SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અંગારવતી વગેરે ચંડપ્રદ્યોતનની આઠ રાણીએ પણ દીક્ષાની અનુમતિ માંગી. પ્રદ્યોતે તેમને પણ આજ્ઞા આપી દીધી. ભગવાને મૃગાવતી, અંગારવતી વગેરે રાણીઓને દીક્ષા આપી. કૌશાંબીથી વિહાર કરીને મહાવીર વૈશાલીમાં પધાર્યા, ત્યાં જ તેમણે ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું નવમું વર્ષ વૈશાલીનો ચાતુર્માસિક પ્રવાસ સંપન્ન કરીને પ્રભુ મિથિલા થઈને કાકંદી પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ દર્શનાર્થે આવ્યા. ભદ્રા સાર્થવાહિનીના પુત્ર ધન્ય વૈભવ છોડીને દીક્ષા લીધી. સુનક્ષત્ર પણ મુનિ બન્યા. કંપિલપુરમાં કુંડકૌલિકે પણ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુ ત્યાંથી પોલાસપુર પધાર્યા. પોલાસપુરમાં પ્રભુનું પ્રવચન સાંભળીને ધનાઢ્ય કુંભાર સાલપુત્ર તથા તેમની પત્ની અગ્નિમિત્રા શ્રમણોપાસક બની ગયાં. બંને પૂર્વમાં ગોશાલકના આજીવક મતનાં અનુયાયી હતાં. જ્યારે ગોશાલકને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના સંઘ સહિત સદ્દાલપુત્ર પાસે આવ્યો અને તેને પુનઃ આજીવક મતમાં આવી જવા માટે સમજાવવા લાગ્યો. સદાલપુત્ર ઉપર ગોશાલકનો કોઈ પ્રભાવ પડ્યો નહિ. ભગવાને તે વર્ષનો ચાતુ સિ વાણિજ્યગ્રામમાં કર્યો. સર્વજ્ઞતાનું દશમું વર્ષ વર્ષાવાસ પ્રવાસ સંપન્ન કરીને ભગવાન રાજગૃહ પધાર્યા. ત્યાં મહાશતક ગાથાપતિએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પાર્શ્વ પરંપરાના અનેક શ્રમણોએ ચાતુર્યામ ધર્મ દ્વારા પંચમહાવ્રત ધર્મમાં પ્રવેશ કર્યો. આ વર્ષનો ચાતુર્માસ રાજગૃહમાં થયો. સર્વજ્ઞતાનું અગિયારમું વર્ષ ચાતુર્માસ પછી ભગવાન કૃતિંગલા પધાર્યા અને ત્યાં છત્રપલાસ ચૈત્યમાં બિરાજ્યા. તે સમયે શ્રાવસ્તીમાં વિદ્વાન પરિવ્રાજક કાત્યાયન ગોત્રીય સ્કન્દક રહેતો હતો. તેની મુલાકાત પિંગળ નિર્ચન્થ સાથે થઈ. પીંગળે અનેક પ્રશ્નો પૂક્યા, પરંતુ સ્કન્દક તેમના ઉત્તર આપવામાં સશકિત થઈ ગયો. તે પ્રશ્નોનાં સમાધાન મેળવવા માટે તે મહાવીર પાસે ગયો. પોતાની શંકાઓનું સમાધાન પામીને ભગવાન પાસે દીક્ષા લઈ લીધી. કૃતિંગલાથી શ્રાવસ્તી થઈને વાણિજ્યગ્રામમાં પ્રભુએ ચાતુર્માસ કર્યો. સર્વજ્ઞતાનું બારમું વર્ષ વર્ષાકાળ સમાપ્ત થતાં પ્રભુ બ્રાહ્મણકુંડના બહુશાલ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જમાલિએ પોતાના પાંચસો મુનિઓ સહિત અલગ વિચરવા માટે ભગવાની અનુમતિ માંગી. ત્યારે ભગવાન મૌન રહ્યા. પછી તે સ્વતંત્ર થઈને તીર્થકરચરિત્ર | ૨૨૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy