SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સગ–૧૦ રેકીને, ક્રધાતુર બનીને તેણે સૈનિકોને કહ્યું : “અરે, તમે મહત્કટ સુભટ ભલે રહ્યા, પરંતુ અહીંથી એક પગલું માત્ર આગળ જઈ શકશે નહીં.” ત્યારે કૌરવ રાજકુમારો અને વીર સુભટોએ હસતાં હસતાં તેને કહ્યું : “એ ભીલ, શા માટે તું અમારો માર્ગ રોકીને ઊભો છે?” ત્યારે કપાળ ઉપર ભ્રકુટિ અને ધનુષ્ય ઉપર બાણ ચઢાવીને ભિલ બેલ્યો : “હું અહીં ઊભે રહ્યો છું તેમાં તમારા બાપનું શું જાય છે ? કૌરવોએ પૂછયું : “તું કે સેવક છે ?” તેણે કહ્યું: “હું વિષ્ણુને સેવક દાણી છું. તમારે દાણ ચૂકવીને જ આગળ જવું પડશે. ત્યારે સુભટોએ કહ્યું : “તું કૃષ્ણને દાણી છે, તેમાં અમારે શું ? અમને અમારો રસ્તો કરી આપ. અમારી વચ્ચે શા માટે ઊભે રહ્યો છે ?' ભિલે કહ્યું “જેમ બધા રાજાઓ આપે છે તેમ કૃષ્ણની પ્રીત માટે તમે પણ મને દાણ આપીને જઈ શકો છો.” ત્યારે સુભટેએ કહ્યું: “તું દાણું છે તેથી શું થઈ ગયું? અમને શા માટે સંતાપે છે ? તેમ છતાં તારે જોઈતું હોય તો આ સૈન્યમાં હાથી, ઘેડા, રથ, હીરા, માણેક, મોતી, રત્ન આદિ ઘણું વસ્તુ છે. તારી સુંદરતાને યોગ્ય લાગે તે દાણના બદલામાં લઈ લે અને અમારે માર્ગ છૂટે કર. ત્યારે ક્રોધથી ભિલે કહ્યું: “તમારા મનમાં તમે શું સમજો છો ? શું હું કઈ લુંટારો છું કે તમારા સૈન્યમાંથી મન ફાવે તે લઈ લઉં? તમારા સૈન્યમાં સારામાં સારી, મારા ગ્ય શું ચીજ છે. તે તમે જાણતા હો, મને શુ ખબર? તમારે કશળક્ષેમ અહીંથી જવું હોય તે તમારી પાસે સારામાં સારી જે કઈ ચીજ હોય તે મને દાણમાં આપીને નિર્વિતપણે તમે જઈ શકે છે. ત્યારે કેઈ સુભટે મશ્કરીમાં કહ્યું : “આ સૈન્યમાં સારભૂત વસ્તુ હોય તો તે રાજાની રાજકુંવરી છે. તારા મનમાં સારી ચીજની ઝંખના હોય તે સુંદર એવી રાજકુંવરીને જ લઈ જા ને!” ત્યારે ભિલે કહ્યું : “ઓહ, આ જગતમાં તમે મહાભાગ્યશાળી છે, તમે સ્વહસ્તે જ મને રાજકુંવરી આપે ! કેમકે આવા ભયંકર જંગલમાં હું એકાકી રહું છું. કેાઈ રાંધનારી કે મારી સેવા કરનારી સ્ત્રી નથી. તમારો ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું.” સુભટેએ પાગલ માની તેને ખીજવવા માટે કહ્યું: “રાજકુંવરી તારી પાસે વસ્ત્ર, આભૂષણ, ભજન વિગેરે માગશે. તું શું આપીશ?' ત્યારે ભિલે કહ્યું : “શું મારી પાસે કંઈ નથી? મારી પાસે ઘણું બધું છે ! સાંભળો, આ વનમાં ખાવા માટે બોર, વડવૃક્ષનાં ફળ વિગેરે ઘણું ફળ છે. તેને પહેરવા માટે ઝાડની છાલ, મોરના પીંછાં....વિગેરે વલ્કલનાં હું વસ્ત્ર આપીશ. અને તેને શણગારવા માટે ચણેઠી અને કડીઓનાં આભૂષણો બનાવી આપીશ. બોલો, તમારી રાજકુંવરીને આથી વિશેષ શું જોઈએ ? વળી રાજકુંવરી આપીને મને સંતોષ પમાડશે તે તમારા ઉપર કૃષ્ણને પ્રેમ વધશે. કૃષ્ણ જ મને પહેલાં કહેલું કે “આ જંગલમાંથી જતા જે કેઈની પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચીજ હોય તે તારે લેવી.” તેથી તમો બીજો કોઈ વિચાર કર્યા વિના મને રાજકુંવરી આપીને ક્ષેમકુશલ અહીંથી જઈ શકે છે.” ત્યારે કેટલાક સુભટોએ કહ્યું : કૃષ્ણ તને કહ્યું હોય કે “સારભૂત વસ્તુ તારે ગ્રહણ કરવી, તે અહીંથી ઘણું ઘણું સાર્થો ગયા હશે. તેમાંની સારભૂત વસ્તુ તો કઈ તારી પાસે દેખાતી નથી. તું તે જન્મથી જ દરિદ્રનારાયણ દેખાય છે. ત્યારે ભિલે કહ્યું : “અરે શઠો, તમે મારા સ્વરૂપને જાણતા જ નથી. હું કેવો છું ખબર છે? હું દાતા છું અને ભોક્તા છું. હું કઈ વસ્તુ સંઘરી રાખતા નથી. બધું દાનમાં આપી દીધું અને ભેળવી લીધું.” ત્યારે કેટલાક સુભટેએ કહ્યું : “અરે મૂર્ખ, શાને બકવાસ કરે છે ? જાણ્ય, જાણ્ય, જન્મથી જ તારૂ સ્વરૂપ' જાણ્યું. રાજકન્યાની પ્રાપ્તિ તે દૂર રહી, તેનું દર્શન પણ તારા જેવા માટે દુર્લભ છે. તારૂં લાંબુ લાંબુ પેટ, કાજળ જેવું શ્યામ શરીર, પીળા પીળા વાળ, આવા તારા ભયંકર રૂપને જોઈને બીજી સ્ત્રીઓ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy