SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-ક t બધી રાજસભાઓ કરતા આ સભાના સભાસને વિનય જોઈને ખુશ થયેલા નારદ કહ્યુઃ “વિંદ હું ઘણા સ્થાનમાં ફરૂં છું તીર્થયાત્રા પણ કરું છું, અને મહામુનિઓને વંદન પૂજન પણ કરૂં છું પરંતુ મારા મનમાં તારા ગુણોથી જેવો આનંદ થયે છે તે મને કયાંય થયો નથી, એ હું ચોક્કસપણે કહું છું. તેથી તારા સુખે સુખી અને તારા દુઃખે દુઃખી એમ આપણે બંને પરસ્પરના સુખદુઃખના સહભાગી બનીશ? આ પ્રમાણે મિત્રતાને કોલ આપીને કૃષ્ણને કહ્યું જે તમારી આજ્ઞા હોય તે અંતઃપુરમાં જઈને સુંદર રૂપવંતી તારી પ્રિયાને હું જેવા માટે ઈચ્છું છું કારણ કે રૂપ–લાવણ્ય, વિનય અને વિવેકથી પૂર્ણ એવી તારી પટરાણુઓ તને યેગ્ય છે કે નહીં. . કૃષ્ણને નારદની ચતુરાઈ જોઈને જેમ આશ્ચર્ય થયુ હતું તેમ તેમને કૌતુક પ્રિયસ્વભાવ જોઈને આશ્ચર્ય થયું. “ભલે મારી સ્ત્રીઓની સ્વાભાવિક પરીક્ષા થશે.” એમ વિચારી કૃષ્ણ હસીને નારદને કહ્યું: આ૫ તે પરમ હિતસ્વી મિત્ર છે. મારા જયેષ્ઠ બંધુ છે, પરમ પ્રિય છે અને મારા પ્રાણથી પણ મને અધિક પ્રિય છે. તે સ્વામિન, આપનાથી મારે કંઈ ગુપ્ત રાખવા જેવું નથી. આપનું વચન ઉલંઘી શકાય નહી. તે આ૫ ખુશીથી આપની ઈચ્છા મુજબ મારા અંતઃપુરમાં જઈ શકે છે ! श्रुत्वेत्यसौ मुकुंदस्य, वाक्यमंतःपुरे गतः । निस्पृहाणां गतिः क्वापि, निषिद्धयते न केनचित ॥६२॥ अष्टाग्रमहिषीमुख्या, सत्यभामा मुरारिणा । कृतास्ति प्रथमं तेन, वीक्षे तामेव वल्लभां ॥६३॥ विमृश्येति गृहे तस्याः, पौरस्त्यं नारदा मुनिः कौतुकाकुलितोऽचाली-थातुर्यादि परीक्षितु।। ६४ ॥ કૃષ્ણનું વચન સાંભળીને નારદ અંતઃપુરમાં ગયા. નિસ્પૃહ માણસો સર્વત્ર જઈ શકે છે. તેને કોઈ રોકી શકતું નથી. કૃષ્ણની આઠ પટરાણીઓ છે. તેમાં મુખ્ય પટરાણ સત્યભામાં છે. તે પહેલા તેના ઘેર જ જવું” આમ વિચારી કૌતુક પ્રિય નારદ સત્યભામાના રૂપગુણ અને ચતુરાઈ જેવા માટે પહેલા સત્યભામાના મહેલે ગયા. तावत्षोडशश्रृंगार-परिधानाय भूघने । तयादौ मज्जनं चक्रे, शुद्धगंधोदकादिभिः ॥ ६५ ॥ नेत्रयोरंजनं कर्ण-यामले कुंडले दधौ । चारुमुक्ताफलोपेतं, नासिकाभूषणं तथा ।। ६६ ॥ कलया बिनिर्मितं चीन-देशे गुरूपदिष्टया । चारुचीनांशुकं क्षौम, साधत्त प्रमदोत्तमा ।। ६७ ॥ आदर्शमेकहस्तेन, गृहीत्वाननसन्मुखं । पुढू ललाटपट्टे सा, मुदा विरचयंत्यभूत् ॥ ६८ ॥ पुष्पमाला गले हारो, हस्तयोः कंकणे तथा।किंकीणीमेखला कटयां, देहे चंदनचर्चनं ॥ ६९ ॥ लेपनं गंधधूल्याद्यैः, कुचयोः कुभिकुंभयोः। क्वणन्नूपुरमंघ्रयोश्च, घंटिकाजालसंयुतं ॥ ७० ॥ एवंविधांश्च श्रृंगारान्, सहर्षेण महीयसा । चिकीर्षुः सास्ति संमोहा-न्मनो मोहयितुं हरेः ।। ७१ ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy