SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર પણ ડરી જાય, તો આવી સુંદર અને કમળ રાજકન્યા તે તને દૂરથી જોતા જ ભયની મારી મરણને શરણ થઈ જાય ! તને જે આ સ્વરૂપવાન રાજકન્યાની સ્પૃહા હોય તે તેની ઈરછા કરીને ભૈરવ ઝુંપાપાત (પર્વતની ટોચથી પડતું મૂકવું) કર, તે ભવાંતરમાં આવી રૂપસુંદરીને મેળવીને તારા મનોરથ પૂર્ણ થશે. ત્યારે કેટલાક શાણા સુભટેએ કહ્યું: “અરે, તમે લકે પણ કેવા છે કે આવા કુરૂપ પાગલની સાથે ચર્ચા કરીને નાહક સમય બગાડે છે. આપણે હજુ ઘણુ દૂર જવાનું છે. એને અહીંયા રાખીને અથવા ગળું પકડીને એને દૂર કાઢી મૂકે, અને જલદી પ્રયાણની તૈયારી કરે. આપણે ક્ષત્રિયા છીએ અને આ ભીલ જાતિને છે. એની સાથે શું વાત કરવી? એ શું દાણ લેવાને યેગ્ય છે ? કદાચ માનો કે એ કૃષ્ણને રાખેલો દાણું હોય અને દાણ ચૂકવ્યા વિના આપણે જઈએ, અને કૃષ્ણ આપણા ઉપર ગુસ્સે થાય, એની પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી. હા, કોઈ ક્ષત્રિય પુત્ર હતા તે તો બરાબર છે. તેને દાણ આપ્યા પછી જઈએ, પરંતુ આ ભીલડાને કણ દાણ આપે ? માટે અહીંથી જલદી રવાના થાઓ. આ પ્રમાણે | સેનાપતિની વાણી સાંભળીને અભિમાનથી સુભટ જવા માટે તયાર થયાં. ત્યાં ભીલ રૂપે પ્રદ્યુમ્ન બાની વર્ષા કરી અને દરવાજાની જેમ માર્ગ રોકીને ઊભો રહ્યો. એક ધનુષ્યમાંથી બાણ છોડે છે ત્યારે આકાશમાં ઈન્દ્રધનુષ્યની જેમ ચારે તરફ પાંચ વર્ણવાળા બાણે સિવાય કંઈ જ દેખાતું નથી. શક્તિશાળી એવા પ્રદ્યુમ્ન બાણોની વર્ષોથી ચારે બાજુને માર્ગ રોકી દીધે. અટ્ટહાસ્ય કરતો તે બોલ્યો : “અરે મૂર્ખાઓ, અલ્પબુદ્ધિ એવા તમે મને રાજપુત્રી કેમ આપતા નથી ? હું વાસુદેવનો પ્રથમ પુત્ર છું અને આ વનવાસીઓને શિરોમણી છું. તમને એમ લાગતું હશે કે હું મિથ્યા પ્રલાપ કરૂં છું. પણ મને પહેલાં રાજકન્યા આપો, પછી બધી વાત વિસ્તારથી કરૂં. જે તમે મને રાજકન્યા નહીં આપે તે પાછળથી તમારે પસ્તાવું પડશે. વનમાં વસતા એવા મને રાજપુત્રી આપશે તે કૃષ્ણ–વાસુદેવ તમારા ઉપર ઘણા ખુશ થશે. તમે કહે છે ને કે આ સંસારમાં રાજકન્યા જેવી કેઈ રૂપવતી સુંદરી નથી.” તો હું કહું છું કે આ સંસારમાં તેને મારા જેવો કઈ વર નહીં મળે. સરખે-સરખો યોગ છે. માટે કંઈક વિચાર કરે. વિચાર નહીં કરો તે સમય ગયા પછી તમે મૂર્ખશિરોમણ કહેવાશે. આ વાત તમારા હિતને માટે કહી છે, છતાં જે મારી ઉપેક્ષા કરીને સ્વપરાકમથી જવાની તૈયારી કરશે તો મારે બીજો પ્રયત્ન કરવો પડશે.” ભિલની વાત સાંભળીને ગુસ્સે થયેલા સેનાપતિએ કહ્યું : “તારી ઈચ્છા હોય તે કરી લે, અમે તને મારીને અમારી શક્તિથી જઈશું. અમે જોઈએ છીએ કે તું અમને કેણ રેકનાર છે ?” સેનાપતિને સાંભળીને ભિલ વેષધારી પ્રદ્યુમ્ન વિદ્યા શક્તિથી સીસકારો (સીટી) કર્યો, તેની સાથે જ ચારે તરફથી ભિલોના સૈયે આવીને, વાદળાઓ જેમ સૂર્યને ઘેરી વળે તેમ કૌરના સૈન્યને ઘેરી લીધું. કૌર શસ્ત્ર ઉગામીને તૈયાર થયા, પરંતુ ભયંકર શસ્ત્રોને ધારણ કરનારા પૃથ્વીમાંથી, જંગલમાંથી, પર્વતમાંથી અને ગુફામાંથી ચારેબાજુથી આવતા ભિલોના સૈન્યને જોઈ રહ્યા. મસ્તક ઉપર પાંદડાઓના બનાવેલા મુગટને ધારણ કરનારા, ગળામાં ફૂલેના હાર પહેરેલા, ખાખરાના પાનનું છત્ર ધારણ કરનારા, હાથમાં કાષ્ટ અને પત્થરના વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરનારા, કેઈ ઉઘાડા માથાવાળા તે કઈ માથે જટાને ધારણ કરનારા, આવા પ્રકારના કોડે ભિલ્લો “મારો મારો, પકડો, પકડ, અરે પાપીઓ, કયાં ભાગો છો ?” આ પ્રમાણે બૂમબરાડા પાડતા કીરના સૈન્ય ઉપર ધસી આવ્યા. હનુમાનના સૈન્યની ચપળતાને ધારણ કરનારૂં કોલાહલ કરતું ભિલલ સૈન્ય પોતાના સૈન્યની સામે આવતુ જેઈને કેટલાક કૌરવ સુભટ ભયભીત બની ગયા, ત્યારે સેનાપતિઓ ગુસ્સે થઈને બેલ્યા :
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy