SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ત્યારે સત્યભામા સોળ શણગાર સજવામાં તલ્લીન હતી. પ્રથમ પવિત્ર સુધી જલથી નાન કર્યું. બંને આંખમાં અંજન લગાડયું. બન્ને કાનમાં કુંડલ પહેર્યા, સુંદર પાણીદાર મોતીની ચુની (નથની ) પહેરી. ચીન દેશમાં તૈયાર થતાં સુંદર અને સુંવાળા રેશ્મી વસ્ત્ર ધારણ કર્યા, અને મુખની સામે એક હાથમાં દર્પણ લઇને લલાટમાં સૌભાગ્યના ચિહ્નરૂપ ચાંદલો કર્યો. ગળામાં પુષ્પમાલા અને સુંદર નવસેરે મોતીને હાર ધારણ કર્યો, બે હાથમાં કંકણ, કટપ્રદેશ ( કમરે ) કંદરે, અને શરીરે સુગધી ચંદનને રસ લગાડ, કળશ જેવા સુંદર બે સ્તન ઉપર સુગંધી પદાર્થનું વિલેપન કર્યું અને પગમાં ઝીણી ઝીણી ઘુઘરીઓથી યુક્ત ઝાંઝર પહેર્યા, આ પ્રકારના સોળ શણગાર કૃષ્ણના મનને મોહ પમાડવા માટે સજ્યા. तस्मिन्नवसरे तस्याः, पृष्ट नारद आगतः । भस्मधूसरितांगश्च, जटावान् वल्कलांशुकः ।। ७२ ॥ नारदर्षिमजानंती, दर्पणे प्रतिबिंबितं । बीभत्स किमिदं रूपं, वक्रीकृत्याह सा मुखं ।। ७३ ॥ चंद्रः कलंकितायोगा-न्मादृशां वदने तुलां । कदाप्यलभमानः सन्, समुदेति हिया निशि ।। ७४॥ अतोऽत्र समये चेदं, कस्य रूपं भयंकरं । श्रृंगाररसघाताय, समजायत हा विधे ! ।। ७५ ॥ તે અવસરે શરીરે ભસ્મ લગાડેલી, જટાધારી અને વલ્કલના વસ્ત્ર પહેરેલા નારદ તેની પાછળ આવીને ઊભા રહ્યા, ત્યારે નારદથી અજાણ એવી સત્યભામા દર્પણમાં પ્રતિબિંબ પડેલા રૂપને જોઈને છળી ઉઠી, “અરેરે, આ શું? આ ભયંકર રૂપવાળ કેણ છે? મોઢું મચકેડીને એ બોલી -મારા મુખરૂપી ચન્દ્રને કલંકિત કરનાર આ કેણ આવીને ઊભું છે? ચંદ્ર પણ મારા મુખચન્દ્રની શોભાથી લજિત થઈને કયારે પણ દિવસે આવતું નથી, રાત્રે જ ઉગે છે. તે સમયે આ ભયંકર રૂપધારી કોણ આવ્યું છે કે જે મારા શણગારને દેષિત કરી રહ્યો છે? અરેરે વિધ તું પણ કે વિચિત્ર છે ? આવા કદરૂપાને કેમ બનાવતો હશે? स्वरूपमीदृशं तस्या, निरीक्ष्याकर्ण्य वाचया । विल क्षवदना वेगा-न्मंदिरान्निरगान्मुनिः।। ७६ ॥ श्रीदविलासकैलास सन्निभात्स्थानकात्ततः। निर्गत्य नारदः कापा-झंपां दातुमिवोद्यतः।। ७७ ॥ સત્યભામાનું સ્વરૂપ અને તેની વાણીના ઉદ્દગારો સાંભળીને વિલખા થયેલા નારદ તેના મહેલમાંથી ઝટપટ બહાર નીકળી ગયા. કુબેર ભંડારીના કૈલાસ સમાન રાજમહેલમાંથી નીકળીને નારદ ક્રોધાતુર બની ગયા. ये भवंति महात्मानो, विशुद्धाचारचारिणः । एकाकित्वेन कस्यापि, भवने तैर्न गम्यते ।। ७८ ॥ विशेषतोऽतितारुण्य-रूपलावण्यसंपदा । उन्मत्ताया अबुद्धायाः, स्त्रियाश्च न हि धामनि ॥ ७९ ॥ न दोषः सत्यभामाया, अत्र दोषो ममैव हि । अज्ञातकुलशीलाया, गेहेऽस्या गमनं कृतं ।। ८० ॥ प्रतापव्यापसंतापतापितारिनृपस्त्रियः । भूपपंक्तेः समज्याभिर्मान्योप्यहमनारतं ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy