SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ चरटकल्पानपि दुष्टमनोवाक्काययोगान् पुत्रानिव बहुधनार्जनशीलान् मन्यते, निबिडबन्धनोपमानमपि पुत्रकलत्रधनकनकादीनालादातिरेकहेतून पर्यालोचयतीति। ઉપનયાર્થ : દેશનાદાતા અનુસુંદર કેવલી દ્વારા પોતાને દ્રમકની ઉપમા તે નગરમાં=પૂર્વમાં વર્ણન કર્યું તે નગરમાં, જે વળી, નિપૂણ્યક નામતો ભિખારી કહેવાયોકકથાનકમાં કહેવાયો, તે=ભિખારી, આ સંસારરૂપી નગરમાં સર્વજ્ઞતા શાસનની પ્રાપ્તિ પૂર્વે પુણ્યરહિતપણું હોવાથી યથાર્થ નામવાળો=દ્રમક એ પ્રકારના યથાર્થ તામવાળો, મારો જીવ જાણવો-ગ્રંથકારશ્રીનો આત્મા જાણવો. જે પ્રમાણે આ દ્રમક=કથાનકમાં કહેવાયેલો દ્રમક, મોટા પેટવાળો હતો તે પ્રમાણે આ પણ જીવ=પોતાનો આત્મા પણ, વિષયરૂપી કુત્સિત ભોજનથી દુષ્પરપણું હોવાથી=પૂરી ન શકાય તેવી સ્થિતિ હોવાથી, મહાઉદરવાળો છે. શરીરની અપેક્ષાએ મહાઉદરવાળો નથી. પરંતુ વિષયોની ઉત્કટ ઇચ્છા હોવાથી વિષયોની ગમે એટલી વૃદ્ધિથી પણ ચિત્ત સંતોષ ન પામે તેવા મહાદિરવાળો છે. જે પ્રમાણે આ ભિખારી નષ્ટ થયેલા બંધુવર્ગવાળો છે તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો પણ જીવ, અનાદિભવભ્રમણમાં કેવલ થાય છે=એકલો જન્મે છે, એકલો મરે છે અને એકલો સ્વકર્મની પરિણતિથી પ્રાપ્ત થયેલા સુખદુઃખને અનુભવે છે, આથી આનો=સંસારી જીવતો, પરમાર્થથી કોઈ બંધુ નથી સામાન્યથી વિશાળ કુટુંબમાં જન્મેલા હોય ત્યારે સ્કૂલબુદ્ધિથી અનેક બંધુવર્ગ હોય છે, પરંતુ એક ભવમાંથી બીજા ભવમાં લઈ જઈને કર્મ જીવની વિડંબના કરતું હોય ત્યારે જીવનું રક્ષણ કરે તેવો કોઈ બંધુ નથી. ફક્ત જેઓએ દર્શન મોહનીયતા ક્ષયોપશમથી અનુવિદ્ધ એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે તે પુણ્યાનુબંધી પુણ્ય બંધુની જેમ તેની સાથે જનાર છે. પરંતુ સર્વજ્ઞતા શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીના જીવતો તેવો કોઈ બંધુ ન હતો માટે બંધુરહિત હતા. જે પ્રમાણે આ ભિખારીની દુષ્ટબુદ્ધિ છે તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો પણ જીવ, અતિવિપર્યસ્ત છે. જે કારણથી અનંત દુઃખના હેતુ એવા વિષયોને પામીને તોષ પામે છે, પરમાર્થથી શત્રુ એવા કષાયોને બંધુની જેમ માને છે, પરમાર્થથી અંધપણારૂપ પણ મિથ્યાત્વને પર્દષ્ટિરૂપપણાથી ગ્રહણ કરે છે, નરકના પાતના હેતુરૂપ પણ અવિરતિને પ્રમોદનું કારણ જાણે છે, અનેક અનર્થતા સમુદાયના પ્રવર્તક પણ પ્રમાદના સમૂહને અત્યંત સ્તિષ્પમિત્રના સમૂહની જેમ જુએ છે, ધર્મરૂપી ધનનું હરણ કરનારા હોવાથી ચોરટા જેવા દુષ્ટ મન, વચન, કાયાના યોગોને પુત્રની જેમ બહુ ધનઅર્જત કરવાના સ્વભાવવાળા માને છે, નિબિડબંધનની ઉપમાનવાળા પણ પુત્ર, સ્ત્રી, ધન, સુવર્ણાદિને આલ્લાદના અતિરેકના હેતુનું પર્યાલોચન કરે છે. વસ્તુતઃ જીવને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ ન હોય ત્યારે દેહથી અભિન્ન પોતે છે, તેવી વિપર્યસ્ત બુદ્ધિ હોય છે, તેથી જે ઇન્દ્રિયોના વિષયો જીવને વિહ્વળ કરીને કર્મબંધની પ્રાપ્તિ કરવા દ્વારા
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy