જીવની આસપાસ ચારે બાજુ મહામોહ વીંટળાયેલો છે. જેથી જીવ જે કાંઈ જુએ છે તે મિથ્યાત્વથી વિપર્યસ્ત થઈને જુએ છે. જેના કારણે સંસારરૂપી કેદખાનામાંથી નીકળવા પ્રયત્ન કરી
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy