SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ૨. પાદપીયુક્ત ઉજજવલ સિંહાસન ઉપર બેઠેલા તીર્થકરની ચારેબાજુ ચંદ્ર જેવા ઉજ્જવલ ચામરો વીંજાય છે. ૩. પાદપીયુક્ત ઉજ્જવલ સ્ફટિક રત્નના સિંહાસન પર તીર્થકર બેસે છે. ૪. એક હજાર યોજન ઊંચાઈવાળી ઈન્દ્રધના તીર્થંકરની આગળ ચાલે છે. ૫. દેવે સુવર્ણનાં નવ કમલ સ્થાપિત કરે છે, તીર્થકર તેના પર પગલાં મૂકીને ચાલે છે. ૬. દે રૂપા-સેના અને રત્નના ત્રણ ગઢ બનાવે છે. ૭. વ્યંતર દેવ તીર્થકરની ત્રણ દિશાઓમાં તીર્થકરનાં પ્રતિબિંબ મૂકે છે. તીર્થંકર પૂર્વ દિશામાં બેસે છે. ૮. તીર્થંકરના શરીર કરતાં બાર ગણું ઊંચું અશોકવૃક્ષ હોય છે. ૯. તીર્થંકર વિચરતા હોય ત્યાં કાંટાઓ અધોમુખવાળા થઈ જાય છે. ૧૦. તીર્થંકરની આગળ આકાશમાં દેવદુંદુભી વાગે છે. ૧૧. ભગવંતને વૃક્ષે પણ ઝુકીને પ્રણામ કરે છે. ૧૨. ભગવંત વિચરતા હોય ત્યાં જન પ્રમાણ ભૂમિમાં પવન પણ અનુકૂળ વહે છે. ૧૩. સહજ રીતે પક્ષીઓ પણ ભગવંતને પ્રદક્ષિણા આપે છે. ૧૪. સુગંધી જલની વૃષ્ટિ થાય છે. ૧૫. દેવો પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે, છતાં પુષ્પોને પીડા થતી નથી. ૧૬. દીક્ષા લીધા પછી ભગવંતના દાઢી, મૂછ, કેશ અને નખ વધતા નથી. ૧૭. ઓછામાં ઓછા એક કરોડ દેવે ભગવંતની સેવામાં નિરંતર રહે છે. ૧૮. છએ ઋતુઓ અનુકૂળ વતે છે. ૧૯ ત્રણે જગતનું અધિપતિપણું બતાવતા ન હોય તેમ ભગવંતના મસ્તક ઉપર ત્રણ છત્રે શોભે છે. કુલ ૩૪ અતિશયોને સમાવેશ મુખ્ય ચાર અતિશયમાં થાય છે. ૧. જ્ઞાનાતિશય, ૨. વચનાતિશય, ૩. પૂજાતિશય અને ૪. અપાયાપગમઅતિશય. તીર્થકરની વાણીના ૩૫ ગુણે - ૧. સૌ કોઈ પોતપોતાની ભાષામાં સમજી શકે, ૨. એક યોજન સુધી સાંભળી શકાય, ૩. પ્રૌઢ, મેઘની સમાન ગંભીર સ્વરવાળી, ૪. સ્પષ્ટ શબ્દોવાળી, ૫. સંતોષકારક, ૬. પ્રત્યેક જીવો પિતાને અનુરૂપ લઈ શકે તેવી, ૭. ગુઢ આશયવાળી, ૮. પૂર્વાપર વિધથી રહિત, ૯. મહાપુરૂને યોગ્ય, ૧૦. સંદેહ રહિત, ૧૧. દૂષણ રહિત, ૧૨. કિલષ્ટ (કઠીન) વિષયને સરલતાથી સમજાવી શકે તેવી, ૧૩. અવસરે ચિત, ૧૪. મહાન અર્થવાળી, ૧૫. યુક્તિયુક્ત, ૧૬. પદ રચના સહિત, ૧૭. છ દ્રવ્ય અને નવતને પુષ્ટ કરનારી, ૧૮. મધુર, ૧૯. કેઈનું રહસ્થ કહેતા બીજા ના સમજી શકે તેવી ચતુર, ૨૦. ધર્મ અર્થથી પ્રતિબદ્ધ, ૨૧. દીપક સમાન અર્થના પ્રકાશને કરનારી, ૨૨. પરનિંદા અને સ્વ પ્રશંસાથી રહિત, ૨૩. કર્તા-કર્મ-ક્રિયા-કાલ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy