SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરપ્રમાણ ખૂબ નાનું હોય છે. અભિષેકની પૂર્વે સૌધર્મેન્દ્રના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે આવું નાનકડું શરીર અભિષેકની આટલી બધી જલધારાઓ કેવી રીતે સહન કરશે? મહાવીર અવધિજ્ઞાની હતા. તેઓ ઈદ્રની શંકા જાણી ગયા. તીર્થંકર અનંત બળવાન હોય છે. શરીરના નાનામોટા હોવાથી કોઈ તફાવત પડતો નથી. આ વાત સમજાવવા માટે તેમણે પોતાના ડાબા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને સહેજ દબાવ્યો, તો તે કંપી ઊઠ્યો. મેરૂ પર્વતના અચાનક પ્રકંપિત થવાથી ઈદ્ર ચોંકી ઊઠ્યા. આ બધું જાણવા માટે તેમણે અવધિદર્શન લગાવ્યું, તો તેમને ખબર પડી કે સ્વયં ભગવાને પોતે અત્યંત બળવાન હોવાની વાત જણાવવા માટે પોતાના અંગુઠા વડે પર્વતને કંપાવ્યો છે. અભિષેક પછી બાળકને પુનઃ માતા પાસે લાવીને મૂકી દીધું. નગરમાં ઉત્સવ રાજા સિદ્ધાર્થે મુક્ત ર્દયથી દશ દિવસનો ઉત્સવ ઉજવ્યો. પ્રજાના આનંદ અને ઉત્સાહની સીમા રહી નહીં. ક્ષત્રિયકુંડની સજાવટ ઈદ્રપુરીને પણ મહાત્ કરે તેવી હતી. લોકોના કર માફ કરી દેવામાં આવ્યા. કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. નામકરણના દિવસે પારિવારિક જનો માટે પ્રીતિભોજન રાખવામાં આવ્યું. તમામ પારિવારિક લોકોએ નવજાત શિશુને આશીર્વાદ પાઠવ્યા. નામની પરિચર્ચા વખતે રાજા સિદ્ધાર્થે કહ્યું કે, “આ બાળકના ગર્ભકાળ દરમ્યાન ધનધાન્યની અત્યંત વૃદ્ધિ થઈ છે. તેથી બાળકનું નામ વર્ધમાન રાખવું જોઈએ.” સૌએ બાળકને તે જ નામ આપ્યું. ત્યારબાદ પ્રભુનાં અન્ય નામ- મહાવીર, શ્રમણ, જ્ઞાતપુત્ર વગેરે પણ પ્રચલિત થયાં. બાલક્રિડા વર્ધમાન કુમારે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો. એક વખત તે પોતાના સમવયસ્ક મિત્રો સાથે “આમલકી” (આમલી-પીપળી) રમવા લાગ્યા. તે સમયે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બાળક વર્ધમાનનાં બુદ્ધિ-કૌશલ તથા સાહસની પ્રશંસા કરી અને કહ્યું, “તેમના સાહસનો મુકાબલો માણસ કે તિર્યંચ તો શું, દેવશક્તિ પણ કરી શકે તેમ નથી.” એક દેવને ઈદ્રની આ વાતમાં અતિશયોક્તિ જણાઈ. તે બાળક વર્ધમાનને પરાજિત કરવા માટે નીચે આવ્યા જ્યાં તેઓ રમત રમતા હતા. વર્ધમાન તે સમયે સાથી બાળકો સાથે વૃક્ષ ઉપર ચડેલા હતા. તે દેવ ભયંકર સાપનું રૂપ ધારણ કરીને એ જ વૃક્ષની એક શાખા ઉપર લપટાઈ ગયો અને હુંફાડા મારવા લાગ્યો. તમામ બાળકો સાપને જોઈને બૂમો મારવા લાગ્યાં, “બચાવો ! બચાવો ! ઝાડ ઉપર ઝેરીલો સાપ છે !' વર્ધમાન થોડાક આગળ આવ્યા અને તે સાપને પકડીને દૂર ફેંકી દીધો. ભગવાન શ્રી મહાવીર ૧૯૩
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy