SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૯ પગથિયાં ચઢવા લાગ્યો. મોટી મોટી રાડ પાડો અને શિલા સમાન કઠિન પગ વડે ધરતીને ફૂટતો, જેવો ગોપુરમાં પ્રવેશ કરે છે ત્યાં ગોપુરને અધિષ્ઠાયિક નાગકુમાર દેવ પ્રત્યક્ષ થઈને ક્રોધથી ધુઆપુ ને લાલ આંખેને કાઢતે નિષ્ફર વચનથી બોલવા લાગ્યો : “રે પાપી, દુરાચારી, નિર્લજજ શિરોમણું, તે આ શું કરવા માંડયું છે ? તને શું અકાળે મરવાની ઈચ્છા થઈ છે ? તે આટલા દિવસેમાં શું સાંભળ્યું નથી કે આ દેવનું સ્થાન છે. તેની અવજ્ઞા કરનારને મતની શિક્ષા થાય છે ?” સ્વસ્થ મનવાળા પ્રદ્યુને કહ્યું : “તું શું મને બીવડાવે છે ? તારામાં સામર્થ્ય હોય તે મારી સાથે યુદ્ધ કર. નાહક બડબડાટ શું કરી રહ્યો છે ? પ્રદ્યુમ્નના વચનથી ગુસ્સે થયેલે દેવ કુમારને મારવા માટે તેના શરીરને વળગ્યો. કુમારે પણ દષ્ટિ, મુષ્ટિ અને લાકડીના પ્રહારથી દેવને જર્જરિત કરી દીધો. પોતાના પરાભવને સ્વીકારીને તે દેવ કુમારના પગમાં પડીને બોલ્યો : “હે પુરૂષોત્તમ, હું તમારે સેવક છું, આજથી આ૫ મારા નાથ છે.” એમ કહીને પ્રધુમ્નને બેસવા માટે સિંહાસન આપ્યું. પ્રદ્યુમ્ન કહ્યું : “આવા ભયંકર સ્થાનમાં કેમ રહ્યો છે?” દેવે કહ્યું: “તમારા માટે.” કુમારે કહ્યું : “મારા માટે ? ક્યા કારણે તું મારા માટે અહીં રહ્યો છે ?” દેવે કહ્યું : “સાંભળે, આ પર્વત ઉપર લંકા નામનું અદ્દભુત નગર હતું. તેમાં કનકકેતુ નામનો રાજા હતા. તેની રૂપવતી, ગુણવતી એવી “અનિલા” નામની રાણી હતી. સાંસારિક સુખોને ભેગવતા સ્નેહપૂર્વક દંપતિનો સમય પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક દિવસે સ્વર્ગલોકમાંથી ચ્યવીને કે ઈ દેવ તેમને ત્યાં “હિરણ્ય” નામના સુંદર પુત્ર તરીકે જન્મ્યો. હિરણ્યને રાજ્યભારને યોગ્ય જાણુને કનકકેતુ રાજાએ પુત્રને રાજ્ય સંપીને સંસારથી ઉદ્વિગ્ન થયેલા પોતે દિક્ષા અંગીકાર કરી. લાંબા કાળ સુધી સંયમધર્મનું પાલન કરી, શાસ્ત્રાભ્યાસ કરી, તીવ્ર તપશ્ચર્યા કરી ઘાતકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. કેવલી થઈને ભવ્ય જીવોને પ્રતિબંધ કરી આઠ કર્મોનો ક્ષય કરી કનકકેતુ રાજા મેક્ષગતિ પામ્યા. હિરણ્ય રાજા નિષ્કટક રાજ્યનું એવું પાલન કરી રહ્યા છે કે જેથી બાવળ વૃક્ષના કાંટાઓને જંગલમાં વાસ કરવો પડ્યો છે ! તે પણ રાજ્યના વિસ્તારને વધારવા માટે મનમાં ઝંખના કરી રહ્યા છે. એવામાં એક દિવસે મહેલના ઝરૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા હતા, ત્યાં તેમણે વિપુલ સૈન્ય અને સમૃદ્ધિથી યુક્ત એવા દૈત્યરાજને જતા જોયા. જેઈને વિચારવા લાગ્યા : “અરે મારે આવું કેમ નહીં ? હું પણ વિદ્યાઓને સાધુ બને પ્રસન્ન થયેલી વિદ્યાઓના બળથી સર્વ પ્રકારની સંપત્તિને માલિક બનું.” આ પ્રમાણે વિચારીને હિરણ્ય રાજા પિતાના નાના ભાઈને થાપણ તરીકે રાજ્ય સેપીને સિદ્ધવનમાં વિદ્યા સાધવા માટે ગયો. ત્યાં જઈને તપ કરીને વિધિપૂર્વક વિદ્યાની સાધના કરી. તેની સાધના અને સાહસથી અલ્પકાળમાં વિદ્યાઓ સિદ્ધ થઈ. વિદ્યાસિદ્ધ બની મહોત્સવ પૂર્વક નગરમાં આવી હિરણ્ય રાજા રાજ્યનું પાલન કરી રહ્યા હતા. મોટા પુરૂષોને અતિ ભેગથી વૃદ્ધાવસ્થામાં વિરક્તિ થાય છે, તેવી જ રીતે હિરણ્ય રાજાને પણ સંસારના સુખોથી વિરક્તિ થઈ. પુણ્યશાળી અને શ્રદ્ધાવાન રાજાઓ જિંદગીના અંત સુધી ભેગો ભેગવતા નથી. હિરણ્યપ્રભ રાજા પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને શ્રી નમિનાથ ભગવાનને વંદન કરવા માટે ગયા. જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને જ્ઞાન અને વૈરાગ્યના રંગથી રંગાયેલા રાજાએ વિનયપૂર્વક ભગવંતને વિજ્ઞપ્તિ કરી: “પ્રભે, સંસારનું સ્વરૂપ ક્ષણભંગુર છે. તેથી શાશ્વત્ સુખની પ્રાપ્તિ માટે મને ચારિત્ર આપે !” રાજાના વચન સાંભળીને ભગવંતે કહ્યું : “રાજન, જેમ તમને સુખ થાય તેમ કરો.” ભગવંતના વચનથી ચારિત્ર લેવાને ઉદ્યત થયેલા રાજાને વિદ્યાઓના અધિષ્ઠાયક દેએ આવીને કહ્યું : “રાજન, આપ તે વૈરાગી બનીને સંયમ ગ્રહણ કરવા તૈયાર થયા છો
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy