SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવતાં કહ્યું, “મોજ મા તો વિશ્વભૂતિ લૂંટે છે, જ્યારે તેનો ખરો હક્કદાર તો આપનો પુત્ર વિશાખનંદી છે.” આ સાંભળીને રાણી અત્યંત ક્રોધિત થઈ. તેણે તેમાં પોતાનું અપમાન અનુભવ્યું અને કોપ ભવનમાં ચાલી ગઈ. આ બધું સાંભળીને મહારાજ ચિંતાગ્રસ્ત થઈ ગયા. રાજાએ સમજાવવાનો ખૂબ પ્રયત્ન ર્યો. પરંતુ રાણીની હઠ આગળ તેમણે ઝૂકવું પડ્યું. વિશ્વભૂતિને દૂર મોકલવાની યુક્તિ શોધી. છળકપટથી રાજાએ યુદ્ધની રણભેરી વગડાવીઆપણો સામંત પુરુષસિંહ વિદ્રોહી બની ગયો છે. તે પ્રજાને વિવિધ રીતે કષ્ટ આપી રહ્યો છે. તેની સાથે યુદ્ધ કરવા માટે હું જઈ રહ્યો છું.' આ સમાચાર જળક્રિડા કરતા વિશ્વભૂતિએ પણ સાંભળ્યા. તરત જ તે રાજમહેલમાં આવ્યો અને રાજાને વિનંતિ કરી કે આપના જેવા સામર્થ્યવાનને આવા સામંતની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે જવાનું શોભતું નથી. હું પોતે ત્યાં જવા માટે તત્પર છું. આપ મને આશીર્વાદ આપો. હું અતિશીઘ તેને આપનાં ચરણોમાં ઉપસ્થિત કરી દઈશ. વિશ્વભૂતિની આ વાત સાંભળીને રાજાએ તેને જવાની આજ્ઞા આપી. સેના લઈને તે પુરુષસિંહનું દમન કરવા માટે નીકળી પડ્યો. વિશ્વભૂતિના ચાલ્યા ગયા પછી વિશાખનંદીએ પોતાની રાણીઓ તથા દાસીઓ સહિત ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આનંદપૂર્વક ક્રિડા કરવા લાગ્યો. વિશ્વભૂતિ જ્યારે સામંત પુરુષસિંહની હદમાં પહોંચ્યો ત્યારે ત્યાં તેનું ભવ્ય સ્વાગત થયું. અવજ્ઞા અથવા વિદ્રોહના સમાચાર તદ્દન અસત્ય જણાયા. પરસ્પર વાતચીત કરીને વિશ્વભૂતિ પાછો વળ્યો. પાછા વળતી વખતે ઉદ્યાનરક્ષક દ્વારા જાણવા મળ્યું કે વિશાખનંદી પોતાના અંતઃપુર સહિત જલવિહાર કરી રહ્યો છે. વિશ્વભૂતિ માત્ર બળવાન જ નહિ, પરંતુ બુદ્ધિમાન પણ હતો. સમગ્ર ભેદ તરત સમજવામાં તેને વિલંબ થતો નહિ. તે સમજી ગયો કે મહારાજે પોતાના પુત્રના સુખ માટે પોતાને ઉદ્યાનમાંથી હટાવવાના હેતુથી આ પુરુષસિંહના વિદ્રોહનું નાટક રચ્યું છે. આવી કુટિલ ચાલને કારણે તેને રાજ તથા તેના પુત્ર પ્રત્યે ખૂબ ગુસ્સો ઉપજ્યો. ક્રોધાવેશમાં તેણે બાજુમાં આવેલા તાડના વૃક્ષને મુષ્ટિપ્રહાર વડે જોરપૂર્વક હચમચાવી. વૃક્ષ ઉપરનાં ફળો એક પછી એક નીચે પડવા લાગ્યાં. તેણે દ્વારપાલને કહ્યું, “સાંભળો, દ્વારપાલ ! મને મારી કુળ-મર્યાદા તથા પરંપરા પ્રતિ સહેજ પણ આદર ન હોત તો હું તમારા રાજકુમાર તથા જૂકા રાજાને આ ફળોની જેમ મુષ્ટિપ્રહાર વડે ધરાશાયી કરી દેત, સમાપ્ત કરી દેત.” વિશ્વભૂતિનું શરીર ક્રોધથી કાંપવા લાગ્યું. કેટલીક ક્ષણો પછી તેનો ગુસ્સો શાંત પડ્યો. સંવેગનો ભાવ જાગ્યો અને ભગવાન શ્રી મહાવીર ૧૮૩
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy