SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર તમે બધા તુચ્છ બુદ્ધિના છે. સાચી વાત છે: “સ્ત્રીના સેવકો સ્ત્રીની જેમ તુચ્છ બુદ્ધિવાળા જ હોય, એમાં કંઈ આશ્ચર્ય નથી. ઉત્તમ પુરૂષો કયારે પણ પ્રાર્થના ભંગ કરતા નથી. યાચકોને અને ભૂખ્યાઓને પિતાની શક્તિ અનુસાર જરૂર આપે છે. સત્વહીન અધમ પુરૂષો માગનારને નકારે સંભળાવે છે. ઉત્તમ પુરૂષોને આ આચાર નથી. જે એક ફળ આપો તે મર્કટને ખવડાવી તેને બળવાન કરીને શેરીઓમાં લોકો સમક્ષ ખેલ કરાવી, ધન મેળવીને મારી આજીવિકા ચલાવીશ. તેમાંથી તમને પણ થોડું આપીશ. પરંતુ તમારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે કે મારા આ મર્કટને એક ફળ પણ આપવા માટે તૈયાર નથી, તે જે જો આ ઉત્કટ મર્કટ ભૂખ્યો નહીં રહી શકે. તમારા વૃક્ષના બધા જ ફળ ખાઈ જશે !” એમ કહીને તેણે મર્કટને છૂટો મૂકી દીધું ! નિરંકુશ હાથીની જેમ મર્કટ વનમાં ગયો. તૂર્ત જ વનરક્ષકે લાકડીઓ, પત્થરો અને કૃપા લઈને તેને મારવા માટે દોડ્યા. એટલામાં તે જાણે આકાશમાંથી પડતા હોય તેમ અસંખ્ય વાનરે પ્રગટ થયા ! તે બધા વાનરોએ ચપલતાથી આખું ઉદ્યાન લંકાના વનની જેમ સફાચટ (ઉજજડ) કરી નાખ્યું. પરરાષ્ટ્રને જીતવાની ઈચ્છાવાળો રાજા જેમ પહેલાં પરિકરને લાવે છે, પછી નગરને વશ કરે છે, તેમ પ્રદ્યુમ્ન પણ પહેલાં માતાના વૈરને બદલે સત્યભામાના વન-ઉદ્યાન આદિને ઉજ્જડ शन पाल्या. तथा कृत्वा स चांडाल-रूपं त्यक्त्वाभ्रमत्पुरि। सुवर्णरथमद्राक्षीत् सद्यस्ककुंभभारितं ।२६। स्त्रीभिर्धवलगीतानि, गायंतीभिः प्रमोदतः । संयुक्त कंपमानोच्च-ध्वजवजविराजितं ।२७। ईदृशं स्पंदनं वीक्ष्य, विद्यामुवाच कौतुकात् । कस्यासौ स्यंदनो विद्ये, यथार्थं वद मत्पुरः॥ सा जगाद विवाहोऽस्ति, सत्यभामातनूभुवः । नोयंते कलशाः कुंभ-कारगेहात्तदुत्सवः ।२९। समाकर्ण्यति विद्योक्त, विवाहे विघ्नवांछया । कृत्वा स कुत्सितं रूप-मारुरोहाधमं रथं ।३०। एकस्मिन् रासभः पार्वे, एकस्मिंश्च क्रमेलकः । तौ द्वावपि नियंत्र्याथा-धावयत्सन्मुखं रथं ॥ उभयोरपि संजाते, रथयोमिलने सति । आस्फालनं तथा जातं, स्फुटिताः कलशा यथा ॥३२॥ कासांचित् त्रुटिताः कर्णाः, कासांचित्करकंकणाः । परितः स्फाटितानि द्रा-क्कासांचिच्चीवराणि च ।३३। रुदंति बाढशब्देन, काश्चित्काश्चिच्छनैः शनैः । काश्चित्प्रददते गालीः, काश्चिच्छापाननेकशः॥ रंगे भंगमसौ कृत्वा, गायन् गीतानि भूरिशः । तमेव रथमारूढो, बभ्राम पुरवीथिकां ।३५। विकुळ मशकान् दंशां-स्तत्र मुक्त्वा महायतः। रथं स भ्रामयामास, पुरोमध्ये यदृच्छया ।३६। वृन्दारकोऽथवा कोऽपि, विद्यासिद्धोऽसुरोऽथवा । पर्यटतं तमालोक्य, नागरा हृद्यचितयन् ।३७। अद्ययावन्न कोऽपीह-गस्माभिर्वीक्षिता नरः। खरोष्टस्यंदनारूढः, कुतहलविधायकः ॥३८॥ स्वरुपमपि नैतस्य, विज्ञातुं शक्यते मनाक् । विद्यते किस्वरुपोऽयं, चमत्कारकरो भुवि ।३९। शृण्वान इति लोकानां, वचनं हर्षसूचनं । चिकोड निजसामर्थ्या-त्सर्वस्यामप्यसौ पुरि ।४०। ચંડાળના રૂપને ત્યાગ કરીને પ્રદ્યુમ્ન નગરીમાં પ્રવેશ કરે છે, ત્યાં મંગલ કલશેથી ભરેલ અને ધજાપતાકાથી સુશોભિત એ સુવર્ણરથ જોયો. રથની પાછળ સુંદર વસ્ત્રાલંકાર પહેરેલી
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy