SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ ૧૯ दीयंतांदीनदानानि, याचकेभ्योऽयि भूरिशः। मांगलिकानि कृत्यानि, निष्पाद्यतामनेकधा॥६८॥ लघ्व्या अपि सपत्न्या मे, संजातस्तनयोंजसा । वृद्धत्वान्मे न जातोऽसौ, सत्यपि गर्भसंभवे॥६९।। इति चिंतातुरा श्रुत्वा, सपत्नी सुतं क्रुधा । यातौकः सत्यभामापि, प्रास्त भानुकं सुतं ॥७॥ જાણે અતિ છાશ પીધી ના હોય તેમ સત્યભામા ફીકી અને મોટા પેટવાળી બની. અને ઉત્તમ ગર્ભના પ્રભાવે રૂકિમણી ગૂઢગર્ભા બની. ત્યાર પછી એક દિવસ સત્યભામાએ ઈર્ષાથી કૃષ્ણની પાસે જઈને કહ્યું – “સ્વામિનું જુઓ ખરા, રુકિમણ કેટલું જુઠું બોલે છે. એને ગર્ભ રહ્યો નથી છતાં કહે છે કે હું ગર્ભવતી છું, જે મારા વચન ઉપર આપને વિશ્વાસ ન હોય તે નાથ, અમારા બંનેનાં પેટ જુઓ,” તેટલામાં તે જાણે સત્યભામાના વચનને જૂઠું પાડવા માટે જ ન હોય તેમ દાસીએ આવીને કૃષ્ણ મહારાજને વધામણી આપી મહારાજા રુકિમણી દેવીએ પુત્રરત્નને જન્મ આપે છે. તે સ્વામિન, પુત્રરત્નની વધામણીની ખૂશાલીમાં આપ યોગ્ય કરશે.” સૂર્ય સમાન તેજસ્વી પુત્રરત્નના જન્મ પ્રસંગે કોણ ધનવ્યય (ખર્ચ) ના કરે ? ત્યારે કૃષ્ણ રાજચિન્હ (રાજમુગટ) સિવાય ઘણું દ્રવ્ય, અલંકારો અને સુંદર વ વધામણી આપવા આવેલી દાસીને આપ્યા. પોતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કૃષ્ણ દ્વારિકા નગરીને શણગારવા માટે આજ્ઞા કરી. અને કહ્યું કે દુકાને દુકાને ધ્વજારોપણ કરાવે. દરેક ઘર આગળ સાથિયા પૂરા, અને સ્થાને સ્થાને નાટક કરાવો. તેમજ જિનેશ્વર ભગવંતની વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી અને સત્તરભેદી પૂજા રચા. દીન, અનાથ યાચકને ઘણું ઘણું દાન આપો તેમજ નગરીમાં અનેક પ્રકારના માંગલિક કાર્યો કરાવો. મારી આજ્ઞા પ્રમાણે કરાવીને મને તરત જ સમાચાર આપ.” કૃષ્ણની ખુશાલીપૂર્વકની આજ્ઞા સાંભળીને સત્યભામા દુઃખી દુઃખી થઈ ગઈ. “અરેરે, મારી શેકય રૂકિમણું નાની હોવા છતાં એને મારી પહેલા પુત્ર જન્મ્યો. હું મટી હોવા છતાં મને હજુ પુત્ર પ્રસવ થયે નહી. આ પ્રમાણે ચિંતાતુર બનેલી સત્યભામાં પિતાના ઘેર જઈને ગુસ્સાથી પેટ કુટવા લાગી. ત્યારબાદ થોડા સમયમાં તેણે પણ “ભાનુક’ નામના પુત્રને જન્મ આપ્યો. रुक्मिणीनिलये गत्वा, कृष्णः पुत्रदिदृक्षया । सिंहासने समासीन, आनाययत्स्वनंदनं ॥७१॥ समानाय्य कुमारं तं, गृहीत्वा च स्वहस्तयोः । आसेचनकमानंद-संदोहाद्रुपमैक्षत ॥७२॥ किं जयंतोऽश्विनीपुत्रः, किं वा बिंबमहर्पतेः । दर्श दर्श कुमारं तं, मुकुंद इत्यचिंतयत् ॥७३॥ प्राच्या प्रजनितो राज-तेजःपुंजमयोऽर्यमा । सर्वा अपि दिशो विष्वक, प्राद्योततेतमां यथा।।७४॥ रुक्मिण्यापि प्रसूतोऽसौ, बालोऽप्यतीवतेजसा । अधिकेनाखिलेभ्योऽपि, प्राद्योतताभितो गृहं।।७५॥ श्रीप्रद्युम्नकुमारोऽयं, तदेत्यूचे मुरारिणा । तत्प्रद्युम्नकुमारोऽसौ, प्रोक्तमित्यखिलैरपि ॥७६॥ પુત્રને જોવાની ઈચ્છાથી કૃષ્ણ રુકિમણીના ઘેર જઈને સિંહાસન ઉપર બેઠા અને પુત્રને જેવાની માગણી કરી. રુકિમણીએ આપેલ પુત્રને બે હાથમાં લઈને અત્યંત આનંદથી રોમાં
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy