SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શાંબ–પ્રધુન ચાસ્ત્રિ कृतेनतेन रूपेण, विक्रीणानावुभौ दधि । विशंतो द्वारवत्यां तौ, सांबेन प्रविलोकितौ ५९। अव्रतो यावदाभीरी, दधि विक्रेतुमागता । तावत्सांबोऽवदद्देहि, ममाप्यभीरि ! गोरसं १६०। मम दास्यसि यहि त्वं, तत्सर्वमपि गोरसं । ग्रहीष्यामि तव द्रव्यं, दत्वा प्रचुरमंजसा ॥६१॥ कथयित्वेति सार्थे स, तामादाय ततोऽचलत् । गच्छन् देवकुलं दृष्ट्वा, प्रविष्टोऽर्चकमयंवत् ॥ प्रविश्याभीरिकां तत्रा-हूतवान् स रिरंसया । सा प्राह देहि मन्मूल्यं, न प्रवेक्ष्यामि सर्वथा ॥ तयेत्युक्त स्वहस्तेन, धृत्वा तामाचकर्ष सः । तावत्तत्र समायात, आभीरः पृष्ठतो द्रुतं ॥६४॥ रे पातकिन ! दुराचार! परस्त्रीलंपटः शठः। किमाकर्षसि मत्पत्नी-मित्याक्रोशेन ताडितः। ताडयित्वा निजं रुप-मुभाभ्यं प्रकटीकृतं । पितरं मातरं दृष्ट्वा, मुखमाच्छाद्य नष्टवान् ।६६। दयित्वेति सौम्यत्यं, जांबवत्याः सुतस्य च । तया सहागमद्गेहं, गोविंदो गुप्ततान्वितः ।६७। પ્રદ્યુમ્ન દેગુંદકદેવની જેમ વૈદભ આદિ રાજકન્યાઓ સાથે સુખ ભોગવી રહ્યો છે. શાબ પણ હેમાંગદરાજાની પુત્રી સહિરણ્ય સાથે અન૫ સુખ ભોગવી રહ્યો છે. એક દિવસે પરસ્પર કીડા કરતા શાંબકુમારે સુભાનુકુમારને ખૂબ માર માર્યો. તેથી ગદ્દગદ્દ સ્વરે રૂદન કરતા સુભાનુકુમારે પોતાની માતા સત્યભામાં પાસે જઈને શાંબ સાથે થયેલા ઝઘડાની વાત કરી. પુત્રના દુખે દુ:ખી થયેલી સત્યભામાએ કૃષ્ણ પાસે જઈને શાંબ વિરૂદ્ધ ફરિયાદ કરી :- “જાંબવતીને પુત્ર શબ એટલે ઉદંડ થઈ ગયો છે કે વારંવાર મારા સુભાનને હેરાન કરે છે. એટલું જ નહી, તેને મન ફાવે તેવી રીતે માર મારે છે. તે આપ શબને ઠપકો આપીને ઠેકાણે લાવ.” કૃષ્ણ સત્યભામાને સંતોષ આપીને વિદાય કરી અને જાંબવતીને લાવીને કહ્યું- “તારા પુત્ર ઝઘડાર છે, તે દેવિ, તેને તું રોક, નહીતર તેનું પરીણામ સારૂં નહી આવે.” ત્યારે જાંબવતીએ કહ્યું- “સ્વામિન, આપ કહો છો તે પ્રમાણે મારો પુત્ર ઉદંડ નથી.” વિષ્ણુએ કહ્યું: “સિહણ પોતાના પુત્રને તો સૌમ્ય તરીકે જ માને, પરંતુ તેનું બલબલ તે હાથીએ જ જાણે કે સિંહ કેટલો ક્રુર છે. તે પ્રમાણે તું પણ તારા પુત્રનું સ્વરૂપ જાતી નથી. તેમ છતાં તને મારા વચન ઉપર વિશ્વાસ ન હોય તો તને હું પ્રત્યક્ષ બતાવું કે તારા પુત્રને કેવા અપલક્ષણ છે.” એમ કહીને કૃષ્ણ પિતે ભરવાડનું રૂપ ધારણ કર્યું અને જાંબવતીને યૌવનવંતી અને રૂપવંતી સુંદર ભરવાડણ બનાવી. બંને નગરીની બહાર જઈને, માથે દહી દૂધના મટકા લઈને, વેચવા માટે નગરીમ આવ્યાં. દૂરથી આવતી સુંદર ભરવાડણને જોઈને શાંબે કહ્યું – “હે ભરવાડણ, અહીં આવ. મને ગોરસ આ૫, મને જે આ બધું ગેરસ આપીશ તે તને ઘણુ દ્રવ્ય આપીશ.” એમ કહીને ભરવાડણને સાથે લઈને ચાલ્યા. આગળ જતા શુન્ય દેવકુલિકા જોઈને, શાંબ પૂજારીની જેમ દેવમંદિરમાં પેઠો. ભરવાડણને પણ દેવમંદિરમાં બોલાવી. બહાર ઊભી ઊભી ભરવાડણે કહ્યું - “તમારે ગોરસ જોઇતુ હોય તે બહારથી જ લઈ લે, અને મારૂ મૂલ્ય ચૂકવી દ્યો. હું અંદર નહીં આવું.' ભરવાડણે દેવકુલમાં જવાની ના પાડવા છતાં શાંબ તેને હાથ પકડીને અંદર ખેંચી ગયો કે તરત જ તેની પાછળ ભરવાડ આવ્યો. અને શાબની તર્જના કરતે બે - “ રે પાપી, દુરાચારી, પરસ્ત્રીલંપટ, શઠ, મારી પત્નીને તે હાથ કેમ લગાડયો ? છોડ પાપી, મારી પત્નીને હાથ છોડ” આ પ્રમાણે બેલતા ભરવાડે આક્રોશપૂર્વક શબને ખૂબ માર્યો. ત્યારબાદ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy