SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. વૈદ્યક ક્રિયા ૩૭, અંજનયોગ ૪૦. વચન-પાવ ૪૩. મુખમંડન ૪૬. પુષ્પ ગ્રંથન ૪૯. સ્ફારવિધિવેષ ૫૨. ભૂષણ-પરિધાન ૫૫. વ્યાકરણ ૫૮. કેશબંધન ૬૧. અંક વિચા ૬૪. પ્રશ્ન પ્રહેલિકા અભિનિષ્ક્રમણ ૩૬. સારિશ્રમ ૩૫. કુંભ ભ્રમ ૩૮. ચૂર્ણયોગ ૩૯. હસ્તલાઘવ ૪૧. ભોજ્ય વિધિ ૪૨. વાણિજ્ય વિધિ ૪૪. શાલિ ખંડન ૪૫. કથાકથન ૪૭. વક્રોક્તિ ૪૮. કાવ્યશક્તિ ૫૦. સર્વભાષા વિશેષ૫૧. અભિધાન જ્ઞાન ૫૩. ભૃત્યોપચાર ૫૬. પરનિરાકરણ ૫૯. વીણાનાદ ૬૨. લોકવ્યવહાર ૫૪. ગૃહાચાર ૫૭. ધન ૬૦. વિતંડાવાદ ૬૩. અન્ત્યાક્ષરિકા ભગવાન ઋષભનું જીવન ચોર્યાશી લાખ પૂર્વનું હતું. તેમાં ત્યાશી લાખ પૂર્વ સમય તેમણે સામાજિક અને રાજનૈતિક મૂલ્યોની સ્થાપનામાં વીતાવ્યાં. લોકજીવનના શુદ્ધીકરણમાં તેમનો અથાગ પરિશ્રમ હતો. લોકોએ તેમની પાસેથી સહઅસ્તિત્વ તથા પરસ્પર સહયોગનું મહત્ત્વ જાણ્યું. તાત્કાલિક વ્યાવહારિક જીવનની મુશ્કેલીઓનું સમાધાન કર્યા પછી ભગવાન ઋષભે ધર્મ-નીતિનું પ્રવર્તન ક૨વાનો નિર્ધાર કર્યો. તે સમયે પાંચમા દેવલોકના નવ લોકાંતિક દેવ- સારસ્વત, આદિત્ય, વહ્ની વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ટ ઋષભના ઉપપાતમાં પહોંચ્યા અને તેમને વંદન કરીને વિનંતી કરવા લાગ્યા, ‘ભગવાન ! લોકવ્યવહારની સંપૂર્ણ વ્યવસ્થા તો આપે પૂરી કરી દીધી છે, હવે આપ ધર્મતીર્થનું પ્રવર્તન કરો.' આવું નિવેદન કરીને દેવો પોતપોતાના વિમાનમાં ચાલ્યા ગયા. આ સંદર્ભમાં પૂર્ણ વિનિશ્ચય કરીને રાજા ૠષભે સમગ્ર ભૂમંડળને એકસો વિભાગમાં વિભક્ત કરીને ભરતને વિનીતા તથા નવ્વાણું પુત્રોને અન્ય ક્ષેત્રોની સારસંભાળની જવાબદારી સોંપી. દરેક રીતે સંપૂર્ણ નિવૃત્ત થઈને તેઓ વર્ષીદાન ક૨વા લાગ્યા. વર્ષીદાનથી સઘળા લોકોને ખ્યાલ આવી ગયો કે બાબા હવે ઘર છોડીને જઈ રહ્યા છે. ભલાભોળા લોકો એ વાતથી અતિ બેચેન બન્યા કે બાબા અમને છોડીને જઈ રહ્યા છે, હવે અમે શું કરીશું ? અમારા સૌની મુશ્કેલીઓને કોણ દૂર કરશે ? જોકે ભરત વગેરે સો ભાઈઓને ભગવાન શ્રી ઋષભદેવ જ્ઞ ૩૫
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy