________________
૭૨. શકુનરુત - શુકન શાસ્ત્ર
આ વિવરણ સમવાવાંગ સૂત્ર અનુસાર છે. જ્ઞાતા ઘર્મકથા, ઔપપાતિક, રાજપ્રશ્રીય તેમજ જંબૂદ્વીપ પ્રજ્ઞક્તિની વૃત્તિમાં પણ બોતેર લાઓનાં કેટલાંક નામ અને ક્રમ-તફાવત સાથે ઉલ્લિખિત મળે છે.
બાહુબલીને પ્રાણી લક્ષણનું જ્ઞાન કરાવ્યું. જ્યેષ્ઠ પુત્રીને જમણા હાથ વડે અઢાર પ્રકારની લિપિઓ શીખવી, જે આ પ્રમાણે છે૧. બ્રાહ્મી
૨. યવનાની ૩. દોસઉરિયા
૪. ખરોફ્રિકા ૫. ખરશાહિકા (ખરશાપિતા) ૬. પ્રભારાજિકા ૭. ઉચ્ચત્તરિકા
૮. અક્ષરપૃષ્ટિકા ૯. ભોગવતિકા
૧૦. વૈનતિકી ૧૧. નિત્પવિકા
૧૨. અંકલિપિ ૧૩. ગણિતલિપિ
૧૪. ગંધર્વલિપિ ૧૫. આદર્શલિપિ
૧૬. માહેશ્વરી ૧૭. દ્રાવિડી
૧૮. પોલિંદી. બીજી પુત્રી સુંદરીને ડાબા હાથ વડે ગણિતનું જ્ઞાન આપ્યું, સાથોસાથ રાજા ઋષભે સ્ત્રીઓની ચોસઠ કલાઓનું જ્ઞાન પણ આપ્યું, જે આ પ્રમાણે છે૧. નૃત્ય-કલા
૨. ઔચિત્ય ૩. ચિત્ર-કલા ૪. વાદ્ય-કલા
૫. મંત્ર
૬. તંત્ર ૭. જ્ઞાન
૮. વિજ્ઞાન ૯. દંભ ૧૦. જલસ્તમ્ભ ૧૧. ગીતમાન ૧૨ તાલમાન ૧૩. મેઘવૃષ્ટિ
૧૪. ફલાવૃષ્ટિ ૧૫. આરામ-રોપણ ૧૬. આકાર ગોપન ૧૭. ધર્મ વિચાર ૧૮. શકુનસાર ૧૯. ક્રિયાકલ્પ ૨૦. સંસ્કૃત જલ્પ ૨૧. પ્રસાદનીતિ ૨૨. ધર્મનીતિ
૨૩. વર્ણિકાવૃદ્ધિ ૨૪. સુવર્ણસિદ્ધિ ૨૫. સુરભિતૈલક ૨૬. લીલાસંચરણ ૨૭. હય-ગજપરીક્ષણ ૨૮.પુરુષ-સ્ત્રીલક્ષણ ૨૯. હેમરત્ન ભેદ ૩૦. અષ્ટાદશ
લિપિપરીચ્છેદ ૩૧. તત્કાલ બુદ્ધિ ૩૨. વસ્તુ સિદ્ધિ ૩૩. કામ વિક્રિયા
તીર્થકરચરિત્ર [ ૩૪