SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सर्ग-१० સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક ગીત ગાતા ગાતી ચાલી રહેલી જોઈ તે જોઇને વિદ્યાને પૂછયું : “આ કોનો રથ છે અને કયાં જઈ રહ્યો છે ?” વિદ્યાએ કહ્યું : “તારી અપર ભામાના પુત્ર ભાનુકુમારનો વિવાહ છે, તેથી મહોત્સવપૂર્વક કુંભારના ઘેરથી આ મંગલ કલશો લઈ જાય છે. વિદ્યાએ કહેલું સાંભળીને વિવાહમાં વિન કરવાની ઈચ્છાથી પોતાનું કુત્સિત રૂપ કર્યું, અને એક વિચિત્ર રથ બનાવ્યું. જેમાં એક બાજુ ગધેડે અને બીજી બાજુ ઉંટને જોડીને રથને સામા આવતા સુવર્ણરથની સામે જોરથી દોડાવ્યો. બન્ને રથો સામસામા ભટકાવાથી મંગલ કલશે બધા ફૂટી ગયા. પાછળ ચાલતી સ્ત્રીઓના કેઈના કાન તે કેાઈના કંકણ તુટયાં. કેઈના વસ્ત્રો ફાટી ગયાં. તેથી કેટલીક સ્ત્રીઓ ગાઢ સ્વરે રૂદન કરવા લાગી, ગાળો દેવા લાગી અને અનેક પ્રકારના શાપ વરસાવવા લાગી. સ્ત્રીઓને કેલાહલ થઈ ગયો. આ રીતે રંગમાં ભંગ પાડીને ડાંસ મચ્છરોને વિમુવી રથને ચારે તરફ ઘુમાવતી નગરીની મધ્યમાં ચાલ્યો ગયા. વિચિત્ર રથને જોઈને નગરવાસીઓએ અનેક ક૯૫ના કરી કે “આ તો કઈ દેવ હશે, વિદ્યાધર હશે કે અસુર હશે ? આપણી જિંદગીમાં ઊંટ અને ગધેડાને જોતરેલે રથ ક્યારે પણ જે નથી. આ રથ અને રથચાલક કયારે પણ જોયો નથી.” આ પ્રમાણે હસતા હસતા વાત કરે છે, ત્યાં તે ડાંસ મચ્છરો શરીર પર ચૂંટી જાય છે. એના ત્રાસથી લોકો ભાગભાગ કરી રહ્યા છે. એ જોઈને હસતા કૌતુકી પ્રદ્યુમ્ન રથને સંહરી લઈ, પોતાનું સામર્થ્ય બતાવવા માટે આગળ याल्या. नगर्यां पर्यटन वापी-मेकां ददर्श शोभनां । रत्नसोपानसंयुक्तां, जातरुपेण निर्मितां ।४१॥ भूरिभूषणनेपथ्य-धात्रिभिः स्त्रीभिराश्रितां। तां दृष्ट्वा स जगौ विद्यां, कस्येयमस्ति वापिका ॥ सा तमभ्यदधद्भानु-मातुश्चातुर्यताभृतः । तस्याः प्रवर्तते वापी, जनतापोपशामिनी ।४३। विद्योक्तमेवमाकर्ण्य, तत्र स्नानविधित्सया । संयुक्तो यज्ञसूत्रेण, बभूव विप्ररुपभाक् ॥४४॥ कमंडलुकरोऽखंड-दर्भसंदर्भमुद्रिकः । काष्टोरूपादुकायुक्त, षट्कर्मकृतितत्परः ।४५। वेदपाठं वदन वक्त्रात्, श्वेतवस्त्रसमन्वितः। कंठे धृताक्षमालश्च, शौचकर्मणि कर्मठः ।४६। वार्धकत्वेन जीर्णांगः, श्वेतकेशोरुमस्तकः । रदनै रहितं तुंडं, दधानः श्लथदेहभाक् ॥४७॥ ईदृशो द्विजरुपेण, स समागत्य कौतुकी। वापीरक्षाविधात्रीणां, प्रमदानां पुरोऽब्रवीत् ।४८॥ भो स्त्रियो वयसा वृद्धः कंपमानवपुस्त्वहं । युष्माभिः सह चेष्टां न, करिष्यामि मनागपि ।४९। अत्र वाप्यां मम स्नानं, कर्तुं यूयं प्रदत्थ चेत् । तत्पुण्यं भावि युष्माकं, मानयिष्याम्यहं गुणं ॥ अस्यां स्नात्वा समादाय, स्वकमंडलुना जलं । शांत्यर्थं कस्यचिद्दत्वा, भोजनं प्रार्थयाम्यहं ।५१॥ तस्य वाक्यं समाकर्ण्य, ताः सर्वा अपि योषितः । जजल्पुः कोपतो वृद्ध, नष्टा किं तव शेमुषी। अत्र या सत्यभामास्ति, कृष्णप्राणप्रियादिमा । सैव स्नात्यपरः कृष्णो, भानुर्वा तत्सुतोऽपरः ॥ अन्येन दर्शनीयापि, कुलांगनेव नास्त्यसौ । तहि स्नातुं कथं तुभ्यं, वयं दद्मो द्विजन्मने ।५४। तासामुदितमाकर्ण्य, स जगाद कुतूहलात् । ज्येष्ठः पुत्रोऽहमप्यस्मि, जनार्दनस्य भूभुजः ।५५। स्नाति चेत्कृष्णपुत्रोऽत्र, युष्मद्वाक्यानुसारतः । कथं तर्हि ममाप्यत्र, स्नानं कत्तुं न दीयते ।५६।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy