SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ चित्रोज्ज्वलदेवकुलायन्ते सुगतकणभक्षाक्षपादकपिलादिप्रणीतकुमतानि पौर्वापर्यपर्यालोचनविकलमुग्धजनचित्ताक्षेपकारितया, सहर्षप्रबलकलकलोपेतदुर्दान्तबालकलापायन्ते क्रोधादयः कषायाः सकलविवेकिमहालोकचित्तोद्वेगहेतुतया, तुङ्गप्राकारायते महामोहोऽलङ्घ्यतया वेष्टकतया च, महापरिखायते रागद्वेषात्मिका तृष्णा विषयजलदुष्पूरतयाऽतिगम्भीरतया च विस्तीर्णमहासरायन्ते शब्दादयो विषयाः प्रबलजलकल्लोलाकुलतया विपर्यस्तजनशकुनाधारतया च, गम्भीरान्धकूपायन्ते प्रियविप्रयोगानिष्टसंयोगस्वजनमरणधनहरणादयो भावाः त्रासहेतुतया अदृष्टमूलतया च विशालारामकाननायन्ते जन्तुदेहाः हृषीकमनश्चञ्चरीकनिलयनकारणतया स्वकर्मविविधविटपिकुसुमफलभरपूरिततया, चेति । ઉપનયાર્થ : ૧૨૪ સંસારને નગરની ઉપમા ત્યાં=પૂર્વમાં કથા કહી ત્યાં, જે અષ્ટમૂલપર્યન્ત નામનું નગર અનેક જીવોથી આકુલ સદા સ્થિર રહેવાના સ્વભાવવાળું કહેવાયું તે આ=પ્રત્યક્ષથી દેખાતું અનાદિ નિધન=આદિ અને અંત વગરનો, અવિચ્છિન્નરૂપવાળો અનંત જીવોના સમૂહથી પુરાયેલો સંસાર જાણવો. તે આ પ્રમાણે – આ નગરની=સંસારરૂપી નગરની, નગરતા કલ્પના કરવા માટે ઘટે છે. જે કારણથી અહીં=સંસારરૂપી નગરમાં, દેવલોક આદિ સ્થાનો સુંદર ઘરો જેવાં છે. પર-અપર જન્મની પદ્ધતિઓ બજારમાર્ગ જેવી છે=એક ભવમાંથી બીજા ભવમાં જન્મ લેવાને અનુકૂળ જે અધ્યવસાય સ્થાનો છે તે અધ્યવસાય સ્થાનો દ્વારા જીવ કર્મને બાંધીને તે તે કર્મના બળથી તે તે ભવમાં જાય છે તેમ તે હટ્ટમાર્ગો દ્વારા દેવલોક આદિ સ્થાનમાં જાય છે માટે પર-અપરની જન્મતી પદ્ધતિઓ બજારમાર્ગ જેવી છે. જુદા જુદા પ્રકારનાં સુખદુઃખો વિવિધ પ્રકારની ભોગસામગ્રી જેવાં છે. તેને અનુરૂપ મૂલ્ય જેવાં બહુપ્રકારનાં પુણ્ય અને પાપકર્મો છે=જીવના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો છે, વળી, વિચિત્ર ઉજ્જ્વળ દેવકુલ જેવા સુગત, કણભક્ષ, અક્ષપાદ, કપિલ આદિ પ્રણીત કુમતો છે; કેમ કે પૂર્વ અપર પર્યાલોચનથી વિકલ મુગ્ધ જનના ચિત્તનું આક્ષેપકારિપણું છે=મુગ્ધ જીવોના ચિત્તને આકર્ષણ કરે છે. ક્રોધાદિ કષાયો સહર્ષ પ્રબળ કલકલથી યુક્ત દુર્દાન્ત બાળકના સમૂહ જેવી આચરણાઓ કરે છે; કેમ કે સકલવિવેકી મહાલોકનાં ચિત્તના ઉદ્વેગનું હેતુપણું છે. નાના છોકરાઓ અત્યંત તોફાન કરતા હોય અને તેઓને તે તોફાન કરતા અટકાવવા અતિદુષ્કર હોય, તેઓને જોઈ સર્વ વિવેકી જીવોને ઉદ્વેગ થાય છે, તેમ પોતાની ચિત્તવૃત્તિમાં કલકલ કરતા ક્રોધાદિ કષાયોને જોઈને નિરાકુલ અવસ્થા જેઓને પ્રિય છે તેવા વિવેકી જીવોને પોતાના ચિત્તમાં વર્તતા કષાયોને કારણે ઉદ્વેગ થાય છે, માટે ક્રોધાદિ કષાયોને કલકલ કરતા દુર્દાન્ત બાળક જેવા કહેવાય છે. વળી, અવિવેકી જીવોને કલકલ કરતા બાળકો પ્રીતિ ઉત્પન્ન કરે તેમ મોહથી મૂઢ જીવોને પોતાના કષાયો પણ પોતાને
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy