________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
भूयो हनुमतां सैन्य-मिव चापल्यमादधत् । विष्वक् भिल्लबलं व्याप्तं, भूरिकोलाहलाकुलं । अवलोक्य समागच्छ-स्वसैन्याभिमुखं च तत् । कौरवाः सुभटाः केचि-च्चुक्षुभुः समुदायतः॥ केचिद्वदंत्यमर्षेण, किमेतेभ्यो बिभीथ भोः । तिष्टंत्यग्रे गजानां कि-मकृशा अपि शूकराः।९०॥ अतिशौर्यतया यूयं, युध्यध्वं वीरमानिनः । इदृशोऽवसरोऽस्माकं, काले न हि समेष्यति ।९१॥ एतान् वनेचरान् दुष्टान्, कंदमूलफलाशिनः । गृहीत्वा मारयध्वं च, भूतानिव भयंकरान् । वदंत इति झात्कार-विद्युद्दामेव बिभृता। उद्घाटितेन खड्गेना-धावन् सैन्यस्थिता नृपाः ॥ पुलिंदा अपि भूपानां, योध्धुं सन्मुखमागताः। ततो रौद्रे रणे जाते, भिल्लभूपाः पराजिताः॥ तदा केचिद्व्यमुंचन् स्वां-स्तुरंगान् वक्रताधरान् ।
अश्ववाराः सरंगाश्च, विद्धा भिल्लशिलीमुखैः ।९५। क्षुत्क्षामाणां पुलिदानां, दयया भारभारिताः। तुंगाः स्तंबेरमास्तस्मि-ननीक एव बभ्रमुः ॥ तत्पृष्टेभ्यस्तदा तत्र, पतिताः सर्पिषो घटाः। तेषामेव घृतर्जाता, सारणिधरणीतले ।९७। पुनस्तेभ्योऽपि गोधूम-राशयः पतिता भुवि । संग्रामकर्तृपादैश्च, चूर्णीभूता विदिताः ।९८॥ क्षुधितानां किराताना-मन्येषामपि भूस्पृशां । भक्षणं रणदेव्येव, प्रदत्तं गुडमिश्रितं ।९९। संपूर्णोदरमाहारं, लभंते पामरा यदा । भवंति त्वरितं प्राय-स्तदा बलमदोद्धताः ॥३००। इति ते पूर्णमाहारं, संप्राप्य शबरास्तदा । तथा युयुधिरे नष्टा, यथा सर्वेऽपि कौरवाः ।। निखिलान्यपि वस्त्राणि, केचित्स्वमूर्धवेष्टनं । परिधानांशुक केचि-नश्यतो व्यमुचन् भयात् ।२। वस्त्रहीना यदा नष्टाः, कौरवा वीरमानिनः। कुर्वाणाः क्रीडया नृत्यं, किराता अहसन् भृशं ॥३॥ वादयंतो मुखैर्वेणून, ददाना हस्ततालकान् । जाता अस्मादृशा एते, भव्यं भूतं मिथो जगुः ।४। स्वकीयधनिकस्यापि, धान्यगोण्यादिकं तदा। समारोपयितुं भारं, न ददुसरा अपि ।५। टत्कारं प्रकुर्वाणा, उन्मत्ता गवया इव । मिथ आस्फाल्यमानाश्चा-नश्यंश्च वृषभाः समे ।।
પ્રદ્યુમ્નને ઉદધિકુમારીને જોવાની ઘણી તાલાવેલી થઈ, પરંતુ “લાખ સૈનિકેથી ઘેરાયેલી કુમારીને કેવી રીતે જોઈ શકાય?’ એમ માનીને તેણે ભયંકર ભિલ્લનું રૂપ કર્યું. જ્યાં બધા સૈનિકે ભોજન માટેની તૈયારી કરતા હતા ત્યાં ભિલ્લ રૂપે પ્રદ્યુમ્ન આવ્યો. તળાવ જેવું મોટું શ્યામ શરીર, હાથીની સૂંઢ જેવા હાથ, વડના થડ જેવી જંઘા, સૂપડાના આકાર જેવા હાથ-પગનાં તળિયાં, ચીમળાઈ ગયેલા ફૂલ જેવું સંકુચિત મુખ.....ગર્દભના દાંત જેવા મોટા દાંત, ચપટી નાસિકા, પીળી અને મોટી દાઢી-મૂછ, તગારા જેવું મોટું પેટ, કઠીને અને મેટું રાક્ષસ જેવું શ્યામ શરીર, વાંકી કેડ અને ડોક...લાંબા લાંબા વાળાની મોટી જટા, લાલ લાલ નેત્રો અને મેંઢામાંથી સતત નીકળતું થુંક...ચારે તરફથી ફાટી ગયેલાં વસ્ત્રો.....એવા ભયંકર રૂપને ધારણ કરનારે, હાથમાં વાંસની લાકડીના ટેકે ઠચૂક ઠચૂક ચાલત, ખભે ધનુષ્ય બાણ લઈને, ભયંકર ભિલ રૂપે પ્રદ્યુમ્ન રસ્તા વચ્ચે આવીને ઊભો રહ્યો. આવા કુરૂપ ભિલ્લને જોઈને કુરૂદેશના (દુર્યોધનના) સૈનિકે હસવા લાગ્યા. જ્યારે તેઓ ભેજન કરીને જવાની તૈયારી કરે છે, ત્યાં માર્ગ