SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૨૫ પ્રતિ કરનારા છે. પોતાના ઇષ્ટને સાધનારા છે તેમ જ ભાસે છે. મહામોહ રૂપ મિથ્યાત્વ ઊંચા કિલ્લા જેવું આચરણ કરે છે; કેમ કે અલંધ્યપણું છે અને વેષ્ટકપણું છે. જેમ નગરને ચારે બાજુ ઉલ્લંઘન ન કરી શકાય તેવો ઊંચો કિલ્લો હોય છે તેમ જીવમાં મિથ્યાત્વરૂપ મહામોહ ચારે બાજુ વીંટળાયેલો છે અને તેનું ઉલ્લંઘન અતિદુષ્કર છે, તેથી અનાદિકાળથી જીવ મહામોહનું ઉલ્લંઘન કરીને સંસારથી પર થવા યત્ન કરી શકતો નથી. તેથી સંસારરૂપી નગરમાં જીવને જકડી રાખનાર મોટા કિલ્લા જેવો મહામોહ છે. રાગદ્વેષાત્મિકા તૃષ્ણા મોટી ખાઈ જેવું આચરણ કરે છે=મહામોહરૂપ કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ, જેવું આચરણ કરે છે; કેમ કે વિષયરૂપી જલથી ખરાબ રીતે પુરાયેલી છે અને અતિગંભીરપણું છે. અર્થાત્ ઊંડાણવાળી છે. જેમ નગરના કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ હોય છે અને જે ખરાબ જળથી ભરાયેલી હોય છે અને ઊંડાણવાળી હોય છે, તેથી તેનું ઉલ્લંઘન કરવું દુષ્કર હોય છે તેમ આત્મા પણ સંસારરૂપી નગરમાં મહામોહરૂપ કિલ્લાને ઓળંગવા માટે અસમર્થ કોઈક રીતે કિલ્લાને ઓળંગે તોપણ તે ખાઈને ઓળંગવા માટે અસમર્થ છે અને તેમાં વિષયરૂપી ખરાબ જલ પુરાયેલું હોવાથી તે ખરાબ પાણીમાં જ ખૂંપી જાય છે અને ઊંડાણવાળી હોવાથી તેમાં જ ડૂબે છે, તેમ તૃષ્ણામાં જ સંસારી જીવો ડૂબે છે. વળી, સંસારરૂપી નગરમાં શબ્દાદિ વિષયો વિસ્તીર્ણ મોટા સરોવરો જેવું આચરણ કરે છે; કેમ કે પ્રબળ જલકલ્લોલથી આકુલપણું છે અને વિપર્યસ્ત લોકરૂપ શકુનપક્ષીના સુખનું આધારપણું છે. જેમ સંસારમાં સરોવરો વિસ્તીર્ણ અને મોટાં હોય તો તેમાં પ્રબળ પાણીના કલકલભાવથી આકુળતા વર્તે છે અને પાણીમાં રમત કરવાની ઇચ્છાવાળા જીવોને સુખનો આધાર તે સરોવર બને છે. તેમ સંસારી જીવોના ચિત્તમાં શબ્દાદિ વિષયો પ્રબળ કલ્લોલથી આકુલતા ઉત્પન્ન કરે છે અને વિપર્યાસ બુદ્ધિવાળા જીવોને તે શબ્દાદિ વિષયો સુખના આધારરૂપ જણાય છે. પ્રિયનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, સ્વજનનું મરણ અને ધનના હરણ આદિ ભાવો ગંભીર અંધકૂવા જેવું આચરણ કરે છે; કેમ કે ત્રાસનું હેતુપણું છે અને અદષ્ટમૂલપણું છે. કોઈ નગરમાં ઊંડા સૂકા અંધકારવાળા કૂવા હોય તો તે કૂવો જોવામાં આવે તો અત્યંત ભેંકાર જેવા હોવાથી અત્યંત ત્રાસનું કારણ બને છે અને તેનું તળિયું દેખાતું નથી. તેમ સંસારી જીવોને જેનું મૂળ ન દેખાય એવા પ્રિયના વિયોગો અકસ્માત પ્રાપ્ત થાય છે, અકસ્માત અનિષ્ટના સંયોગો પ્રાપ્ત થાય છે, અકસ્માત સ્વજનનું મરણ પ્રાપ્ત થાય છે અને અકસ્માત જ ધનહરણાદિ થાય છે અને તેનાથી તે જીવો ત્રાસ પામે છે, માટે નગરમાં ઊંડા અંધકૂવા જેવા આ સર્વભાવો છે. જીવોનાં શરીરો વિશાલ બગીચા અને જંગલ જેવાં છે; કેમ કે ઈન્દ્રિય અને મનરૂપી ભમરાના નિવાસનું કારણ પણું છે. અને સ્વકર્મરૂપી વિવિધ પ્રકારનાં વૃક્ષો, પુષ્પો અને ફલના ભારથી પૂરિતપણું છે. સંસારી જીવોના દેહોમાં પાંચ ઇન્દ્રિયો અને મનરૂપી ભમરાનો નિવાસ છે અને પોતાના કર્મરૂપી વિવિધ
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy