SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમો ભવ- સ્વર્ગ સનકુમાર (ત્રીજા) દેવલોકમાં દેવ બન્યા. બારમો ભવ- મનુષ્ય દેવાયુ ભોગવીને શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામનો બ્રાહ્મણ થયો. ભારદ્વાજે પરિવ્રાજક દીક્ષા લીધી. તેનું સંપૂર્ણ આયુષ્ય ચુંવાળીશ લાખ પૂર્વ હતું. તેરમો ભવ- સ્વર્ગ માહેન્દ્ર (ચોથા) દેવલોકમાં દેવ બન્યા. ત્યાંથી ચ્યવન પામીને અનેક નાના ભવ પણ કર્યા. ચૌદમો ભવ- મનુષ્ય રાજગૃહ નગરમાં સ્થાવર નામનો બ્રાહ્મણ બન્યો. અંતે પશ્ત્રિાજક બન્યો. તેનું આયુષ્ય ચોત્રીસ લાખ પૂર્વ હતું. પંદરમો ભવ- સ્વર્ગ બ્રહ્મ (પાંચમા) દેવલોકમાં દેવ બન્યા. સોળમો ભવ- મનુષ્ય (વિશ્વભૂતિ) રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા રાજ્ય કરતો હતો. તેનો ભાઈ વિશાખભૂતિ યુવરાજ હતો. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખનંદી હતું. યુવરાજ વિશાખભૂતિની રાણીનું નામ ધારિણી હતું. તેની કૂખે નયસારનો જીવ પાંચમા દેવલોકથી ચ્યવન પામીને પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનું નામ વિશ્વભૂતિ પાડવામાં આવ્યું. મરીચિના ભવ પછી આ સોળમા ભવમાં પુનઃ રાજપરિવારમાં જન્મ લીધો. વિશ્વભૂતિએ જ્યારે યૌવનમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક રાજકન્યાઓ સાથે તેનો વિવાહ કરવામાં આવ્યો. એક દિવસ વિશ્વભૂતિ પોતાની રાણીઓ તથા દાસીઓ સાથે જલક્રિડા કરવા માટે ગયો. થોડીક ક્ષણો પછી વિશ્વનંદીનો પુત્ર વિશાખનંદી પણ પોતાની રાણીઓ સાથે ફરવા માટે એ જ ઉદ્યાનમાં પહોંચ્યો. જ્યારે તેને ખબર પડી કે વિશ્વભૂતિ પહેલેથી જ ઉદ્યાનમાં આવીને જલક્રિડા કરી રહ્યા છે, ત્યારે તેને ભારે ક્ષોભ થયો. તેણે અનિચ્છાએ બહાર જ રહેવું પડ્યું. વિશાખનંદીની માતાની દાસીઓ પણ ફૂલ વીણવા માટે ઉદ્યાનમાં આવી તો તેમને પણ નિરાશ થઈને પાછાં ફરવું પડ્યું. દાસીઓએ રાજમહેલમાં આવીને મહારાણી પ્રિયંગુને સમગ્ર હકીકત તીર્થંકરચરિત્ર જ્ઞ ૧૮૨
SR No.022702
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumermal Muni, Rohit Shah
PublisherAnekant Bharti Prakashan
Publication Year1996
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy