SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં એક ‘પુદ્ગલ'નામનો પરિવ્રાજક રહેતો હતો. સતત છઠ્ઠની તપસ્યા તથા આતાપના ક૨વાને કા૨ણે તેને વિભંગ અજ્ઞાન તથા અવધિદર્શન ઉત્પન્ન થઈ ગયું. તે દર્શનના આધારે તેણે ઘોષણા કરી કે દેવોનું જઘન્ય આયુષ્ય દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ દશ સાગર છે. નગરમાં એવી ચર્ચા જ્યારે ગણધર ગૌતમે સાંભળી ત્યારે તેમણે ભગવાન પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી. ભગવાને કહ્યું, ‘આ વાત સાચી નથી. દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગર છે.’ આ વાત તે પરિવ્રાજક સુધી પહોંચી. તેઓ શંકિત થઈ ગયા અને પ્રભુ પાસે આવ્યા. જિનેશ્વર દેવનું પ્રવચન સાંભળીને તેમની પાસે દીક્ષિત થઈ ગયા. અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા. ત્યાં જ ચાતુર્માસ કર્યો. ત્યાં મંકાઈ, ઝિંકત, અર્જુનમાલી, કશ્યપ, ગાથાપતિ વરદત્ત વગેરેએ સંયમી જીવન સ્વીકાર્યું. સર્વજ્ઞતાનું સાતમું વર્ષ રાજગૃહ ચાતુર્માસ પછી વિહાર કરવાને બદલે ભગવાન ત્યાં જ રોકાઈ ગયા. આ સતત પ્રવાસનો આશાતીત લાભ મળ્યો. રાજગૃહ નગરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ શ્રમણધર્મ તેમ જ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. શ્રેણિકના જાલિ, મયાલિ વગેરે ત્રેવીસ પુત્રો તથા નંદા, નંદમતી વગે૨ે તેર રાણીઓએ ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. મુનિ આર્દ્રકે કેટલાક હસ્તિતાપસો તેમજ સ્વપ્રતિબોધિત પાંચસો ચોરો સહિત ભગવાન પાસે દીક્ષા સ્વીકારી. આ વર્ષે પણ ભગવાને રાજગૃહમાં વર્ષાવાસ વીતાવ્યો. સર્વજ્ઞતાનું આઠમું વર્ષ વર્ષાવાસ સંપન્ન કરીને ભગવાન આલંભિયા પધાર્યા. આલંભિયાથી કૌશાંબી પધાર્યા. તે સમયે ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને કૌશાંબીને ઘેરી લીધું હતું. કૌશાંબી ઉપર મહારાણી મૃગાવતી શાસન સંભાળતી હતી. તેમનો પુત્ર ઉદયન નાબાલિક હતો. ચંડપ્રદ્યોતન મૃગાવતીનાં રૂપ-લાવણ્ય ઉપર મુગ્ધ થઈને તેને પોતાની રાણી બનાવવા માગતો હતો. ભગવાનના આગમનથી મૃગાવતીને ખૂબ પ્રસન્નતા થઈ. તે મહાવી૨ના સમવસરણમાં પહોંચી. તે સમયે ચંડપ્રદ્યોતન પણ ભગવાનની સેવામાં ઉપસ્થિત હતો. મહારાણીએ આત્મકલ્યાણની સુંદર તક સમજીને સભામાં જ ઊભી થઈને કહ્યું, ‘ભગવાન ! હું પ્રદ્યોતની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું તથા મારા પુત્ર ઉદયનને તેમના સંરક્ષણમાં મૂકું છું.’ પ્રદ્યોતની જો કે દીક્ષા માટે સ્વીકૃતિ આપવાની ઇચ્છા ન હતી, પરંતુ ભગવાન સમક્ષ અનેક લોકોની ઉપસ્થિતિમાં લાવશ તે ઇન્કાર કરી શક્યો નહીં. ભગવાન શ્રી મહાવીર ] ૨૨૧
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy