SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર સાત અશ્વો બનાવ્યા. પરંતુ તે અશ્વો સુધાથી કૃશ બનેલા બનાવ્યા. પોતે સેળ વર્ષના અશ્વપાલકનું રૂપ કર્યું. ઘેડાઓને ચરાવવા માટે વનની નજીકમાં જઈ વનપાલકોને કહ્યું: “હે વનપાલક, મારું એક વાક્ય માનશે? જો તમે આજ્ઞા આપે તે ક્ષુધાતુર બનેલા મારા ઘડાઓને આ વનમાં ચરાવું.” આવું ફાલ્ય-કુલ્લું સુંદર વન જેઈને, અશ્વો લઈને હું અહીં આવ્યો છું. અને લીલાછમ ચારે ચરાવીને હૃષ્ટપુષ્ટ કરીશ. પછી નગરીમાં જઈને વેચીશ. એમાંથી થોડું દ્રવ્ય તમને પણ આપીશ.” ત્યારે વનપાલકોએ કહ્યું : “અરે મૂર્ખ, તું જન્મથી જ પાગલ લાગે છે. અથવા તે તને કઈ ભૂત વળગ્યું લાગે છે નહીતર આવી રાજવિરોધી વાણું કેણુ બેલે ? તને ખબર છે આવું બોલવાથી તે તારા પ્રાણ સંકટમાં આવી જશે ! આ વનમાં તો દેવની જેમ ભાનુકુમાર જ કીડા કરી શકે. બીજે કઈ એમાં પ્રવેશ પણ ના કરી શકે. તે જેની છાયા મેળવવી પણ દુર્લભ છે, તેમાં વળી અશ્વોને ચરાવવાનું તે કયાંથી મળે? મને લાગે છે કે આ સંસારમાં તારાથી વધીને બીજે કઈ મૂખ કે ધીઠ્ઠો માણસ નહીં હોય. જા, જા, અહીંથી દૂર ચાલ્યા જા. નહીંતર તારું આવી બનશે. આ વન તે કૃષ્ણ મહારાજાની અઝમહિલી સત્યભામાનું છે. એનું દર્શન પણ મહાદુર્લભ છે. માટે તારા હિત માટે કહું છું કે તારા અશ્વો લઈને અહીંથી જલદી ચાલ્યો જા. નહીતર રાજસેવકે તને મારી નાખશે. તે નિર્નાથ, દરિદ્ર અને રાંકની છે. પરદેશથી આવ્યો લાગે છે. માટે તને કહું છું કે જલદી ચાલ્યો જા.” પ્રદ્યુને કહ્યું : “અરે રક્ષક, તમે મને મૂર્ખ કહો છો, પરંતુ મારા કરતાં વધારે મૂર્ખ તે તમે છો. તમે કઠોર હૃદયવાળા છે. જેને માલિક કઠોર, જેની સ્વામિની કઠોર, જેને દેશ અને સન્નિવેશ કઠોર હોય, તેના સેવકે કઠોર હોય જ. રાજા તે તે કહેવાય કે જે નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતો હોય અને શત્રુંજય, ઉજજયંત આદિ તીર્થોનું રક્ષણ કરતો હોય, પ્રજાવત્સલ હોય તે જ સમ્યક રાજા, માલિક અને માલકણ કહેવાય. તમારી સ્વામિની સત્યભામા જેવી કઠોર છે તેવા તમે છે. પરંતુ તમે લોકે માણસ માણસનું અંતર જાણતા નથી. હાથી, ઘેડા, મનુષ્ય અને રત્ન આદિ વસ્તુઓનું જે અંતર જાણતા નથી, તેનું જીવન ખરેખર નિરર્થક હોય છે. તૃણભક્ષી આ ઘડાઓ જંગલની કેરે કોરે રહેલા તૃણનું ભક્ષણ કરશે. મારાથી શિક્ષીત થયેલા આ ઘડાઓ ફલ, પત્ર કે પુષ્પોનું ભક્ષણ કરશે નહીં. તમને જે મારા પર વિશ્વાસ ના હોય તે લ્યો આ મુદ્રિકા ! રાખો તમે.” ત્યારે વનરક્ષકોએ કહ્યું : “જે આ ઘેડા વનની કેરે કરેના ઘાસને ચરશે તે તને મુદ્રિકા પાછી આપીશું, નહીંતર પાછી નહીં આપીએ.” એમ કહીને વનપાલકો ઘેર ગયા. પ્રદ્યુમ્ન ઘેડા છૂટા મૂકી દીધા. અધો જંગલમાં રહેલા વૃક્ષો, ફલ, ફૂલ, પાંદડા, ઘાસ અદિ બધુ જ ભક્ષણ કરી ગયા. અને જંગલને ઉખર ભૂમિ જેવું બનાવી દીધું. તેમજ જંગલમાં રહેલા વાવ, કૂવા અને તલાવનું બધું જ પાણી પી ગયા. બધુ શુષ્ક બનાવી દીધું. विधाय बहिरुद्याने, क्रीडामेवमनेकधा। द्रष्टुं पुरीश्रियं मध्ये, चचालालस्यवजितः ॥१॥ नगरं विशता तेन, निरीक्ष्य काननं घनं । नानामहीरहै राज-दचित्यत निजे हृदि ।२। प्रदर्शयितुमात्मीयां, विभूषां फलशाखिनां । नंदनं काननं स्वर्ग-लोकतः किमिहागतं ।३। तत्समालोक्य सोऽपृच्छ-द्विद्यां वृत्तांतवादिनीं । विद्ये कस्येदमानंद-दायकं काननं महत् ।४। सा बभाण भवन्मातुः, सापत्न्यं विदधाति या । काननं सत्यभामाया-स्तस्याः समस्ति सुंदरं॥ तया निवेदितं वाक्य-माकर्ण्य मदनो बली। चकार मर्कट विद्या-प्रभावतो महातनू ।६।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy